Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND vs ENG: Ravindra Jadeja ની ભૂલથી આઉટ થયો અશ્વિન, ફેન્સને 7 વર્ષ જૂની મેચ યાદી આવી

IND vs ENG: હૈદરાબાદ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમ પહેલી ઈનિંગમાં ઘણી જ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડના 246 રનના જવાબમાં ભારતે પહેલી ઈનિંગમાં 150 રનની લીડ મેળવી લીધી છે. યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલની હાફસેન્ચુરી ઈનિંગ પછી રવિન્દ્ર...
12:02 AM Jan 27, 2024 IST | Hiren Dave
Ravichandran Ashwin RunOUt

IND vs ENG: હૈદરાબાદ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમ પહેલી ઈનિંગમાં ઘણી જ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડના 246 રનના જવાબમાં ભારતે પહેલી ઈનિંગમાં 150 રનની લીડ મેળવી લીધી છે. યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલની હાફસેન્ચુરી ઈનિંગ પછી રવિન્દ્ર જાડેજાએ પણ પોતાની ફિફ્ટી પુરી કરી. જાડેજાએ ભલે જ મેચમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હોય પરંતુ પોતાની ઈનિંગ સમયે તેણે એક મોટી ભૂલ કરી જેના કારણે અશ્વિનને પોતાની વિકેટ ગુમાવવી પડી હતી.

 

જાડેજાની ભૂલને કારણે આઉટ થયો અશ્વિન
હૈદરાબાદ ટેસ્ટના બીજા દિવસે ટી બ્રેક પછી જ્યારે કેએસ ભરત તરીકે ટીમ ઈન્ડિયાને છઠ્ઠો ઝાટકો લાગ્યો તો તે બાદ અશ્વિન બેટિંગ કરવા આવ્યો. અશ્વિને 10 બોલ રમ્યા પર ક્રીઝ પર સેટ થયો જ હતો કે જાડેજાની એક ભૂલને કારણે અશ્વિનને પરત પેવેલિયન જવું પડ્યું હતું. જો રુટની ઓવરના એક બોલ પર અશ્વિને રન લેવા માટે કોલ કર્યો. અશ્વિનના કોલના જવાબમાં જાડેજાએ ક્રીઝ છોડી દીધી પરંતુ ત્યારે ટૉમ હાર્ડલીએ બોલને પકડી લીધો. આ જોઈને જાડેજા ક્રીઝમાં પાછો ફરી ગયો અને અશ્વિન બીજી સાઈડ ન પહોંચી શકતા વિકેટકીપરે અશ્વિનને રન આઉટ ક્યો.

ફેન્સે યાદ કરી 7 વર્ષ જૂની મેચ

જાડેજા અને અશ્વિન વચ્ચે એવી મિસ અન્ડરસ્ટેન્ડિંગ થઈ કે બંને બેટ્સમેન એક સાઈડ આવીને ઊભા રહી ગયા. ટૉમ હાર્ડલીની શાનદાર ફીલ્ડિંગને કારણે અશ્વિન અને જાડેજા કન્ફ્યૂઝ થઈ ગયા. અશ્વિનના કોલ પર જાડેજાએ ક્રીઝ તો છોડી પરંતુ બાદમાં તે ક્રીઝમાં પરત ફરી ગયો જ્યારે અશ્વિન બીજી સાઈડ પર પહોંચી ગયો હતો. જાડેજાની આ ભૂલ બાદ ફેન્સે 7 વર્ષ જૂની એક મેચ રિકોલ કરી, જેમાં પણ જાડેજાએ આવી જ એક ભૂલ કરી હતી અને તેનો શિકાર હાર્દિક પંડયા બન્યો હતો.

 

જાડેજાની ભૂલથી આઉટ થયો હતો હાર્દિક
આ મેચ 2017ની ચેમ્પિન્સ ટ્રોફીની ફાઈનલ મેચ હતી. જેમાં ભારત પાકિસ્તાન સામસામે હતા. પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા ભારતને 339 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા 158 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં જાડેજાની ભૂલના કારણે હાર્દિક પંડયા રનઆઉટ થયો હતો. પંડયા જ્યારે રન આઉટ થયો ત્યારે તે વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરી રહ્યો હતો, તેણે 43 બોલમાં 76 રન કર્યા હતા. તેના રમવાના અંદાજથી લાગી રહ્યું હતું કે આ મેચને જીતાડી દેશે પરંતુ જાડેજાની ભૂલને કારણે હાર્દિક રનઆઉટ થયો હતો.

આ  પણ  વાંચો - India vs England : સુનીલ ગાવસ્કરે બેટ્સમેન શુભમન ગિલને લીધો આડે હાથ! જાણો શું છે કારણ

 

Tags :
Hyderabad TestIND vs ENG 1st TestIndia Vs EnglandRavichandran AshwinRavichandran Ashwin RunOUtRavindra Jadeja
Next Article