ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND Vs Pak : ભારત-પાક વચ્ચે મહામુકાબલો,હેડ ટૂ હેડ રેકોર્ડમાં કોણ કોના પર ભારે?

IND Vs Pak : ભારત અને પાકિસ્તાનની (IND Vs Pak)ટીમ 19 મહીના બાદ એકવાર ફરીથી ટી20 વર્લ્ડકપમાં (T20 World Cup )આમને સામને થનાર છે. બન્ને વચ્ચે આ મુકાબલો ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ગ્રુપ Aમાં બંનેની આ બીજી...
11:17 AM Jun 09, 2024 IST | Hiren Dave

IND Vs Pak : ભારત અને પાકિસ્તાનની (IND Vs Pak)ટીમ 19 મહીના બાદ એકવાર ફરીથી ટી20 વર્લ્ડકપમાં (T20 World Cup )આમને સામને થનાર છે. બન્ને વચ્ચે આ મુકાબલો ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ગ્રુપ Aમાં બંનેની આ બીજી મેચ હશે. ભારતે આ મેદાન પર પોતાની પ્રથમ મેચમાં આયર્લેન્ડને હરાવ્યું હતું. જ્યારે, ડલાસમાં રમાયેલી મેચમાં અમેરિકાએ પાકિસ્તાનને આશ્ચર્યજનક રીતે હરાવ્યું હતું.

2022માં ભારતને મળી હતી જીત

આ ટૂર્નામેન્ટની 19મી મેચ હશે અને તે રાત્રે 8 વાગ્યે (ભારતીય સમય મુજબ) શરૂ થશે. પાકિસ્તાન જ્યાં અમેરિકા સામેની હારમાંથી બહાર આવવા માંગશે, જ્યારે ભારત તેની જીતનો સિલસિલો યથાવત રાખવા માંગશે. 19 મહિના પહેલા ઓક્ટોબર 2022માં ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં બંને વચ્ચે મેચ રમાઈ હતી. ત્યારબાદ T20 વર્લ્ડ કપની રોમાંચક મેચમાં ભારતે વિરાટ કોહલીની ઇનિંગના આધારે જીત મેળવી હતી.

ટી20માં હેડ ટૂ હેડ રેકોર્ડ

ટી20 આંતરરાષ્ટ્રીયમાં અત્યાર સુઘી ભારત અને પાકિસ્તાનની (IND Vs Pak)વચ્ચે 12 વખત મુકાબલા થયા છે. તેમાંથી 8માં તો ભારતે જીત મેળવી છે, જ્યારે 3 વાર પાકિસ્તાનને બાજી મારી છે. એક મેચ ટાઈ રહી હતી, જેણે ભારતે બોલ આઉટથી જીતી હતી. આ બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચ પર નજર કરીએ તો ભારતે 3માં જીત મેળવી છે. પાકિસ્તાને 2 મેચ જીતી છે.

ટી20 વર્લ્ડકપમાં રેકોર્ડ

ટી20 વર્લ્ડકપની વાત કરીએ તો બન્ને વચ્ચે આઠમો મુકાબલો હશે. ભારતે તેમાં 6 જીત્યા છે અને પાકિસ્તાનને 1 મેચમાં સફળતા મેળવી છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 2007માં બે વાર હરાવ્યા બાદ 2012, 2014, 2016 અને 2022માં હાર આપી છે. જ્યારે પાકિસ્તાનને એકમાત્ર જીત 2021માં મળી હતી. આ કોઈ પણ વર્લ્ડકપ (ટી20 અથવા તો વનડે)માં ભારત વિરુદ્ધ તેમની એકમાત્ર જીત છે.

કોના નામ સૌથી વધુ રન અને વિકેટ?

પાકિસ્તાન વિરુદ્ધ ભારત માટે સૌથી વધુ રન વિરાટ કોહલીએ બનાવ્યા છે. તેણે 10 મેચોની 10 ઈનિંગમાં 488 રન બનાવ્યા છે. તે દરમિયાન તેનું સરેરાશ 81.33 અને સ્ટ્રાઈક રેટ 123.85ની રહી છે. વિકેટની વાત કરીએ તો આ લિસ્ટમાં ભુવનેશ્વર કુમાર ટોપ પર છે. તેણે 7 મેચોમાં 11 વિકેટ લીધી છે. જોકે, તે હાલની ટીમમાં નથી. રોહિત શર્માની ટીમમાં સામેલ ઓલરાઉન્ડર હાર્દિક પાંડ્યાએ પણ પાકિસ્તાન વિરુદ્ધ 11 વિકેટ લીધી છે.

આ પણ  વાંચો - AUSvENG : ઓસ્ટ્રેલિયાની 17 વર્ષ બાદ ઈંગ્લેન્ડ સામે જીત, પોઈન્ટ ટેબલમાં આ સ્થાને પહોંચ્યું

આ પણ  વાંચો - એક સફાઈ કર્મીના પગારથી પણ ઓછો છે નેપાળ ક્રિકેટર્સનો પગાર

આ પણ  વાંચો - Sunday બનશે Funday! અમેરિકામાં થશે ભારત પાકિસ્તાનની High Voltage મેચ, જાણો કેવું રહ્યું છે બંને ટીમનું પ્રદર્શન

Tags :
Hardik PandyaIND vs PAKIND Vs PAK Most RunsIND Vs PAK ResultsIndia Vs Pakistan Head To HeadT20-World-Cup-2024Virat Kohli
Next Article