IND Vs PAK : ઘાયલ Rohit SHARMA પાક. સામે રમશે ? ફિટનેસ લઈને BCCI એ આપ્યા અપડેટ
IND Vs PAK : T20 વર્લ્ડકપ 2024ની સૌથી મોટી અને રોમાંચક મેચ આગામી 9મી જૂને ભારત અને પાકિસ્તાન (IND Vs PAK)વચ્ચે રમાશે. આ મેગા મેચ T20 વર્લ્ડકપ 2024 ની 19મી મેચ હશે. જે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા (ROHIT SHARMA)નેટ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.
નેટ પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો કેપ્ટન રોહિત શર્મા
નેટ સેશન દરમિયાન 37 વર્ષીય ભારતીય કેપ્ટનના અંગૂઠા પર બૉલ વાગ્યો હતો, જેના પછી ટીમના ફિઝિયો તરત જ તેમની પાસે પહોંચ્યા હતા. બોલ વાગ્યા પછી રોહિતે પોતાનો ગ્લવ્ઝ ઉતાર્યો અને તેના અંગૂઠા તરફ જોયું અને પછી ફિઝિયોએ તેની તપાસ કરી. જોકે, ટેસ્ટિંગ બાદ કેપ્ટન સંપૂર્ણ રીતે ઠીક દેખાયો અને ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી હતી. આવી સ્થિતિમાં એવું લાગે છે કે તે પાકિસ્તાન સામેની મેચ માટે તૈયાર છે.
Plenty of smiles at India training in New York on Friday ahead of their #T20WorldCup match against Pakistan, with a player from a rival camp making a surprise visit 👀 pic.twitter.com/P1waTuAgqp
— ICC (@ICC) June 8, 2024
હાઇ વોલ્ટેજ મેચ વિવાદિત પીચ પર યોજાશે
પાકિસ્તાન સામેની મેચ પહેલા રોહિત શર્માનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રોહિત નેટમાં પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. રોહિતના આ વિડિયોએ ચાહકોમાં જીવ લાવી દીધો છે. રોહિત પ્રેક્ટિસ કરી રહ્યો હતો, તે સ્પષ્ટ છે કે તે હવે ઈજામાંથી બહાર આવી ગયો છે અને પાકિસ્તાન સામેની મેચ રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ અમેરિકાના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ પિચને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. નાસાઉ કાઉન્ટીની પિચને લઈને ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ નિવેદનો આપ્યા છે. જોકે, ICC એ ખાતરી આપી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે સારી પિચ આપવામાં આવશે
આયલેન્ડ વિરૂદ્ધ રોહિત શર્માનું શાનદાર પ્રદર્શન
ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી તેની પ્રથમ મેચમાં ભારતે આયરલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં રોહિત શર્માએ 37 બોલમાં 52 રન બનાવ્યા હતા, પરંતુ બોલ વાગવાને કારણે તેને 10મી ઓવર બાદ મેદાન છોડવું પડ્યું હતું.
ન્યૂયોર્કના ખરાબ સ્ટેડિયમ પર આવ્યું આઇસીસીનું નિવેદન
ભારત અને આયરલેન્ડ વચ્ચેની મેચના એક દિવસ બાદ ICCએ ગુરુવારે એક નિવેદન બહાર પાડ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી ઉપયોગમાં લેવાતી પિચો અપેક્ષાઓ પ્રમાણે નથી.
ભારતની સંભવિત ખેલાડીઓ
ભારતીય ટીમ:- રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ
પાકિસ્તાનના સંભવિત ખેલાડીઓ
આ પણ વાંચો - AFG vs NZ: T20 WORLD CUPમાં ત્રીજો મોટો ઉલટફેર! રાશિદ-ફઝલ ચમક્યા
આ પણ વાંચો - sunil chhetri : ફૂટબોલર નહીં ક્રિકેટર બનવાનું હતું સપનું, અનોખી છે Love સ્ટોરી, વાંચો ભારતના દિગ્ગજના રસપ્રદ કિસ્સા
આ પણ વાંચો - PAKvsUSA : ‘0’ પર આઉટ થયા બાદ ફેન્સ પર ગુસ્સે થયો પાક. ખેલાડી, Video થયો વાઇરલ