વર્લ્ડ કપ દરમિયાન જ ICC એ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને કર્યું BAN, જાણો શું છે કારણ
અત્યારે વર્લ્ડ કપ ખૂબ જ રોમાંચક સ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે ICC તરફથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ક્રિકેટની વિશ્વ સંસ્થા, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC એ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. આ નિર્ણય એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે, અત્યારે વર્લ્ડ કપની મેચો રમાઈ રહી છે.
શું છે સમગ્ર બાબત
Sri Lanka Cricket suspended by ICC Board.
More here ⬇️https://t.co/3QcLinUPp0
— ICC (@ICC) November 10, 2023
આ વાત તો કોઈનાથી પણ છૂપી નથી કે આ ટુર્નામેન્ટમાં શ્રીલંકા ટીમનું પ્રદર્શન સારું રહ્યું ન હતું, શ્રીલંકાને વર્લ્ડ કપમાં તાજેતરમાં જ અફઘાનિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને તેઓ હાલ સેમી ફાઇનલની રેસ માંથી પણ બહાર ફેંકાઇ ગયા છે. વર્લ્ડ કપમાં આ ખરાબ પ્રદર્શન બાદ શ્રીલંકાની સરકારે સમગ્ર બોર્ડને બરતરફ કરી દીધું હતું, આ પછી રાષ્ટ્રપતિએ તપાસ માટે પોતાના તરફથી એક કમિટી પણ બનાવી છે. ICC એ આ સમગ્ર બાબતને બોર્ડના કામકાજમાં સરકારની દખલ ગણાવી છે, આ કારણોસર ICC દ્વારા તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
🚨 Just in: Sri Lanka Cricket has been suspended by the ICC board with immediate effect
ESPNcricinfo has learned the decision was taken in response to what it believed was extensive government interference in SLC administration, which resulted in the board being dissolved pic.twitter.com/9YFxRwzu1u
— ESPNcricinfo (@ESPNcricinfo) November 10, 2023
પ્રાપ્ત થતી માહિતી અનુસાર , ICC એ કહ્યું કે આજની બેઠક બાદ અમારા બોર્ડે નિર્ણય લીધો છે કે - શ્રીલંકા ક્રિકેટ સભ્ય તરીકે તેની જવાબદારીઓનું ગંભીર ઉલ્લંઘન કરી રહ્યું છે, ખાસ કરીને મહત્વપૂર્ણ બાબતોને પોતાની રીતે સંભાળ કરવામાં. તેમણે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તેમના કામમાં સરકાર તરફથી કોઈ દખલ ન થાય. જોકે, સસ્પેન્શન માટે કઈ શરતો લાદવામાં આવી છે કે નહીં આ અંગે હજુ નિર્ણય લેવાયો નથી.
અમદાવાદમાં યોજાશે ICC ની બેઠક
ICCની બેઠક અમદાવાદમાં 18-21 નવેમ્બર વચ્ચે યોજાવાની છે. ICC બોર્ડે શુક્રવારે શ્રીલંકા બોર્ડને લઈને ઓનલાઈન બેઠક યોજી હતી. મળતી માહિતી અનુસાર, ICC શ્રીલંકા બોર્ડની અંદર દરેક જગ્યાએ સરકારી દખલને લઈને ચિંતિત હતું. એવું માનવામાં આવે છે કે ICC એ SLC ને તેના નિર્ણયની જાણ કરી છે અને તેમને કહ્યું છે કે, આગામી બાબતોને 21 નવેમ્બરે ICC બોર્ડની બેઠકમાં નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો -- વિવાદોની વચ્ચે બાંગ્લાદેશની ટીમમાંથી આ દિગ્ગજનો થયો ‘TIME OUT’