Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL 2024 : IPLની ઓપનિંગ સેરેમની યોજાઇ, AR Rahma ના પરફોર્મન્સથી સ્ટેડિયમ ગુંજવ્યુ

IPL 2024  : દેશમાં ક્રિકેટના સૌથી મોટા તહેવાર IPLની 17મી સિઝનનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. IPL 2024 ની ઓપનિંગ સેરેમની શરૂ થઈ ગઇ છે. અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની સ્ટેજ પર એન્ટ્રી થઇ છે. રંગારંગ સમારોહની શરૂઆત અક્ષય...
ipl 2024   iplની ઓપનિંગ સેરેમની યોજાઇ  ar rahma ના પરફોર્મન્સથી સ્ટેડિયમ ગુંજવ્યુ

IPL 2024  : દેશમાં ક્રિકેટના સૌથી મોટા તહેવાર IPLની 17મી સિઝનનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. IPL 2024 ની ઓપનિંગ સેરેમની શરૂ થઈ ગઇ છે. અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની સ્ટેજ પર એન્ટ્રી થઇ છે. રંગારંગ સમારોહની શરૂઆત અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ દ્વારા 'સારે જહાં સે અચ્છા..' સોન્ગ સાથે થઈ હતી. પછી તેણે 'હબીબી' ગીત પર પરફોર્મ કર્યું. હબીબી ગીત પર ટાઈગરે સોલો પરફોર્મ કર્યું હતું

Advertisement

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફનું પરફોર્મન્સ

અક્ષય અને ટાઇગર ફિલ્મ બડે મિયાં છોટે મિયાંમાં સાથે કામ કર્યુ છે. અક્ષયે દેશી બોયઝના ગીત 'સુબહ હોને ના દે..' પર પરફોર્મ કર્યું હતું. ત્યારબાદ તેણે ભૂલ ભુલૈયા ગીત પર પરફોર્મ કર્યું. 'પાર્ટી ઓલ નાઈટ..' ગીત પર પણ પરફોર્મ કર્યું હતું. આ ઉપરાંત બન્નેએ 'ચુરા કે દિલ મેરા ગોરિયા ચલી ગીત..' પર પરફોર્મ કર્યું હતું.

Advertisement

Advertisement

અક્ષય કુમારે હાઉસફુલ 4 ના બાલા-બાલા ગીત પર ડાન્સ કર્યો હતો. ત્યારબાદ અક્ષય અને ટાઇગર બાઇક પર સુનો ગૌર સે દુનિયાવાલો ગીત પર સ્ટેડિયમની આસપાસ ફર્યા હતા. આ જોઈને ચાહકો પોતાની ઉત્તેજના પર કાબૂ રાખી શક્યા નહીં. ચાહકોએ બંનેને ખૂબ જ ચીયર કર્યા હતા.

સોનુ નિગમ અને એઆર રહેમાનનું પરફોર્મ

અક્ષય-ટાઈગર પછી સોનુ નિગમે પોતાના અવાજનો જાદુ ફેલાવ્યો. તેમણે વંદે માતરમ ગાયું અને ચાહકોનું દિલ જીતી લીધું. સોનુ નિગમ પછી, એઆર રહેમાને મા તુઝે સલામ ગીત પર પરફોર્મ કર્યું.

તેમણે પોતાના અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. એઆર રહેમાનને સાથ આપવા મોહિત ચૌહાણ પહોંચ્યા. મોહિતે ઈશ્ક મિટ્ટા ગાયું. ત્યારબાદ મોહિતે રહેમાન દ્વારા રચિત ફિલ્મ દિલ્હી-6નું મસકલી ગીત ગાયું હતુ.

નીતિ મોહને કર્યું પરફોર્મન્સ

નીતિ મોહન પણ પરફોર્મ કરવા આવી છે. તેણે બરસો રે મેઘા-મેઘા ગીત પર પરફોર્મ કર્યું હતું. અન્ય મહિલા ગાયિકાએ તેને સાથ આપ્યો. આ બંનેએ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં પોતાના પ્રદર્શનથી દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ઉપરાંત સોનુ નિગમે ચેપોક ખાતેના ઉદઘાટન પોતાના ગીત સતરંગી રે પર સમગ્ર સ્ટેડિયમને મંત્રમુગ્ધ કરી દીધુ હતું.

એઆર રહેમાને પરફોર્મન્સથી સ્ટેડિયમ ગુંજવ્યુ

એઆર રહેમાને આખી ટીમ સાથે લોકપ્રિય ગીત ચલ છૈયાં છૈયાં પર પરફોર્મ કર્યું હતું. એઆર રહેમાન સાથે આખી ટીમ સાથે જય હો ગીત પર પરફોર્મ કર્યું હતું. આ ગીતે ઓસ્કાર એવોર્ડ પણ જીત્યો હતો. આ ગીત સાથે, રહેમાન, મોહિત ચૌહાણ અને નીતિ મોહન સાથે મળીને પર્ફોર્મન્સ કરી ઓપનિંગ સેરેમનીનુ સમાપન કર્યું.

આ  પણ  વાંચો - World record : MS Dhoni IPL માં વધુ એક વર્લ્ડ રેકોર્ડ બનાવશે 

આ  પણ  વાંચો -IPL 2024 Opening Ceremony LIVE Updates: IPL 2024ની ઓપનિંગ સેરેમની શરૂ થઈ, અક્ષય કુમારે મચાવી ધમાલ

આ  પણ  વાંચો - CSK New Captain : CSKએ નવા કેપ્ટનની કરી જાહેરાત, ધોનીની જગ્યાએ બન્યો આ કેપ્ટન

Tags :
Advertisement

.