IND vs SL: કોલંબોમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર,જાણો પિચ રિપોર્ટ
2023 એશિયા કપમાં ટીમ ઈન્ડિયા આજે એટલે મંગળવારે શ્રીલંકા વિરુદ્ધ મેચ રમશે. આ મેચમાં પણ વરસાદ થવાની સંભાવના છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મેચ કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમવામાં આવશે. સાથે આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.
ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મેચ પણ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે અને આ મેચમાં પણ વરસાદની થોડી અસર જોવા મળી શકે છે. હવામાનની આગાહી અનુસાર, કોલંબોમાં બપોરે 2 થી 4 વાગ્યાની વચ્ચે વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં, આ મેચમાં વિલંબ પણ થઈ શકે છે મળતી માહિતી મુજબ, આજની મેચમાં 84 ટકા વરસાદ થવાની સંભાવના છે. જેથી વરસાદ આજની મેચમાં મજા બગાડી શકે છે.
ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ
એશિયા કપ 2023માં આજે ભારત-અને શ્રીલંકા પ્રથમ વખત આમને-સામને આવશે. ભારત ગ્રુપ-સ્ટેજમાં A ગ્રુપમાં હતું અને શ્રીલંકાની ટીમ B- ગ્રુપમાં હતી. જેથી આજે બંને ટીમ વચ્ચે પ્રથમ વખત મેચ રમવામાં આવશે. આજની મેચમાં ભારતીય ટીમે સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે, શ્રીલંકા પોતાના હોમ-ગ્રાઉન્ડમાં મેચ રમશે.
શું બુમરાહને આરામ મળશે?
આ મેચની વાત કરીએ તો ભારતીય ટીમ સતત બે દિવસ મેદાનમાં વિતાવ્યા બાદ આ મેચમાં ઉતરશે. 10 સપ્ટેમ્બર, રવિવારના રોજ તેઓ વધુ સમય ન રમ્યા હોવા છતાં સોમવારે ભારતીય ખેલાડીઓ લાંબા સમય સુધી મેદાનમાં રહ્યા હતા. આવી સ્થિતિમાં શ્રીલંકા સામેની મેચમાં સૌથી મોટો પ્રશ્ન એ થશે કે શું ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં આવશે?
બોલિંગમાં આનો થોડો વિકલ્પ છે, કારણ કે ટીમ ઈન્ડિયા જસપ્રિત બુમરાહની ફિટનેસને લઈને વધુ સતર્ક રહેશે. જોકે, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને માત્ર 32 ઓવરમાં જ આઉટ કરી દીધું હતું, જેમાંથી જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ જેવા ફાસ્ટ બોલરોએ માત્ર 5-5 ઓવર જ ફેંકી હતી. આવી સ્થિતિમાં ટીમ કોઈપણ ફેરફાર કર્યા વિના જીતવાના ઈરાદા સાથે આ મેચમાં ઉતરશે. જો આ મેચમાં ભારત જીતે છે તો બાંગ્લાદેશ સામેની મેચમાં, બુમરાહને આરામ આપી શકે છે.
આ પણ વાંચો -ASIA CUP 2023 : ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રીજી મેચ રમાશે ! જાણો એશિયા કપના સમીકરણો