Paris Olympics: ઓલિમ્પિક્સની સુરક્ષા ભારતીય K-9 ના હવાલે
Paris Olympic: પેરિસ ઓલિમ્પિક્સ (Paris Olympic)2024ની શરૂઆત 26 જુલાઈથી થઈ રહી છે. આ વખતે CRPFની એલિટ ડોગ સ્ક્વોડ K-9ને પણ સ્થળની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી છે. આ વખતે સુરક્ષાની જવાબદારી 10 એલિટ ડોગ સ્કવોડ K-9 ટીમો સંભાળશે. તેમાંથી બે ટીમો ભારતની હશે. આ ડોગ સ્ક્વોડ 10 જુલાઈના રોજ પેરિસ જવા રવાના થઈ હતી. સખત પરીક્ષણ પછી, ભારતના આ એલિટ ડોગ યુનિટને પેરિસ ઓલિમ્પિકની સુરક્ષા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે. આ કામ માટે વેસ્ટ અને ડેન્બીની પસંદગી કરવામાં આવી છે. અગાઉ તેમને CRPFની ટ્રેનિંગ સ્કૂલમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. CRPFની બે ટીમો પેરિસ જવા રવાના થઈ ગઈ છે.
CRPFએ નિવેદન જારી કર્યું છે
CRPFએ પોતાના નિવેદનમાં કહ્યું, 'બેલ્જિયન શેફર્ડ માલિનોઈસ K-9 વેસ્ટ અને ડેનબીને પેરિસ ઓલિમ્પિકની સુરક્ષા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. તેમની ઉંમર 5 અને 3 વર્ષની છે. CRPFની ડોગ બ્રીડિંગ એન્ડ ટ્રેનિંગ સ્કૂલમાં આયોજિત અનેક કઠોર પરિક્ષણોમાંથી પસાર થયા બાદ તેની આ માટે પસંદગી કરવામાં આવી છે. ઉચ્ચ પ્રશિક્ષિત શ્વાન ઓલિમ્પિકમાં સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ટીમ વિસ્ફોટકો, દારૂગોળો અને નાર્કોટિક્સ શોધી શકે છે.
Two K9 teams from Central Reserve Police Force (CRPF) left for Paris on July 10, as part of the 10 K9 teams, selected to provide security to various venues of the upcoming Paris Olympics, 2024 scheduled from July 26 to August 11: CRPF
K9s Vast and Denby, both Belgian Shepherd… pic.twitter.com/wv9OG2a3c7
— ANI (@ANI) July 17, 2024
ભારત તરફથી 117 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં ભારત તરફથી 117 ખેલાડીઓની ટીમ ભાગ લઈ રહી છે. જેમાં 140 સપોર્ટ સ્ટાફ ખેલાડીઓ સાથે અલગથી મુસાફરી કરી રહ્યા છે. ભારતે ગત વખતે ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ભારતે ગેમ્સના મહાકુંભમાં 7 મેડલ જીત્યા હતા, જેમાં એક ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. છેલ્લી વખત ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ બરછી ફેંક સ્પર્ધામાં ગોલ્ડ જીતીને બેઇજિંગ ઓલિમ્પિક 2008થી ચાલી રહેલા સુવર્ણ દુકાળનો અંત આણ્યો હતો. આ ઉપરાંત ભારતીય હોકી ટીમે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ પણ વાંચો - ક્રિકેટર પોતાની પત્ની સાથે સુતો હતો અને અચાનક જાગ્યોને જોયું તો…
આ પણ વાંચો - Controversy: ભારતીય ટીમના આ ભૂતપૂર્વ ખેલાડીઓ સામે નોંધાઈ FIR
આ પણ વાંચો - ICC Rankings: યશસ્વી જયસ્વાલે લગાવી છલાંગ, આ સ્ટાર ખેલાડીને થયું નુકસના