Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ODI World Cup 2023 :ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાને મોટો ઝડકો,આ ખેલાડી થયો બીમાર

વર્લ્ડ કપ 2023 શરૂ થઈ ગયો છે. આમાં ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે છે જે રવિવારે રમાશે. આ પહેલા ભારતીય ચાહકો માટે ખરાબ સમાચાર છે. ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યુનો શિકાર બન્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ શુભમન ઓસ્ટ્રેલિયા સામેની મેચમાંથી...
09:05 AM Oct 06, 2023 IST | Hiren Dave

વર્લ્ડ કપ 2023 શરૂ થઈ ગયો છે. આમાં ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે છે જે રવિવારે રમાશે. આ પહેલા ભારતીય ચાહકો માટે ખરાબ સમાચાર છે. ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યુનો શિકાર બન્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ શુભમન ઓસ્ટ્રેલિયા સામેની મેચમાંથી પણ બહાર રહી શકે છે. પરંતુ હાલમાં આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ BCCIની મેડિકલ ટીમ આ સ્ટાર બેટ્સમેનના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે.

 

ભારતીય ટીમ રવિવારે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. આવી સ્થિતિમાં આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ વગર મેદાનમાં ઉતરી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં એ વાત સામે આવી છે કે ટીમ ઈન્ડિયાના આ સ્ટાર બેટ્સમેને ગુરુવારે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના નેટ સેશનમાં પણ ભાગ લીધો ન હતો. આ પછી, ડેન્ગ્યુ સંબંધિત પરીક્ષણો કરવામાં આવ્યા, જે પછી તેની સારવાર ચાલી રહી છે.આ બાબત સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ ગિલના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યું છે. શુક્રવારે ટેસ્ટિંગનો બીજો રાઉન્ડ કરવામાં આવશે. આ પછી જ નક્કી થશે કે શુભમન ગિલ કાંગારૂ ટીમ સામે રમશે કે નહીં.?

 

 

તો પછી કોણ કરશે ઈશાન કિશન મોટો દાવેદાર?

જો શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈના ચેપોકમાં રમી શકશે નહીં તે  મોટો સવાલ એ છે કે આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે કોણ ઓપનિંગ કરશે? આવી સ્થિતિમાં આ મહત્વપૂર્ણ મેચમાં રોહિત શર્માની જગ્યાએ ઈશાન કિશન ઓપનિંગ કરી શકે છે.એક અન્ય દાવેદાર કેએલ રાહુલ પણ છે, કારણ કે એશિયા કપમાં પરત ફર્યા બાદ તે શાનદાર ફોર્મમાં છે. પરંતુ, જો ગિલ કોઈપણ સંજોગોમાં નહીં રમે તો તે ભારત માટે મોટો ફટકો હશે.

ન્યૂઝીલેન્ડ સામે શાનદાર બેવડી સદી ફટકારી હતી

ગિલે આ વર્ષની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડ સામે શાનદાર બેવડી સદી ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં તેના ખરાબ પ્રદર્શનને બાજુ પર રાખીને તેણે શાનદાર બેટિંગ કરી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં તે એક અલગ જ રંગમાં હતો. જ્યાં તે આ સિઝનમાં સૌથી વધુ 890 રન બનાવનાર ખેલાડી હતો. તેણે તાજેતરમાં એશિયા કપમાં પણ 302 રન બનાવ્યા હતા. ગિલનો તેની છેલ્લી કેટલીક ઇનિંગ્સમાં સ્કોર 104, 74, 27*, 121, 19, 58 અને 67* રહ્યો છે.

 

શુભમન ગિલના રેકોર્ડ અને આંકડા

શુભમન ગિલ 35 ODI રમી ચૂક્યો છે, જેમાં તેણે અત્યાર સુધીમાં 66.10ની એવરેજ અને 102.84ની સ્ટ્રાઈક રેટથી પોતાના બેટથી 1917 રન બનાવ્યા છે. વનડેમાં તેના નામે 6 સદી અને 9 અડધી સદી છે. આવી સ્થિતિમાં તેને વનડેમાં ટીમમાં રાખવો ખૂબ જ જરૂરી છે. જ્યારે 11 T20 ઈન્ટરનેશનલ મેચોમાં શુભમન ગીલે 11 મેચમાં 30.40ની એવરેજથી 304 રન બનાવ્યા છે. જ્યારે ગિલે 18 ટેસ્ટની 33 ઇનિંગ્સમાં 32.20ની એવરેજથી 966 રન બનાવ્યા છે.

ભારતીય ટીમનું વર્લ્ડ કપ શેડ્યૂલ

8 ઑક્ટોબર વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા, ચેન્નાઈ
11 ઓક્ટોબર વિરુદ્ધ અફઘાનિસ્તાન દિલ્હી
14 ઓક્ટોબર વિરુદ્ધ પાકિસ્તાન, અમદાવાદ
19 ઓક્ટોબર વિ. બાંગ્લાદેશ, પુણે
22 ઓક્ટોબર vs ન્યુઝીલેન્ડ, ધર્મશાલા
29 ઓક્ટોબર વિરુદ્ધ ઈંગ્લેન્ડ, લખનૌ
2 નવેમ્બર વિ. શ્રીલંકા, મુંબઈ
5 નવેમ્બર વિ. દક્ષિણ આફ્રિકા, કોલકાતા
12 નવેમ્બર vs નેધરલેન્ડ, બેંગલુરુ

 

આ પણ વાંચો-કોણ છે રચિન ? સચિન અને રાહુલ સાથે શું છે સંબંધ, જાણો

 

Tags :
Cricket World Cup 2023icc world cup 2023ODI World Cup 2023Shubman GillTeam Indiaworld cup 2023
Next Article