Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ICC Ranking : જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, ટેસ્ટમાં બન્યો નંબર 1 બોલર

ICC Ranking : ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) નંબર 1 બોલર બની ગયા છે. આજે ICC ટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જસપ્રીત બુમરાહ 3 ખેલાડીઓને પછાડીને નંબર 1 પર આવી ગયા છે....
icc ranking   જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ  ટેસ્ટમાં બન્યો નંબર 1 બોલર

ICC Ranking : ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) નંબર 1 બોલર બની ગયા છે. આજે ICC ટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જસપ્રીત બુમરાહ 3 ખેલાડીઓને પછાડીને નંબર 1 પર આવી ગયા છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ પહેલા જસપ્રીત બુમરાહ ICC રેન્કિંગમાં (ICC Ranking )ચોથા નંબર પર હતા. અગાઉની બે ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહે 15 વિકેટ લીધી હતી અને હવે નંબર 1 પોઝિશન પર આવી ગયા છે. ઉપરાંત બુમરાહે વધુ એક વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કરી લીધો છે.

Advertisement

જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો
જસપ્રીત બુમરાહે ટેસ્ટ મેચમાં નંબર 1 વન સ્થાન (ICC Ranking)  મેળવ્યું છે. બુમરાહ ક્રિકેટના ઈતિહાસમાં પહેલા એવા બોલર છે જેમણે તમામ ફોર્મેટમાં પહેલા નંબરે આવે છે. જસપ્રીત બુમરાહ વનડે અને T20માં પહેલા નંબર પર હતા અને હવે ટેસ્ટ મેચમાં પણ આ સ્થાન મેળવ્યું છે. બુમરાહ ICC ટેસ્ટ રેન્કિંગમાં પહેલા નંબર પર પહોંચનાર પહેલા ભારતીય બોલર બની ગયા છે.

Advertisement

Advertisement

3 ખેલાડીઓને પછાડીને પહેલા નંબરે સ્થાન મેળવ્યું

જસપ્રીત બુમરાહ તેમની જ ટીમના સ્ટાર બોલર આર.અશ્વિનને પાછળ છોડીને આગળ આવી ગયા છે. આર.અશ્વિન ઘણા સમયથી નંબર 1 ટેસ્ટ બોલર હતા અને હવે તેઓ ત્રીજા નંબર પહોંચી ગયા છે. આ લિસ્ટમાં કાગિસો રબાડા બીજા નંબરે અને પેટ કમિન્સ ચોથા નંબરના સ્થાન પર છે.

બુમરાહનો કમાલ
જસપ્રીત બુમરાહે હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં શાનદાર બોલિંગ કરી છે. બુમરાહે 4 ઈનિંગમાં 15 વિકેટ લીધી હતી. વિશાખાપટ્ટનમમાં રમાયેલ ટેસ્ટ મેચમાં પહેલી ઈનિંગમાં 6 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહ બીજી ટેસ્ટ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા.

આ  પણ  વાંચો  - U19 WC : સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને કચડી ભારતની ફાઇનલ તરફ આગેકૂચ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.