Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

World Cup 2023 : ઓસ્ટ્રેલિયા સામે બદલો લેવા ભારતીય ટીમ તૈયાર, બની રહ્યા છે જીતના આ સમીકરણ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાનાર છે. પરંતુ તે પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયાની હાર-જીતની સંભાવનાઓને લઈને અલગ-અલગ એન્ગલથી અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. ભારત 12 વર્ષ બાદ જયારે ઓસ્ટ્રેલિયા 8 વર્ષ બાદ ODI World...
04:10 PM Nov 18, 2023 IST | Hiren Dave

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાનાર છે. પરંતુ તે પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયાની હાર-જીતની સંભાવનાઓને લઈને અલગ-અલગ એન્ગલથી અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. ભારત 12 વર્ષ બાદ જયારે ઓસ્ટ્રેલિયા 8 વર્ષ બાદ ODI World Cupના ફાઈનલમાં પહોંચ્યું છે. ભારતીય ટીમે મહેન્દ્ર સિંહધોનીના નેતૃત્વ હેઠળ વર્ષ 2011માં શ્રીલંકાને હરાવીને વર્લ્ડ કપ જીત્યું હતું. જયારે પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2015માં ન્યુઝીલેન્ડને હરાવીને વર્લ્ડ કપ જીત્યું હતું. આવતીકાલે રમાનાર મેચ પહેલા ક્રિકેટ નિષ્ણાંતોએ હાર-જીતના જૂના સમીકરણો પર નજર નાખવાનું શરુ કરી દીધું છે.

 

20 વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા સામસામે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 20 વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા સામસામે હશે. આ પહેલા બંને ટીમો વચ્ચે ODI World Cup 2003માં સાઉથ આફ્રિકામાં ટક્કર થઇ હતી. તે ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 125 રનહતી હરાવ્યું હતું. મીડિયામાં છપાયેલા અહેવાલો અનુસાર વર્તમાન ભારતીય ટીમની સ્થિતિ 20 વર્ષ પહેલા જીતેલી ઓસ્ટ્રેલિયાની ટીમ જેવી છે. જો કે ક્રિકેટ નિષ્ણાતો ભારતીય ટીમને ફેવરિટ ગણાવી રહ્યા છે, પરંતુ એવા ઘણા સમીકરણો છે જે ભારતીય ટીમને વિજેતા બનાવવામાં મજબૂત ભૂમિકા ભજવી શકે છે. જ્યાં એક તરફ છેલ્લા ત્રણ વર્લ્ડ કપમાં યજમાન ટીમ વિજેતા રહી હતી, તો બીજી તરફ વધુ એક ચોંકાવનારું સમીકરણ સામે આવ્યું છે. ભારતીય ટીમ આ સંભાવનાઓએ પ્રબળ બનાવવા અને ઓસ્ટ્રેલિયાથી 2003નો બદલો લેવા માટે અમદાવાદના સ્ટેડિયમમાં શખત મહેનત કરી રહી છે.

 

ભારતની જીતના સંયોગ

સાઉથ આફ્રિકા, કેન્યા અને બાંગ્લાદેશની યજમાનીમાં ODI World Cup 2003 રમાયું હતું. રિકી પોન્ટિંગની આગેવાની હેઠળ ઓસ્ટ્રેલિયાની ટીમ લીગ સ્ટેજ સહિત 10 મેચ જીતીને અજેય રહીને ફાઇનલમાં પહોંચી હતી. ODI World Cup 2023માં પણ રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ લીગ સ્ટેજ સહિત 10 મેચ જીતીને અજેય રહીને ફાઇનલમાં પહોંચી છે. આવી જ રીતે ODI World Cup 2003માં ભારતીય ટીમ 8 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી હતી જ્યારે ODI World Cup 2023માં પેટ કમિન્સની ટીમ 8 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી છે.

 

ભારત ચોથી વખત વર્લ્ડ કપ ફાઈનલમાં

ભારતે ODI World Cup 2023માં ઓસ્ટ્રેલિયાને લીગ સ્ટેજમાં હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાએ ODI World Cup 2003માં ભારતને લીગ સ્ટેજમાં હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ODI World Cup 2003ની ફાઈનલમાં ભારતને હરાવી ત્રીજી વખત વર્લ્ડ કપ જીત્યું હતું. આવું જ સમીકરણ ODI World Cup 2023માં ભારતીય ટીમ માટે બની રહ્યું છે. ભારતીય ટીમે વર્ષ 1983 અને 2011માં વર્લ્ડ કપ જીત્યો છે. ભારત ચોથી વખત ODI World Cupના ફાઈનલમાં પહોંચ્યું છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા છટ્ઠી વખત ટાઈટલ પોતાના નામે કરવા મેદાનમાં ઉતરશે.

 

 

આ  પણ  વાંચો -WORLD CUP 2023 : આ ગ્રહો અપાવશે ભારતને…….! વાંચો અહેવાલ..

 

Tags :
cwc-2023IND VS AUSrohit sharmaworld cup 2023World-Cup-2023-Final-Equations
Next Article