Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rohit Sharma PC: આ જીવનનો હિસ્સો..! રોહિત શર્માએ પહેલીવાર કપ્તાની પર તોડી ચુપ્પી

Rohit Sharma PC : T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત બાદ કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં (Rohit Sharma PC)ઘણા સવાલોના જવાબ આપ્યા. તેણે ઘણા મોટા ખુલાસા કર્યા છે, જેમાં હાર્દિક પંડ્યાના ફોર્મથી લઈને...
09:07 AM May 03, 2024 IST | Hiren Dave
Rohit Sharma PC

Rohit Sharma PC : T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત બાદ કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં (Rohit Sharma PC)ઘણા સવાલોના જવાબ આપ્યા. તેણે ઘણા મોટા ખુલાસા કર્યા છે, જેમાં હાર્દિક પંડ્યાના ફોર્મથી લઈને રિંકુ સિંહને 15 ખેલાડીઓની ટીમમાં પસંદ ન થવાનો સમાવેશ થાય છે. IPLમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં રમવા અંગે રોહિત શર્માએ શું કહ્યું ચાલો  જાણી એ..

 

હાર્દિક પંડ્યાની પસંદગી

હાર્દિક પંડ્યાના ખરાબ ફોર્મ છતાં તેની પસંદગી અંગે અજીત અગરકરે કહ્યું કે, હાર્દિક પંડ્યા ઈજાના કારણે લાંબા બ્રેકમાંથી પાછો ફર્યો છે અને મુંબઈ ઈન્ડિયન્સ માટે રમાયેલી તમામ મેચોમાં તે ખૂબ જ ફિટ દેખાઈ રહ્યો છે. મને નથી લાગતું કે અન્ય કોઈ ખેલાડી જે ભૂમિકા ભજવે છે તે ભજવી શકે. તેમના માટે ફિટ રહેવું જરૂરી છે.

 

શિવમ દુબેની બોલિંગ

શિવમ દુબેની બોલિંગ પર કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, દુર્ભાગ્યવશ શિવમ દુબેએ IPL 2024માં એક પણ ઓવર ફેંકી નથી, પરંતુ તે એક ઉત્તમ ઓલરાઉન્ડર છે, જે રેડ બોલ ક્રિકેટમાં નિયમિતપણે બોલિંગ કરે છે. તેથી શિવમ અને હાર્દિક પણ વર્લ્ડ કપમાં બોલિંગ કરશે.

 

વિરાટ કોહલીનો સ્ટ્રાઈક રેટ

વિરાટ કોહલીના સ્ટ્રાઈક રેટ અંગે અગરકરે કહ્યું કે, વિરાટ કોહલીના સ્ટ્રાઈક રેટને લઈને પસંદગીકારો વચ્ચે કોઈ ચર્ચા થઈ નથી. આઈપીએલમાં તેનું ફોર્મ શાનદાર રહ્યું છે. અમે તેના સ્ટ્રાઈક રેટથી ચિંતિત નથી.

 

કેએલ રાહુલ કેમ બહાર થયો?

કેએલ રાહુલને ટીમમાં સ્થાન ન મળવા પર અજીત અગરકરે કહ્યું, રાહુલ હાલમાં ટોપ ઓર્ડરમાં બેટિંગ કરી રહ્યો છે, પરંતુ અમે એવા વિકેટકીપરની શોધમાં હતા જે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી શકે. અમારું માનવું છે કે સંજુ સેમસન નીચેના ક્રમમાં બેટિંગ કરી શકે છે. તે બધું ખાલી સ્લોટ પર આધારિત હતું. આ કારણે રિષભ પંત અને સંજુ સેમસનની પસંદગી કરવામાં આવી છે.

 

રિંકુ સિંહ 15 ખેલાડીઓમાં કેમ નથી?

રિંકુ સિંહને 15 ખેલાડીઓની ટીમમાંથી બહાર રાખવા પર અગરકરે કહ્યું કે, આ સૌથી મુશ્કેલ નિર્ણય હતો. આને રિંકુ સિંહ સાથે કોઈ લેવાદેવા નથી, બલ્કે કોમ્બિનેશનના કારણે તેની પસંદગી થઈ શકી નથી. અમને લાગ્યું કે બે લેગ સ્પિન બોલર રોહિત માટે બોલિંગના વધુ વિકલ્પો ખોલશે. તે રિઝર્વ ખેલાડીઓમાં સામેલ છે અને 15 ખેલાડીઓની ટીમમાં આવતા-આવતા રહી ગયો.

 

વિરાટ કોહલી ઓપનિંગ કરશે?

વિરાટ કોહલીની ઓપનિંગ અંગે રોહિત શર્માએ કહ્યું કે, ઓપનિંગ જોડી ત્યારે જ ઉપલબ્ધ થશે જ્યારે અમે પિચ અને કંડીશનની ચકાસણી કરીશું.

 

મધ્ય ઓવરોમાં મજબૂત બેટ્સમેનની જરૂર છે

રોહિત શર્માએ કહ્યું, અમારો ટોપ ઓર્ડર સારું પ્રદર્શન કરી રહ્યો છે. અમને એવા ખેલાડીઓની જરૂર હતી જે મિડલ ઓર્ડરમાં આવીને હિટ કરી શકે, તેથી જ અમે શિવમ દુબેની પસંદગી કરી છે. અમે શિવમને તેના IPL પ્રદર્શનના આધારે પસંદ કર્યો છે. આ પહેલા પણ તેણે ઘણી મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્લેઈંગ ઈલેવનને લઈને અત્યારે કોઈ ગેરંટી નથી. અમે ત્યાં જઈશું, સ્થિતિ ચકાસીશું અને પછી પ્લેઈંગ ઈલેવન તૈયાર કરીશું.

 

રોહિત હાર્દિકની કેપ્ટનશીપમાં રમી રહ્યો છે

હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં રમવા અંગે રોહિતે કહ્યું કે, હું મારી કારકિર્દીમાં ઘણા કેપ્ટનની નીચે રમ્યો છું. મારા માટે આ કંઈ નવું નથી. એક ખેલાડી પાસેથી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે અને હું છેલ્લા એક મહિનાથી આવું જ કરી રહ્યો છું.

 

4 સ્પિન બોલરો

રોહિત શર્માએ બોલિંગ આક્રમણ વિશે કહ્યું કે, મને 4 સ્પિન બોલરો જોઈતા હતા. મેચો કદાચ સવારે 10 વાગ્યે શરૂ થશે. તેથી, કદાચ ટેકનિકલ આધાર પર, 4 સ્પિન બોલર અમારા માટે મદદરૂપ થઈ શકે છે.

આ  પણ  વાંચો - T20 World Cup Anthem : ક્રિકેટના તાલે ઝૂમવા થઇ જાઓ તૈયાર, ICC એ લોન્ચ કર્યું નવું એન્થમ

આ  પણ  વાંચો - SRH vs RR : હૈદરાબાદે રોક્યો રોયલ્સનો વિજયરથ, રોમાંચક મેચમાં SRH ને મળી 1 રને જીત

આ  પણ  વાંચો - RINKU SINGH ને શા માટે T20 વર્લ્ડ કપમાંથી રખાયો બહાર, કારણ આવ્યું સામે..

 

Tags :
rohit sharmarohit sharma press conferenceT20 wc 2024t20 world cup 2024 india squadT20-World-Cup-2024
Next Article