Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs PAK: પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી, બુમરાહ અને રાહુલની ટીમમાં એન્ટ્રી

એશિયા કપની સૌથી મોટી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો ટોસ થયો છે. આ ટોસ પાકિસ્તાને જીત્યો છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ કોલંબોના આર.પ્રેમદાસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ અગાઉ ગ્રુપ સ્ટેજમાં ભારત અને...
ind vs pak   પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી  બુમરાહ અને રાહુલની ટીમમાં એન્ટ્રી

એશિયા કપની સૌથી મોટી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો ટોસ થયો છે. આ ટોસ પાકિસ્તાને જીત્યો છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ કોલંબોના આર.પ્રેમદાસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ અગાઉ ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન ટીમ આમને-સામને આવી હતી. જો કે, આ દરમિયાન વરસાદ આયો હતો. જેથી મેચ રદ કરીને બંને ટીમને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો.

Advertisement

2023 એશિયા કપમાં સુપર-4ના મેચ શરૂ થઈ ગયા છે. જેમાં આજે ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને આવશે. બંને ટીમ વચ્ચે આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમવામા આવશે, ત્યારે પાકિસ્તાને આ મેચ માટે પોતાની ટીમ જાહેર કરી છે, જ્યારે BCCIએ હજુ ટીમ જાહેર કરી નથી.

Advertisement

2023 એશિયા કપમાં બીજી વખત ભારત-પાક.આમને-સામને

Advertisement

આ પહેલાં લીગ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને હતી. જો કે, તે મેચ વરસાદના કારણે રદ થઈ હતી. તે મેચમાં માત્ર ભારતની ઈનિંગ પૂર્ણ થઈ હતી. ભારતીય ટીમ 266 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. શાહીન અફરીદીએ આ મેચમાં 4 વિકેટ લીધી હતી તથા હરિસ રઉફ અને નસીમ શાહે 3-3 વિકેટ લીધી હતી.

કેએલ રાહુલ અને જસપ્રીત બુમરાહની વાપસી 

પાકિસ્તાન વિરુદ્ધ મેચ માટે પ્લેઈંગ ઈલેવન નક્કી કરવું એ રોહિત શર્મા માટે સરળ રહેશે નહીં. કારણ કે, જસપ્રીત બુમરાહ અને કેએલ રાહુલ બંને મેચ માટે ઉપલબ્ધ છે. બુમરાહની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી નક્કી છે. સાથ જે પ્રકારે કેએલ રાહુલ શુક્રવારે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો, તેને જોતા લાગી રહ્યું છે કે, રાહુલને પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.

 શ્રેયસ અય્યર ટીમમાં  નહીં  રમે 

ઈશાન કિશને લીગ સ્ટેજમાં પાકિસ્તાન વિરુદ્ધ 82 રનની ઈનિંગ રમી હતી. જેથી ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. આવી સ્થિતિમાં શાર્દુલ ઠાકુરની જગ્યાએ જસપ્રીત બુમરાહ અને શ્રેયસ અય્યરની જગ્યાએ કેએલ રાહુલને સ્થાન મળી શકે છે.

આ  પણ  વાંચો -US OPEN 2023 : US ઓપન 2023માં અમેરિકાની કોકો ગોફ બની ચેમ્પિયન

Tags :
Advertisement

.