ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ લઈ ICC એ કરી મોટી જાહેરાત, અમેરિકાના આ 3 શહેરોમાં રમાશે મેચ

વનડે વર્લ્ડ કપ 2023નું આયોજન 5 ઓક્ટોબરથી ભારતમાં થવાનું છે. બીજી તરફ ICCએ વર્ષ 2024માં યોજાનાર T20 વર્લ્ડ કપને લઈને પણ તૈયારી શરુ કરી દીધી છે. જૂન 2024માં યોજાનાર T20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લેશે. આ ઉપરાંત આ...
10:38 AM Sep 21, 2023 IST | Hiren Dave

વનડે વર્લ્ડ કપ 2023નું આયોજન 5 ઓક્ટોબરથી ભારતમાં થવાનું છે. બીજી તરફ ICCએ વર્ષ 2024માં યોજાનાર T20 વર્લ્ડ કપને લઈને પણ તૈયારી શરુ કરી દીધી છે. જૂન 2024માં યોજાનાર T20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લેશે. આ ઉપરાંત આ T20 વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની સંયુક્ત યજમાનીમાં યોજાશે. ICC2એ અમેરિકાના ત્રણ શહેરોના નામ ફાઈનલ કરી લીધા છે જ્યાં T20 વર્લ્ડ કપની મેચોનું આયોજન કરવામાં આવશે.

 

આઈઝનહોવર પાર્ક સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચ યોજાઈ શકે છે

ICCએ અમેરિકાના જે ત્રણ શહેરો પસંદ કર્યા તેમાં ન્યૂયોર્ક ઉપરાંત ફ્લોરિડા અને ડલાસ સામેલ છે. આ પ્રથમ વખત હશે જયારે અમેરિકામાં આટલી મોટી ક્રિકેટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. ન્યૂયોર્કમાં નાસાઉ કાઉન્ટી, ફ્લોરિડામાં બ્રોવાર્ડ કાઉન્ટી જયારે ડલાસમાં ગ્રાંડ પ્રેયરીમાં મેચ રમાશે. T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ ન્યૂયોર્ક શહેરથી 30 માઈલ દૂર 34,000 હજારની ક્ષમતા ધરાવતા આઈઝનહોવર પાર્ક સ્ટેડિયમમાં યોજાઈ શકે છે.

 

અમેરિકા અમારા માટે એક મહત્વપૂર્ણ સ્પોર્ટ્સ માર્કેટ છે-ICC

અમેરિકાના આ ત્રણ શહેરોના નામોની જાહેરાત કરતા ICCએ તેના નિવેદનમાં કહ્યું હતું કે, 'અમેરિકા અમારા માટે એક મહત્વપૂર્ણ બજાર છે અને આ વેન્યુ અમને વિશ્વના સૌથી મોટા સ્પોર્ટ્સ માર્કેટમાં પ્રવેશવાની મોટી તક આપે છે. આનાથી અમને ક્રિકેટને આગળ વધારવામાં પણ મદદ મળશે. આનાથી અહીં હાજર ક્રિકેટ ચાહકો ખૂબ જ ખુશ થશે અને તેમને સર્વશ્રેષ્ટ મેચ જોવાનો મોકો પણ મળશે. અમે ડલાસ અને ફ્લોરિડામાં મેદાનોની ક્ષમતા વધારીશું જેથી વધુને વધુ ક્રિકેટ ચાહકો મેચનો આનંદ માણી શકે

 

આ  પણ  વાંચો -ASIAN GAMES, IND W VS MAL W : મલેશિયા અને ભારત વચ્ચે પ્રથમ મેચ, સ્મૃતિ મંધાના બની કેપ્ટન

 

Tags :
AmericaDallasFloridaHostICCNEW YORKT20-World-Cup-2024
Next Article