ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

India vs Bangladesh: શુભમન ગિલને ચીયર કરતી જોવા મળી સારા તેંડુલકર, જુઓ video

ભારતીય ઓપનર શુભમન ગિલ હાલ પોતાના કરિયરના શ્રેષ્ઠ ફોર્મમાં છે. શુભમન આ વર્ષે વનડેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે અને આજે વર્લ્ડ કપ 2023માં ટીમ ઇન્ડિયાની ચોથી મેચમાં તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ ફિફટી ફટકારીને પોતાનું ફોર્મ જાળવી રાખ્યું હતું.  ...
10:48 PM Oct 19, 2023 IST | Hiren Dave

ભારતીય ઓપનર શુભમન ગિલ હાલ પોતાના કરિયરના શ્રેષ્ઠ ફોર્મમાં છે. શુભમન આ વર્ષે વનડેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે અને આજે વર્લ્ડ કપ 2023માં ટીમ ઇન્ડિયાની ચોથી મેચમાં તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ ફિફટી ફટકારીને પોતાનું ફોર્મ જાળવી રાખ્યું હતું.

 

આ મેચમાં સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર તેને સપોર્ટ કરતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, શુભમન ગિલે વર્લ્ડ કપની પ્રથમ બે મેચ ડેન્ગ્યુ થયો હોવાથી ગુમાવી હતી. તેણે પાકિસ્તાન સામેની મેચમાં કમબેક કર્યું હતું પણ પોતાનો પ્રભાવ છોડવામાં નિષ્ફ્ળ રહ્યો હતો. તે 16 રનના સ્કોરે પેવેલિયન ભેગો થયો હતો.

 

 

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

આજે સારા તેંડુલકરને સ્ટેડિયમમાં જોઈને ફેન્સ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. શુભમન બાઉન્ડરી ફટકારી ત્યારે સારા ખુશ થઈને ટાળી પાડી રહી હતી. ગિલની ફિફટી પૂરી થઈ ત્યારે પણ સારાએ સ્ટેન્ડમાંથી તેને એપ્રીશીયેટ કરતી જોવા મળી હતી. આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફેન્સને શુભમન-સારાની કેમેસ્ટ્રી જોઈને અનુષ્કા-વિરાટના જુના દિવસો યાદ આવી ગયા, જ્યારે લગ્ન પહેલાં વિરાટને સપોર્ટ કરવા અનુષ્કા સ્ટેડિયમમાં આવતી હતી.

સારાની હાજરીમાં વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ ફિફટી ફટકારી
શુભમને ગિલે આજે પોતાના વનડે કરિયરની 10મી અને વનડે વર્લ્ડ કપમાં પ્રથમ ફિફટી ફટકારી છે. તેણે 55 બોલની ઇનિંગ્સ દરમિયાન 5 ફોર અને 2 સિક્સની મદદથી 53 રન બનાવ્યા હતા. તે મહેદી હસનની બોલિંગમાં બાઉન્ડરી પર મહમદુલ્લાહના હાથે કેચ આઉટ થયો હતો.

આ  પણ  વાંચો -IND VS BAN : વિરાટની સદીની મદદથી ભારતની સતત ચોથી જીત, બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું

 

Tags :
Cricket World Cup 2023IND Vs BANIndia vs BangladeshSara TendulkarSara Tendulkar cheers for Shubman GillSara Tendulkar claps for Shubman GillShubman Gill Hits Boundaryworld cup 2023
Next Article