IND vs AUS Fina : વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતનું સપનું તૂટ્યું, 6 વિકેટથી થઈ હાર
આજે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ (ICC Cricket World cup Final) મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટોસ જીતી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ભારતીય ટીમે 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા. ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે ટાર્ગેટને પૂર્ણ કરીને ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી લીધી છે.
ટ્રેવિસ હેડ અને માર્નસ લેબુશેને અપેક્ષાઓ ખતમ કરી
ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેન સામે ટીમ ઈન્ડિયાની બોલિંગ ખૂબ જ સામાન્ય દેખાતી હતી. જો કે, મોહમ્મદ શમી અને બુમરાહે ચોક્કસપણે ઓસ્ટ્રેલિયાને શરૂઆતના આંચકા આપ્યા હતા, ત્યારબાદ ભારતીય ચાહકોની આશાઓ વધી ગઈ હતી. ટ્રેવિસ હેડ પણ ભારતીય સ્પિનરને ખૂબ સારી રીતે રમ્યો હતો. ડેવિડ વોર્નર, મિશેલ માર્શ અને સ્ટીવ સ્મિથની વિકેટ વહેલી પડી જતાં ભારત તે દબાણ જાળવી શક્યું ન હતું.હેડ અને લેબુશેને ચોથી વિકેટ માટે 192 રનની ભાગીદારી કરી હતી. હેડે પોતાની ઇનિંગમાં 15 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. લાબુશેનના બેટમાંથી ચાર ચોગ્ગા આવ્યા. બંનેએ ભારતીય બોલરોને આસાનીથી રમાડ્યા અને પોતાની ટીમની જીત સુનિશ્ચિત કરી.
ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીત્યો
આ ફાઈનલ જીતીને ઓસ્ટ્રેલિયાએ 6 વર્લ્ડ કપ ટાઈટલ જીત્યા છે. આ મેચમાં માર્નસ લાબુશેને ટ્રેવિસ હેડને ખૂબ સારો સાથ આપ્યો હતો. લાબુશેને તેની ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.
ભારતે 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો
ભારતની શરૂઆત સારી રહી ન હતી, શુભમન ગિલ વહેલો આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. જોકે, કેપ્ટન રોહિત શર્માએ પોતાની લય જાળવી રાખી અને શાનદાર બેટિંગ કરી. આ સિવાય કેએલ રાહુલે ભારત તરફથી સૌથી વધુ 66 રન બનાવ્યા હતા. જ્યારે કોહલીએ 54 રન અને રોહિત શર્માએ 47 રનનું યોગદાન આપ્યું હતું.બોલિંગની વાત કરીએ તો ભારત તરફથી બુમરાહે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીને એક-એક વિકેટ મળી હતી.