Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL 2024, RCB vs RR Eliminator Match : કરોડો દિલોને લાગશે ઝટકો! શું RCB આજે મેચ રમ્યા વિના જ થઇ જશે બહાર?

IPL 2024, RCB vs RR Eliminator Match : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં એલિમિનેટર મેચ થવાની છે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમો આમને સામને...
ipl 2024  rcb vs rr eliminator match   કરોડો દિલોને લાગશે ઝટકો  શું rcb આજે મેચ રમ્યા વિના જ થઇ જશે બહાર

IPL 2024, RCB vs RR Eliminator Match : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં એલિમિનેટર મેચ થવાની છે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમો આમને સામને જોવા મળશે. મેચ સાંજે 7.30 વાગ્યાથી રમાવાની શરૂ થશે. આ મેચમાં સંજુ સેમસન (Sanju Samson) ની કપ્તાનીવાળી રાજસ્થાનની ટીમ (RR) ને આત્મવિશ્વાસથી ભરપૂર વિરાટ કોહલી (Virat Kohli) ની ટીમ બેંગલુરુ તરફથી સખત પડકારનો સામનો કરવો પડશે. ફાફ ડુ પ્લેસિસ (Faf DuPlessis) ની કપ્તાનીમાં RCB એ ચમત્કારિક પ્રદર્શન કર્યું છે અને પ્લેઓફ (Playoffs) માં પહોંચી છે.

Advertisement

શું આજે RCB થઇ જશે બહાર?

ક્રિકેટમાં ઘણી મેચો એવી હોય છે કે જે શરૂ થયા પહેલા તેને જોવાની ઇચ્છા ફેન્સમાં સૌથી વધુ હોય છે. આજની મેચ પણ કઇંક આવી જ છે. જ્યા એક તરફ રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમને સામને જોવા મળશે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે અનહોની કો હોની કર દે જીસકા નામ હૈ મહેન્દ્ર સિંહ ધોની પણ આ વખતે આ કામ RCB ની ટીમે કરી બતાવ્યું છે. આ ટીમે તમામ ક્રિકેટ પંડિતો, નિષ્ણાતો અને ભૂતપૂર્વ ક્રિકેટરોને ખોટા સાબિત કર્યા છે. એક સમયે RCB ની પ્લેઓફમાં પહોંચવાની આશા ઘણી ઓછી હતી, ત્યાથી આ ટીમ સતત 6 મેચ જીતીને અશક્યને શક્યુ બનાવી ટોપ 4 માં પ્રવેશ કરવામાં સફળ રહી છે.

Advertisement

ટીમનો આ સીઝનમાં સઘર્ષ બતાવે છે કે ટીમ આ વખતે IPL 2024 નું ટાઈટલ જીતવા માટે કેટલી મહેનત કરી રહી છે. જોકે, આજે જે ટીમ સારું રમશે તે જીતશે. પણ શું તમે જાણો છો કે RCB એલિમિનેટર મેચ રમ્યા વિના પણ ફાઈનલની રેસમાંથી બહાર થઈ શકે છે. એટલે કે કઇંક એવું બને અને ફરી એકવાર કરોડો દિલ તૂટી જશે. સૌથી પહેલા તમને જણાવી દઇએ કે, IPL ગવર્નિંગ કાઉન્સિલે પ્લેઓફ મેચો માટે રિઝર્વ ડે રાખ્યો નથી. આવી સ્થિતિમાં, જો આજે વરસાદ એલિમિનેટર મેચમાં વિક્ષેપ પાડે છે, તો મેચનું પરિણામ સુપર ઓવર દ્વારા નક્કી કરવામાં આવશે. પણ જો સુપર ઓવરની સ્થિતિ નહીં સર્જાય તો RCB બહાર થઈ જશે અને રાજસ્થાન ક્વોલિફાયર મેચ રમશે.

આ કારણથી RR ને મળી શકી છે ક્વોલિફાયર-2માં સ્થાન!

જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સ ટીમ લીગ સ્ટેજમાં ત્રીજા સ્થાને હતી. આ સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચોથું સ્થાન મેળવીને પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. આવી સ્થિતિમાં જો આ મેચ રદ્દ થશે તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આ સિઝન સમાપ્ત થઈ જશે. વાસ્તવમાં, રાજસ્થાન રોયલ્સ ટીમ લીગ તબક્કામાં RCB થી આગળ હતી. જેના કારણે તે ક્વોલિફાયર-2માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. જો કે અમદાવાદમાં આજે હવામાન ચોખ્ખું રહેવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, આ મેચમાં કોઈ ખલેલ પડશે નહીં.

Advertisement

RCB vs RR હેડ ટુ હેડ રેકોર્ડ્સ

IPLમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RR vs RCB) વચ્ચે અત્યાર સુધીમાં 31 મેચ રમાઈ છે, જેમાં RCBએ 15 મેચ જીતી છે જ્યારે રાજસ્થાન રોયલ્સ 13 મેચ જીતવામાં સફળ રહી છે. જ્યારે 3 મેચ પરિણામ વિના સમાપ્ત થઈ હતી. જો જોવામાં આવે તો અત્યાર સુધી બેંગલુરુ રાજસ્થાન પર પ્રભુત્વ ધરાવે છે.

કુલ મેચો- 31

રાજસ્થાન રોયલ્સ જીત્યું- 13

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જીત્યું- 15

અનિર્ણિત- 3

બંને ટીમોના ખેલાડીઓ

રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (કેપ્ટન), આબિદ મુશ્તાક, અવેશ ખાન, ધ્રુવ જુરેલ, ડોનોવન ફરેરા, જોસ બટલર, કુલદીપ સેન, કૃણાલ સિંહ રાઠોડ, નાન્દ્રે બર્જર, નવદીપ સૈની, રવિચંદ્રન અશ્વિન, રેયાન પરાગ, સંદીપ શર્મા, શિમરોન હેટમિયર, શબ દુબે, રોવમેન પોવેલ, ટોમ કોહલર-કેડમોર, ટ્રેન્ટ બોલ્ટ, યશસ્વી જયસ્વાલ, યુઝવેન્દ્ર ચહલ અને તનુષ કોટિયન.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફાફ ડુ પ્લેસીસ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, વિરાટ કોહલી, રજત પાટીદાર, અનુજ રાવત, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વિલ જેક્સ, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, મનોજ ભંડાગે, મયંક ડાગર, વિજયકુમાર, દીપક, વિજયકુમાર, દીપિકા. મોહમ્મદ સિરાજ, રીસ ટોપલી, હિમાંશુ શર્મા, રાજન કુમાર, કેમેરોન ગ્રીન, અલઝારી જોસેફ, યશ દયાલ, ટોમ કુરન, લોકી ફર્ગ્યુસન, સ્વપ્નિલ સિંહ, સૌરવ ચૌહાણ.

આ પણ વાંચો - RCB vs RR: Eliminatorમાં કિંગ કોહલી રચશે ઈતિહાસ! IPLમાં કોઈ બેટ્સમેન આવું કરી શક્યો નથી

આ પણ વાંચો - KKR vs SRH:કોલકાતાએ હૈદરાબાદને 8 વિકેટે હરાવી ફાઇનલમાં કરી એન્ટ્રી

Tags :
Advertisement

.