RCBvs GG: Smriti Mandhana ની તોફાની બેટીંગ, RCBની શાનદાર જીત
RCB v GG : વિમેન્સ પ્રીમિયર લીગની પાંચમી મેચમાં ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાઇ હતી. બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. RCBની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતની ટીમે 20 ઓવરમાં સાત વિકેટે 107 રન બનાવ્યા હતા. RCBએ 12.3 ઓવરમાં બે વિકેટે 110 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
સ્મૃતિ મંધાના અડધી સદી ચૂકી ગઈ હતી. તનુજા કંવરે તેને નવમી ઓવરના ચોથા બોલ પર પોતાના જ બોલ પર કેચ આઉટ કરી હતો. સ્મૃતિએ 27 બોલમાં 43 રન બનાવ્યા હતા. મંધાનાએ 8 ફોર અને 1 સિક્સ ફટકાર્યો હતો.
RCBએ ગુજરાત જાયન્ટ્સને આઠ વિકેટે હરાવ્યું. તેણે સિઝનમાં સતત બીજી જીત હાંસલ કરી. આ પહેલા આરસીબીએ યુપી વોરિયર્સને હરાવ્યું હતું. આ જીત સાથે RCBના બે મેચમાં ચાર પોઈન્ટ થઈ ગયા છે. આ સાથે જ ગુજરાતને સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી મેચમાં તેને મુંબઈ ઈન્ડિયન્સે હાર આપી હતી.
RCBની ઇનિંગ
RCB તરફથી કેપ્ટન સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 43 રન બનાવ્યા. તેણે 27 બોલનો સામનો કર્યો અને 27 ચોગ્ગા ફટકાર્યા. મંધાનાની ઇનિંગમાં એક સિક્સર પણ સામેલ હતી. સબીનેની મેઘના 28 બોલમાં 36 રન બનાવીને અણનમ રહી હતી. તેણે પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. એલિસ પેરીએ 14 બોલમાં અણનમ 23 રન બનાવ્યા હતા. તેણે ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. સોફી ડિવાઈન છ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. એશ્લે ગાર્ડનર અને તનુજા કંવરને એક-એક સફળતા મળી.
ગુજરાત જાયન્ટ્સની ઇનિંગ
આ પહેલા ગુજરાત તરફથી દયાલન હેમલતાએ સૌથી વધુ અણનમ 31 રન બનાવ્યા હતા. હરલીન દેઓલે 22 અને સ્નેહ રાણાએ 12 રન બનાવ્યા હતા. આ ત્રણ સિવાય અન્ય કોઈ ખેલાડી ડબલ ફિગરને પાર કરી શક્યો નહોતો. વેદા કૃષ્ણમૂર્તિ નવ રન, કેપ્ટન બેથ મૂની આઠ રન, એશ્લે ગાર્ડનરે સાત રન, ફોબી લિચફિલ્ડે પાંચ રન અને કેથરીન બ્રાયર્સ ત્રણ રન બનાવીને આઉટ થયા હતા. તનુજા કંવરે ચાર અણનમ રન બનાવ્યા હતા. RCB તરફથી સોફી મોલિનેક્સે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. રેણુકા સિંહ ઠાકુરને બે સફળતા મળી. જ્યોર્જિયા વેરહેમે એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો - BCCI હવે બદલી શકે છે TEST CRICKET નો ચહેરો, લઈ શકે છે આ મોટો નિર્ણય