Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs IRE 3nd T20 : ભારત-આયરલેન્ડ વચ્ચે આજે ત્રીજી T-20 મેચ, જાણો weather Report

ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ બુધવારે રમાશે. ભારત પાસે 2-0ની લીડ છે. હવે તે ક્લીન સ્વીપના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. શ્રેણીની પ્રથમ મેચ દરમિયાન વરસાદ પડ્યો હતો. જેના કારણે મેચ પર અસર જેવા મળી હતી....
ind vs ire 3nd t20   ભારત આયરલેન્ડ વચ્ચે આજે ત્રીજી t 20 મેચ  જાણો weather report

ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ બુધવારે રમાશે. ભારત પાસે 2-0ની લીડ છે. હવે તે ક્લીન સ્વીપના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. શ્રેણીની પ્રથમ મેચ દરમિયાન વરસાદ પડ્યો હતો. જેના કારણે મેચ પર અસર જેવા મળી હતી. હવે ત્રીજી મેચમાં પણ વરસાદની સંભાવના છે. ત્યારે દિવસની શરૂઆતમાં આકાશ વાદળછાયું રહેશે. તેનો સૂર્યપ્રકાશ આવી શકે છે. પરંતુ મેચ દરમિયાન વરસાદની સંભાવના છે.

Advertisement

Advertisement

ઉલ્લેખનીય છે કે, ભારતે શ્રેણીની પ્રથમ મેચ 2 રને જીતી હતી. અને બીજી મેચમાં 33 રને જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયા માટે બીજી મેચમાં રિંકુ સિંહે 38 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, ઋતુરાજ ગાયકવાડે 58 રનની ઇનિંગ રમી હતી. ભારત ત્રીજી મેચમાં બેન્ચ સ્ટ્રેન્થ અજમાવી શકે છે. આ સાથે જ આયર્લેન્ડ માટે વિજય નોંધાવવો આસાન નહીં હોય. તે સતત બે મેચ હારી છે. હવે તે નવી વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરી શકે છે.

પહેલી મેચ દરમિયાન પણ વરસાદ આવ્યો હતો

ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. આ કારણે મેચનું પરિણામ ડકવર્થ લુઈસ નિયમથી લેવામાં આવ્યું હતું. હવે ત્રીજી મેચમાં પણ વરસાદની સંભાવના છે. જો વરસાદ પડે તો રમત શરૂ થવામાં વિલંબ થઈ શકે છે. આ સાથે, વધુ વરસાદના કિસ્સામાં ડકવર્થ-લુઈસ નિયમનો પણ ઉપયોગ કરી શકાય છે.

Advertisement

પિચ રિપોર્ટ

જો કે ધ વિલેજના મેદાનમાં મોટા સ્કોર જોવા મળી રહ્યા છે, પરંતુ પ્રથમ ટી-20મા અહીંની પીચ ઘણી ધીમી હતી. બીજી ટી-20માં પણ ભારતીય ટીમ 18 ઓવર સુધી ઝડપી સ્કોર કરી શકતી ન હતી, પરંતુ છેલ્લી બે ઓવરમાં 42 રન બનાવ્યા અને પછી સ્કોર 180ને પાર કરી ગયો. પીચ ફરી એકવાર બેટ્સમેનોને મદદ કરશે

ભારત પાસે 2-0ની લીડ છે

ઉલ્લેખનીય છે કે, ભારતે સીરિઝની પહેલી મેચ 2 રને જીતી હતી. અને બીજી મેચમાં 33 રને જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયા માટે બીજી મેચમાં રિંકુ સિંહે 38 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, ઋતુરાજ ગાયકવાડે 58 રનની ઇનિંગ રમી હતી. ભારત ત્રીજી મેચમાં બેન્ચ સ્ટ્રેન્થ અજમાવી શકે છે. આ સાથે જ આયર્લેન્ડ માટે વિજય નોંધાવવો આસાન નહીં હોય. તે સતત બે મેચ હારી છે. હવે તે નવી વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરી શકે છે.

આ પણ  વાંચો-હીથ સ્ટ્રીકના મૃત્યુના સમાચાર ફેક, હેનરીએ ટ્વિટ કરી માહિતી આપી

Tags :
Advertisement

.