Smriti Mandhana: દ.આફ્રિકા સામે તોફાની ઇનિંગ, આ રેકોર્ડ પણ તોડ્યો
Smriti Mandhana : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ધુંઆધાર બેટર સ્મૃતિ મંધાનાએ દક્ષિણ આફ્રિકા સામે તોફાની ઇનિંગ રમતા સતત બીજી વખત સદી ફટકારી હતી. તેણે એક જ મેચમાં અનેક રેકોર્ડ તોડી નાખ્યા હતા. મહિલા ક્રિકેટમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝ રમાઈ રહી છે. મંધાના ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાંથી વનડે મેચમાં સૌથી વધુ સદી ફટકારનારી ખેલાડી બની ગઈ છે.
મંધાનાએ બનાવ્યો રેકોર્ડ
સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સતત બે વન-ડેમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા બેટર બની ગઈ છે. દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝની પહેલી મેચમાં 117 રના બનાવ્યા હતા. તેણે આ ઇનિંગમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગા માર્યા હતા. ભારતે આ મેચ 143 રનથી જીત્યું હતું. હવે તેણે બીજી વનડેમાં પણ સદી ફટકારી છે.
મિતાલી રાજની બરાબરી કરી
સ્મૃતિ મંધાનાની વનડે કારકિર્દીની આ 7મી સદી છે. આ સાથે તેણે મિતાલી રાજની બરાબરી કરી લીધી છે. મિતાલીએ વનડેમાં પણ 7 સદી ફટકારી છે. હવે મંધાના, અનુભવી મિતાલી રાજ સાથે મળીને ભારત માટે સંયુક્ત રીતે સૌથી વધુ વનડે સદી ફટકારનારી ખેલાડી બની ગઈ છે. મંધાનાએ ભારત માટે માત્ર 84 ઇનિંગ્સમાં 7 સદી ફટકારી છે. જ્યારે મિતાલીએ 211 ઇનિંગ્સ રમીને 7 સદી ફટકારી હતી.
ભારત માટે વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર મહિલા ખેલાડીઓ
- સ્મૃતિ મંધાના- 7 સદીઓ
- મિતાલી રાજ- 7 સદી
- હરમનપ્રીત કૌર- 5 સદી
- પૂનમ રાઉત- 3 સદી
ODI ક્રિકેટમાં રમાયેલી શ્રેષ્ઠ ઇનિંગ્સ
સ્મૃતિ મંધાનાએ બીજી વનડેમાં 120 બોલમાં 136 રન બનાવ્યા જેમાં 18 ફોર અને 2 સિક્સ સામેલ હતી. તેણે ODI ક્રિકેટમાં પોતાની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમી છે. અગાઉ, ODI ક્રિકેટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 135 રન હતો, જે તેણે 2018માં દક્ષિણ આફ્રિકા સામે બનાવ્યો હતો.
આ પણ વાંચો - india vs south africa: ભારતીય મહિલા ટીમે રચ્યો ઇતિહાસ, ODI ક્રિકેટમાં 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
આ પણ વાંચો - T20 વિશ્વકપ બાદ SHREYAS IYER અને IPL 2024 ના આ યુવા સ્ટાર્સની થશે ભારતીય ટીમમાં એન્ટ્રી
આ પણ વાંચો - Neeraj Chopra ની વધુ એક સિદ્ધિ, પાવો નુર્મી ગેમ્સમાં જીત્યો ગોલ્ડ