Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PAK vs NZ: મેચમાં બની અજીબોગરીબ ઘટના! ફખર ઝમાને ફટકારી સિક્સ અને પછી ક્રિકેટ ફેને કર્યું એવું...જુઓ Video

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ (PAK vs NZ) વચ્ચે હેમિલ્ટન ખાતે રમાયેલ બીજી T20 મેચમાં એક વિચિત્ર ઘટના ઘટી હતી. આ મેચનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, જેમાં એક પ્રશંસક બોલ લઈને ભાગતો જોવા મળ્યો હતો. આ...
11:45 AM Jan 15, 2024 IST | Vipul Sen

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ (PAK vs NZ) વચ્ચે હેમિલ્ટન ખાતે રમાયેલ બીજી T20 મેચમાં એક વિચિત્ર ઘટના ઘટી હતી. આ મેચનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, જેમાં એક પ્રશંસક બોલ લઈને ભાગતો જોવા મળ્યો હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડનો 21 રને વિજય થયો હતો. આ મેચમાં કિવી ટીમના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી હતી.

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ (PAK vs NZ) વચ્ચે રમાયેલ મેચમાં પાકિસ્તાની અનુભવી બેટ્સમેન ફખર ઝમાને (Fakhar Zaman) ગગનચુંબી શોટ ફટકાર્યો હતો, જેનાથી બોલ સીધો સ્ટેડિયમની બહાર ગયો હતો. આ સિક્સ જોઈને ત્યાં હાજર સૌ કોઈ આશ્ચર્યચકિત થયા હતા. આમાં એક રસપ્રદ વાત એ હતી કે બોલ મેદાનની બહાર જતાની સાથે જ એક પ્રશંસક બોલ લઈને સીધો ભાગતો જોવા મળ્યો હતો, વીડિયો જોઈને દરેકને ખૂબ જ મજા આવી રહી છે.

જણાવી દઈએ કે, બીજી ટી-20 મેચમાં (PAK vs NZ) પાકિસ્તાનના ફખર ઝમાને (Fakhar Zaman) 25 બોલમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 50 રનની ઇનિંગ રમી હતી, પરંતુ ફખરની અડધી સદીની ઇનિંગ ટીમને મદદ કરી શકી ન હતી. પાકિસ્તાનની ઈનિંગની છઠ્ઠી ઓવરમાં ફખર ઝમાને ન્યૂઝીલેન્ડના બોલર બેન સીયર્સના છેલ્લા બોલ પર મિડ-વિકેટ તરફ શાનદાર સિક્સર ફટકારી હતી. જ્યાં એક તરફ કોમેન્ટેટર્સ આ ગગનચુંબી છગ્ગાના વખાણ કરી રહ્યા હતા, તો બીજી તરફ એક વ્યક્તિએ મેદાનની બહાર પડેલા બોલને લઈ સીધો ભાગતો જોવા મળ્યો હતો. જે બાદ અમ્પાયરે બીજો બોલ મંગાવ્યો અને આગળની મેચ શરૂ કરી.

જો મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા કિવી ટીમે 8 વિકેટના નુકસાન પર 194 રન બનાવ્યા હતા. ટીમ વતી ફિન એલને 41 બોલમાં 74 રનની તોફાની ઇનિંગ રમી હતી. જ્યારે કેન વિલિયમસને ( Kane Williamson) 26 રનની ઇનિંગ રમી હતી. મિશેલ સેન્ટનરે 25 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 19.3 ઓવરમાં 173 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ફખર ઝમાન સિવાય બાબર આઝમે 66 રનની તોફાની ઇનિંગ રમી હતી. કેપ્ટન શાહિને 22 રનનું યોગદાન આપ્યું હતું. બીજી T20માં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો - IND vs AFG 2nd T20 : અફઘાનિસ્તાન સામે ભારતની શાનદાર જીત, યશસ્વી-દુબેની વિસ્ફોટક ઈનિંગ

Tags :
Babar AazamCricket NewsFakhar ZamanFinn AllenGujarat FirstGujarati NewsHamiltonKane WilliamsonPakistan vs New ZealandPAKvsNZ
Next Article