IND vs NZ: ભારત આવશે ડેવિડ બેકહામ, વાનખેડેમાં ભારત અને ન્યૂઝીલેન્ડ મેચ નિહાળશે
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની સેમીફાઇનલ મેચે ફૂટબોલરોને પણ પોતાના રંગવાનું શરૂ કરી દીધું છે. સોમવારે જર્મન ફૂટબોલર થોમસ મુલરે ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને એક વીડિયો શેર કર્યો હતો, ત્યારે હવે એ વાતની પુષ્ટિ થઈ છે કે ઈંગ્લેન્ડના પૂર્વ ફૂટબોલર ડેવિડ બેકહમ ભારત-ન્યૂઝીલેન્ડ સેમીફાઈનલ મેચ જોશે. તે આ મેચ જોવા માટે ભારત આવી રહ્યા છે. તે વાનખેડે ખાતે અન્ય મોટી હસ્તીઓ સાથે બેસીને ભારત-ન્યૂઝીલેન્ડ મેચનો આનંદ માણશે.
યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર તરીકે આવશે
માન્ચેસ્ટર યુનાઈટેડ અને રિયલ મેડ્રિડના આ પૂર્વ સ્ટારના ભારતમાં મોટી સંખ્યામાં ફેન્સ છે. આવી સ્થિતિમાં તેનું વાનખેડે આવવું આ મોટી ક્રિકેટ મેચને વધુ ઉત્તેજનાથી ભરી શકે છે. તે યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર તરીકે વાનખેડે ખાતે હાજર રહેશે.
We are delighted to welcome UNICEF Goodwill Ambassador David Beckham to India⚽️🇮🇳.
— UNICEF India (@UNICEFIndia) November 13, 2023
15 નવેમ્બરે છે સેમીફાઈનલ મેચ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બરે વર્લ્ડકપની સેમીફાઇનલ મેચ રમાશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે શરૂ થશે. ટીમ ઈન્ડિયા આ વર્લ્ડકપમાં અત્યાર સુધી અજેય રહી છે. જેથી સેમીફાઈનલમાં પણ ટીમ ઈન્ડિયાનું પલડું ભારે લાગી 1રહ્યું છે. જો કે, ICC ટૂર્નામેન્ટમાં, ન્યૂઝીલેન્ડની ટીમે મોટા ભાગની મેચમાં ભારતીય ટીમને માત આપી છે. આવી સ્થિતિમાં આ સેમીફાઇનલ મેચમાં જોરદાર ટક્કર જોવા મળી શકે છે.
ગત મેચમાં ભારતીય ટીમની થઈ હતી જીત
વર્લ્ડકપની લીગ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ રમાઈ હતી.. આ બંને ટીમ ગ્રુપ સ્ટેજમાં આમને-સામને આવી હતી. આ મેચમાં ભારતીય ટીમે સરળતાથી જીત મેળવી હતી. જેથી આવતીકાલની મેચ કેવી રહેશે, તે જોવું હવે દિલચસ્પ રહેશે.
આ પણ વાંચો -