Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND vs AUS: ભારતની સેમીફાઈનલમાં એન્ટ્રી, ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું

IND vs AUS:  વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલી ટી20 વર્લ્ડકપ 2024ના સુપર-8 રાઉન્ડમાં ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહત્વની મેચ રમાઈ રહી છે. રોહિત શર્મા બાદ અર્શદીપ સિંહના નેતૃત્વમાં બોલરોના જોરદાર પ્રદર્શનની મદદથી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવીને T20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં...
12:02 AM Jun 25, 2024 IST | Hiren Dave

IND vs AUS:  વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલી ટી20 વર્લ્ડકપ 2024ના સુપર-8 રાઉન્ડમાં ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહત્વની મેચ રમાઈ રહી છે. રોહિત શર્મા બાદ અર્શદીપ સિંહના નેતૃત્વમાં બોલરોના જોરદાર પ્રદર્શનની મદદથી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવીને T20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. રોહિત શર્માની 92 રનની ઇનિંગના આધારે ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 205 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 181 રન જ બનાવી શકી હતી અને તેને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો.

 

રોહિતે 19 બોલમાં ફટકારી ફિફ્ટી, સેન્ચુરીથી ચુક્યો

મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને 205 રન કર્યા છે. ટીમની શરુઆત ઘણી જ ખરાબ રહી હતી. ભારતે 6 રને વિરાટ કોહલીની શૂન્યમાં જ પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ કેપ્ટન રોહિત શર્માએ ઋષભ પંતની સાથે મળીને 38 બોલમાં 87 રનની પાર્ટનરશિપ કરી ટીમને સંભાળી.

રોહિતે ટી20 ઈન્ટરનેશનલમાં 200 છગ્ગાનો રેકોર્ડ

મેચમાં 5મો છગ્ગો લગાવતા જ રોહિતે ટી20 ઈન્ટરનેશનલમાં પોતાની 200 સિક્સ પૂરી કરી અને તે આવું કરનારો વર્લ્ડનો પહેલો ક્રિકેટર બની ગયો. આ લિસ્ટમાં રોહિત (203 સિક્સ) પછી બીજા નંબરે ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ છે (173 સિક્સ), ત્રીજા નંબરે ઈંગ્લેન્ડનો ઓપનર જોસ બટલર (137 સિક્સ) છે.

રોહિતે બનાવ્યો ટી20 ઈન્ટરનેશનલમાં રનનો રેકોર્ડ

રોહિતે વધુ એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર પ્લેયર બની ગયો છે. આ મામલે તેણે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને પાછળ છોડ્યો છે. બાબરના નામે ટી20 ઈન્ટરનેશનલમાં 4,145 રન છે, તે હવે બીજા નંબરે ખસકી ગયો છે. જ્યારે રોહિતે બાબર પાસેથી આ તાજ છીનવી લીધો છે. રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશલમાં 157 મેચ રમીને 32.28ની સરેરાશથી સૌથી વધુ 4,165 રન ફટકર્યા છે. તેની સ્ટ્રાઈક રટ 140.80ની રહી છે.

ભારતીય ટીમ પોતાના ગ્રુપમાં ટૉપ પર યથાવત

સુપર-8ના ગ્રુપ-2માં ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાએ પહેલા જ સેમીફાઈનલમાં પોતાની જગ્યા નિશ્ચિત કરી લીધી છે. જ્યારે ગ્રુપ-1માં હજુ સેમીફાઈનલની ટીમ અનિર્ણિત છે. જો કે ગ્રુપ-1માં ભારતીય ટીમ 4 પોઈન્ટ્સ અને સારી રનરેટ સાથે ટૉપ પર યથાવત છે. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં લગભગ પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે.

a

Tags :
Australian Men’s Cricket TeamICC T20 World Cup 2024IND VS AUSindia national cricket teamRicky Pontingrohit sharmaSemifineT20 World Cup
Next Article