Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs SA : ભારત 211 રનમાં ઓલ આઉટ, સાઇ સુદર્શને રચ્યો ઈતિહાસ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી વન ડે રમાઇ રહી છે. આ મેચ દક્ષિણ આફ્રિકાના ગકેબેરહાના સેન્ટ જ્યોર્ક પાર્ક સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચ ભારતીય સમય અનુસાર 4:30 વાગ્યે શરૂ થઇ છે. ભારતીય ટીમે પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને...
ind vs sa   ભારત 211 રનમાં ઓલ આઉટ  સાઇ સુદર્શને રચ્યો ઈતિહાસ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી વન ડે રમાઇ રહી છે. આ મેચ દક્ષિણ આફ્રિકાના ગકેબેરહાના સેન્ટ જ્યોર્ક પાર્ક સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચ ભારતીય સમય અનુસાર 4:30 વાગ્યે શરૂ થઇ છે. ભારતીય ટીમે પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં લીડ મેળવી હતી. આ સાથે ભારતીય ટીમ આ મેચમાં જીત મેળવી શ્રેણી પર કબજો કરવાની કોશિશ કરશે જ્યારે દક્ષિણ આફ્રિકા મેચ જીતી સીરીઝને 1-1 પર કરવાની કોશિશ કરશે.

Advertisement

ભારતની ઇનિંગ

Advertisement

211/10 (46.2 ઓવર) - પ્રથમ બેટીંગ કરતા ભારત 211 રન બનાવી ઓલ આઉટ થયુ. ભારતના યુવા બેટ્સમેન સાઇ સુદર્શને 83 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 62 રન બનાવ્યા હતા. તથા કેએલ રાહુલે 64 બોલમાં 7 ફોરની મદદથી 56 રન બનાવ્યા હતા. આ સાથે ભારતનો કોઇ પ્લેયર 20નો આંકડો પાર કરી શક્યો ન હતો. દક્ષિણ આફ્રિકાની વાત કરીયે તો નાન્દ્રે બર્ગરે 10 ઓવરમાં30 રન આપી 3 વિકેટ લીધી હતી. આ ઉપરાંત લિઝાર્ડ વિલિયમ્સ અને કેશવ મ

Advertisement

સાઈ સુદર્શને ફિફ્ટી ફટકારીને ઈતિહાસ રચ્યો 

સાંઈ સુદર્શન 83 બોલમાં 62 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે તેણે એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. સુદર્શન ડેબ્યુ કર્યા બાદ સતત બે ODI મેચમાં ફિફ્ટી ફટકારનાર બીજો ભારતીય બન્યો છે. આ પહેલા આ રેકોર્ડ નવજોત સિંહ સિદ્ધુ (73 અને 75)ના નામે હતો. આ પહેલા સુદર્શને અણનમ 55 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમ આ મેચ જીતીને ઈતિહાસ રચશે

જો ભારતીય ટીમ આ બીજી મેચ પણ જીતી જશે તો તે શ્રેણી 2-0થી કબજે કરશે. આ રીતે, ભારતીય ટીમની દક્ષિણ આફ્રિકા સામે તેના જ ઘરમાં વન-ડે શ્રેણીમાં આ બીજી જીત હશે.અત્યાર સુધી ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની ધરતી પર કુલ 8 દ્વિપક્ષીય વનડે શ્રેણી રમી છે. તેમાંથી એકમાં વિજય થયો છે. આ એકમાત્ર જીત 2018માં મળી હતી. હવે ભારતીય ટીમ આફ્રિકાની ધરતી પર તેની 9મી વનડે શ્રેણી રમી રહી છે. આવી સ્થિતિમાં કેએલ રાહુલ પાસે આ શ્રેણી જીતીને ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે.

આ પણ વાંચો-ગુજરાતના આ ખેલાડી પર થયો પૈસાનો વરસાદ

Tags :
Advertisement

.