Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IPL 2024 Schdule :IPL મેચોનું શિડ્યુઅલ જાહેર, જાણો કોણ કોની સામે ક્યારે ટકરાશે?

IPL 2024 Schdule : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024નું શેડ્યૂલ (IPL 2024 Schdule) આવી ગયું છે. આ જાહેરાત આજે (22 ફેબ્રુઆરી) કરવામાં આવી હતી. આઈપીએલના શિડ્યુલની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે સમય આવી ગયો છે ત્યારે IPLમાં પ્રથમ મેચ...
06:16 PM Feb 22, 2024 IST | Hiren Dave
TATA IPL 2024

IPL 2024 Schdule : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024નું શેડ્યૂલ (IPL 2024 Schdule) આવી ગયું છે. આ જાહેરાત આજે (22 ફેબ્રુઆરી) કરવામાં આવી હતી. આઈપીએલના શિડ્યુલની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે સમય આવી ગયો છે ત્યારે IPLમાં પ્રથમ મેચ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhon)ની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને વિરાટ કોહલીની (Virat Kohli)રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ ચેન્નાઈમાં રમાશે. સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, પ્રથમ 21 મેચો (22 માર્ચથી 7 એપ્રિલ સુધી)નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.

 

ભારતમાં થશે ટૂર્નામેન્ટનું આયોજન

IPLના અધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું છે કે સમગ્ર ટૂર્નામેન્ટ ભારતમાં જ આયોજિત કરવામાં આવશે. ફક્ત 2009 માં જ IPL સંપૂર્ણ રીતે વિદેશ (દક્ષિણ આફ્રિકા) માં રમાઈ હતી, જ્યારે 2014 માં, સામાન્ય ચૂંટણીઓને કારણે, કેટલીક મેચ યુએઈમાં રમાઈ હતી. જો કે, 2019માં સામાન્ય ચૂંટણીઓ હોવા છતાં આ ટુર્નામેન્ટ ભારતમાં યોજાઈ હતી. આઈપીએલ સમાપ્ત થયાના થોડા દિવસો બાદ જ T20 વર્લ્ડ કપ શરૂ થશે તે જોતાં, 26 મેના રોજ ફાઈનલ યોજાય તેવી શક્યતા છે.

 

GT હોમ ગ્રાઉન્ડમાં રમશે પ્રથમ મેચ

ગુજરાત ટાઇટન્સ તેની પ્રથમ બે મેચ પોતાના હોમ ગ્રાઉન્ડ અમદાવાદમાં રમશે જ્યારે ત્રીજી મેચ વાઇઝેગમાં રમશે. દિલ્હી કેપિટલ્સ તેની પ્રથમ બે મેચ વિશાખાપટ્ટનમમાં રમશે. વિમેન્સ પ્રીમિયર લીગની ફાઈનલ દિલ્હીમાં રમાશે, તે પછી તરત જ આઈપીએલ માટે મેદાન તૈયાર કરવામાં સમય લાગશે. આ કારણોસર દિલ્હીની પ્રથમ બે મેચ વિશાખાપટ્ટનમમાં યોજાશે. દેશમાં આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીને કારણે IPLનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી. હવે 15 દિવસનો કાર્યક્રમ બહાર આવ્યો છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ બાકીની મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવશે.

22 માર્ચથી શરૂ થશે ટૂર્નામેન્ટ

ધૂમલે જણાવ્યું કે ટૂર્નામેન્ટ 22 માર્ચથી ચેન્નાઈમાં શરૂ થશે. જો કે, તેણે એ પણ માહિતી આપી હતી કે પ્રથમ 15 દિવસનું શેડ્યૂલ જાહેર કરવામાં આવશે, જે મુજબ બાકીની ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. અહેવાલો અનુસાર, લોકસભાની ચૂંટણી બાદ સમગ્ર ટૂર્નામેન્ટ ભારતમાં જ રમાશે.

આ ચાર દિવસમાં ડબલ હેડર મુકાબલા યોજાશે

 

આ  પણ  વાંચો  - ગુજરાત ટાઈટન્સને ઝટકો, મોહમ્મદ શમી IPL 2024 માંથી બહાર, જાણો શું છે કારણ

 

Tags :
CricketCWC23ENGvINDIndian Cricket TeamINDvENGIPLIPL 2024 SchduleIPL2024Mahendra singh DhonimsdhoniRohitSharmaTATAIPLTeamIndiaVirat Kohli
Next Article