Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ICC ODI rankings : વનડેમાં સિરાજ પાસેથી છિનવાયો નંબરનો તાજ, કોહલી-રોહિતે લગાવી છલાંગ

ODI વર્લ્ડકપ 2023 પછી, ICC દ્વારા નવી રેન્કિંગ બહાર પાડવામાં આવી છે, જેમાં ઘણા ભારતીય ખેલાડીઓને ફાયદો થયો છે, જ્યારે મોહમ્મદ સિરાજે નંબરનો તાજ ગુમાવ્યો છે. જોકે, સ્ટાર ભારતીય ઓપનર શુભમન ગિલ ટોચના સ્થાને યથાવત છે. જ્યારે કેપ્ટન રોહિત શર્મા...
icc odi rankings   વનડેમાં સિરાજ પાસેથી છિનવાયો નંબરનો તાજ  કોહલી રોહિતે લગાવી છલાંગ

ODI વર્લ્ડકપ 2023 પછી, ICC દ્વારા નવી રેન્કિંગ બહાર પાડવામાં આવી છે, જેમાં ઘણા ભારતીય ખેલાડીઓને ફાયદો થયો છે, જ્યારે મોહમ્મદ સિરાજે નંબરનો તાજ ગુમાવ્યો છે. જોકે, સ્ટાર ભારતીય ઓપનર શુભમન ગિલ ટોચના સ્થાને યથાવત છે. જ્યારે કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ટોપ-5માં આવી ગયા છે. વનડે રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે.

Advertisement

ભારતના ટોપ 5માં 3 બેટ્સમેન સામેલ

Advertisement

બેટ્સમેનોમાં શુભમન ગિલ, વિરાટ કોહલી અને રોહિત શર્મા ટોપ-5માં સામેલ છે. જ્યારે મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ અને મોહમ્મદ શમી સહિત ચાર ભારતીય બોલર ટોપ-10 બોલરોમાં સામેલ છે. ODI રેન્કિંગમાં પૂર્વ નંબર વન બોલર મોહમ્મદ સિરાજ 699 રેટિંગ સાથે ત્રીજા સ્થાને આવી ગયો છે. સાઉથ આફ્રિકાના કેશવ મહારાજ 741 રેટિંગ સાથે નંબર વન પર આવ્યા છે. આ સિવાય બુમરાહ 685 રેટિંગ સાથે ચોથા સ્થાને, કુલદીપ યાદવ 667 રેટિંગ સાથે સંયુક્ત રીતે છઠ્ઠા સ્થાને અને મોહમ્મદ શમી 648 રેટિંગ સાથે 10મા સ્થાને છે.

Advertisement

શું કોહલી ફરી નંબર વન બનશે

આ સિવાય જો બેટ્સમેનોની વાત કરીએ તો ભારતના શુભમન ગિલ 826 રેટિંગ સાથે પ્રથમ સ્થાને, વિરાટ કોહલી 791 રેટિંગ સાથે ત્રીજા સ્થાને અને કેપ્ટન રોહિત શર્મા 769 રેટિંગ સાથે ચોથા સ્થાન પર છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ 824 રેટિંગ સાથે બીજા સ્થાને છે. 2023 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર વિરાટ કોહલી ફરી એકવાર ODIમાં નંબર વન રેન્કિંગ તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે. કોહલી એવો ખેલાડી છે જે સતત 1258 દિવસ સુધી ODI રેન્કિંગમાં નંબર વન પર રહ્યો છે. આવી સ્થિતિમાં કોહલી ફરીથી નંબર વનનું સ્થાન હાંસલ કરવામાં સફળ રહે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.

કોહલીએ વનડેમાં 50 સદી ફટકારી

વિરાટ કોહલીએ વનડે ફોર્મેટમાં 50 સદી ફટકારવાનો આંકડો સ્પર્શ કર્યો છે. આ આંકડા સાથે તે ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. આ પહેલા આ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરના નામે હતો. કોહલીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં પોતાની સદી ફટકારીને આ સિદ્ધિ મેળવી હતી.

આ  પણ  વાંચો -ગૌતમનો ગંભીર નિર્ણય, લખનૌનો સાથ છોડી બન્યા એકવાર ફરી આ ટીમના મેન્ટોર

Tags :
Advertisement

.