Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટમાં 27મી સપ્ટેમ્બરે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે મેચ, આ તારીખ થી મળશે ટિકિટ

ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે એશિયા કપ રમી રહી છે. સુપર-4માં શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવીને ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. આ ફાઇનલ રવિવારે 17 ઓગસ્ટના રોજ રમાશે. આ બાદ ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ પહેલાં ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડેની...
રાજકોટમાં 27મી સપ્ટેમ્બરે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે મેચ  આ તારીખ થી મળશે ટિકિટ

ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે એશિયા કપ રમી રહી છે. સુપર-4માં શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવીને ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. આ ફાઇનલ રવિવારે 17 ઓગસ્ટના રોજ રમાશે. આ બાદ ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ પહેલાં ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડેની શ્રેણી રમશે.આ સીરિઝની અંતિમ મેચ 27 સપ્ટેમ્બરના રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાશે. ઉલ્લેખનીય છે કે, શ્રેણીની પ્રથમ મેચ મોહાલી ખાતે 22 સપ્ટેમ્બરે અને બીજી મેચ ઇન્દોર ખાતે 24 સપ્ટેમ્બરે રમાશે.

Advertisement

રાજકોટમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. જેમાં ખંઢેરી સ્ટેડિયમ ખાતે 27 સપ્ટેમ્બરના રોજ મેચ રમાશે. ખંઢેરી સ્ટેડિયમ ખાતે એક દિવસીય મેચનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારથી મેચની ટિકિટનું બુકિંગ શરૂ થશે. તેમાં 1500 રૂપિયાથી લઈ 10,000 રૂપિયા સુધીની ટિકિટના ભાવ જાહેર થયા છે.

Advertisement

22મી સપ્ટેમ્બરના રોજ મોહાલી ખાતે પ્રથમ વન-ડે મેચ રમાશે

આગામી 18 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધીથી ઓસ્ટ્રેલિયા ટીમ ભારતની મુલાકાતે આવવાની છે, ત્યારે 22મી સપ્ટેમ્બરના રોજ મોહાલી ખાતે પ્રથમ વન-ડે મેચ રમાશે. જ્યારે 24મી સપ્ટેમ્બરના રોજ ઇન્દોર ખાતે બીજો વન-ડે મેચ રમાશે. ત્રણ એક દિવસીય મેચની શૃંખલાનો અંતિમ મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાવવાનો છે. ત્યારે સંભવત 25 તારીખના રોજ ટીમ ઇન્ડિયાની ટીમ ઓસ્ટ્રેલિયા રાજકોટ ખાતે આવી પહોંચશે.

Advertisement

26 તારીખના રોજ બંને ટીમ ખંઢેરી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરશે

26 તારીખના રોજ બંને ટીમ ખંઢેરી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરશે, તેમજ પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધશે. તેમજ 27મી તારીખના રોજ બપોરના દોઢ વાગ્યાથી બંને દેશની ક્રિકેટ ટીમ વચ્ચે વન-ડે મેચ શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં ટીમ ઇંગ્લેન્ડ પણ રાજકોટ શહેર ખાતે મહેમાન બનવા જઈ રહી છે. ટીમ ઇંગ્લેન્ડ ભારત ખાતે આવીને પાંચ જેટલી ટેસ્ટ મેચ રમશે. જે ટેસ્ટ મેચ અંતર્ગત ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરી 2024થી 19 ફેબ્રુઆરી 2024 સુધી રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે યોજાવવાની છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ રમાશે

BCCIએ 2023-24 સીઝન માટે ભારતીય ક્રિકેટ ટીમનું શેડ્યૂલ જાહેર પણ કરી દીધું છે. ઑક્ટોબર-નવેમ્બરથી ઘરઆંગણે શરૂ થઈ રહેલા 2023 ODI વર્લ્ડ કપ પહેલા, રોહિત બ્રિગેડ ઑસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ODI સિરીઝ રમશે. વર્લ્ડકપની તૈયારીના સંદર્ભમાં ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ODI વર્લ્ડ કપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ રમાશે.

આ  પણ  વાંચો-PAK VS SL : આજે ફાઇનલની એન્ટ્રી માટે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ‘કરો યા મરો’ની લડાઈ

Tags :
Advertisement

.