IPL 2024: કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલ RCB સાથે જોડાયા
IPL 2024: આઈપીએલ 2024 (IPL 2024)ની શરૂઆત 22 માર્ચથી થવાની છે. પ્રથમ મુકાબલો ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાવાનો છે. આઈપીએલને લઈને તમામ ટીમ તૈયારીમાં જોડાઈ ગઈ છે. મોટાભાગના પ્લેયર પોતપોતાની ટીમો સાથે જોડાઈ ગયા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) નો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલ પણ ટીમ સાથે બેંગલુરુમાં જોડાઈ ગયા છે.
RCB નો સ્ટાર બેટ્સેમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હાલ ટીમ સાથે જોડાયો નથી. વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે 5 મેચોની ટેસ્ટ સિરીઝમાં પણ રમ્યો ન હતો. જો કે, હવે તે આઈપીએલમાં વાપસી માટે તૈયાર છે. મળતી માહિતી મુજબ વિરાટ કોહલી 16 માર્ચ પહેલા ટીમ સાથે જોડાઈ શકે છે .
વિરાટ કોહલી 19 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેમ્પમાં સામેલ થઈ શકે છે કારણ કે આ તારીખે ટીમનો 'અનબોક્સ' શો યોજાશે. કોહલી છેલ્લે અફઘાનિસ્તાન સામે રમાયેલી ટી-20 શ્રેણીમાં જોવા મળ્યો હતો. આ પછી તે લંડનની સડકો પર જોવા મળ્યો હતો.
કોહલીએ આ વાતની પુષ્ટિ કરી નથી
જો કે RCBના વિરાટ કોહલીએ એ વાતની પુષ્ટિ કરી નથી કે તે 19 માર્ચે ટીમ સાથે શોમાં જોવા મળશે. આ સિવાય કોહલી ખરેખર IPL 2024માં રમશે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ટુર્નામેન્ટ ખૂબ જ નજીક છે અને તે ક્યાંય દેખાતો નથી.
IPL બાદ T20 વર્લ્ડ કપ 2024 રમાવાનો છે. જેમાં કોહલીની પસંદગી પર પહેલાથી જ સવાલો ઉઠી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને T20 વર્લ્ડ કપ ટીમથી દૂર રાખવામાં આવી શકે છે. BCCIના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, જ્યાં સુધી અમને ખબર છે. તે IPL રમશે. પરંતુ જ્યારે તે RCB ટીમમાં સામેલ થશે.તે તેના અને તેની ટીમ પર નિર્ભર રહેશે. અમે તેના વિશે સાંભળ્યું નથી કારણ કે તે છે. વિરામ પર. દેખીતી રીતે, IPL ખેલાડીઓની પસંદગીમાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો - MIW Vs RCBW : RCB એ મુંબઈ ઈન્ડિયન્સને હરાવી પ્લેઓફમાં કરી એન્ટ્રી
આ પણ વાંચો - Rishabh Pant : BCCI એ ઋષભ પંતને લઈ આપી માહિતી
આ પણ વાંચો - ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત બાદ BCCI એ ખેલાડીઓ માટે કરી સૌથી મોટી જાહેરાત