Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GT vs RCB : વિલ જેક્સની તોફાની સદી, બેંગલુરૂની 9 વિકેટે શાનદાર જીત

GT vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને 7 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં વિરાટ કોહલીએ 70 રનની અને વિલ જેક્સે 100 રનની ઇનિંગ રમીને RCBને IPL 2024માં ત્રીજી જીત અપાવી હતી. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 200 રન બનાવ્યા હતા....
gt vs rcb   વિલ જેક્સની તોફાની સદી  બેંગલુરૂની 9 વિકેટે શાનદાર જીત

GT vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને 7 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં વિરાટ કોહલીએ 70 રનની અને વિલ જેક્સે 100 રનની ઇનિંગ રમીને RCBને IPL 2024માં ત્રીજી જીત અપાવી હતી. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 200 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતી વખતે બેંગલુરુની ટીમે 18 બોલ બાકી રહેતા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. RCB ની શરૂઆત સારી રહી હતી, પરંતુ ફાફ ડુપ્લેસીસ 12 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. અહીંથી વિરાટ કોહલી (Virat Kohli)અને વિલ જેક્સ (will jacks)વચ્ચે 166 રનની પાર્ટનરશિપ થઈ હતી જેણે ગુજરાતની બોલિંગની કમર તોડી નાખી હતી.

Advertisement

વિરાટ કોહલી અને વિલ જેક્સની તોફાની  ઇનિંગ

ફાફ ડુ પ્લેસિસના આઉટ થયા બાદ વિરાટ કોહલી અને વિલ જેક્સે આક્રમક બેટિંગ કરી હતી. પ્રથમ 10 ઓવરમાં ટીમે 1 વિકેટના નુકસાન પર 98 રન બનાવ્યા હતા. પછીની 5 ઓવરમાં કોહલી અને જેક્સે મળીને 79 રન બનાવ્યા, જેના કારણે 15 ઓવર પછી RCBનો સ્કોર 177 રન થઈ ગયો.

Advertisement

RCB (IPL) દ્વારા સફળ લક્ષ્યોનો પીછો કરવામાં આવ્યો

  • 204 વિ પંજાબ કિંગ્સ બેંગલુરુ, 2010
  • 201 વિ ગુજરાત ટાઇટન્સ અમદાવાદ, 2024
  • 192 વિ રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ, બેંગલુરુ 2016
  • 187 વિ સનરાઇઝર્સ હૈદરાબાદ, હૈદરાબાદ 2023

Advertisement

ગુજરાત ટાઇટન્સ સામે શ્રેષ્ઠ ભાગીદારી

  • 166* વિરાટ કોહલી-વિલ જેક્સ જેક્સ, અમદાવાદ 2024
  • 130 સંજુ સેમસન-રાયન પરાગ, જયપુર 2024
  • 115 વિરાટ કોહલી- ફાફ ડુ પ્લેસિસ, વાનખેડે 2022
  • 113 ઋષભ પંત-અક્ષર પટેલ, દિલ્હી 2024

ગુજરાત ટાઇટન્સે ત્રણ વિકેટે 200 રન બનાવ્યા  હતા 

પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે ત્રણ વિકેટે 200 રન બનાવ્યા હતા. ગુજરાત માટે સાઈ સુદર્શને 49 બોલમાં અણનમ 84 રન બનાવ્યા જેમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. શાહરૂખ ખાને પણ 30 બોલમાં 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શાહરૂખની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. શાહરૂખ અને સુદર્શન વચ્ચે ત્રીજી વિકેટ માટે 86 રનની ભાગીદારી નોંધાઈ હતી જેણે ગુજરાતને વેગ આપ્યો હતો. શાહરૂખના આઉટ થયા બાદ ડેવિડ મિલર અને સુદર્શન વચ્ચે ચોથી વિકેટ માટે અણનમ 69 રનની ભાગીદારી થઈ હતી. મિલરે 19 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 26 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી સ્વપ્નિલ સિંહ, ગ્લેન મેક્સવેલ અને મોહમ્મદ સિરાજને એક-એક વિકેટ મળી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), સ્વપ્નિલ સિંહ, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, યશ દયાલ.

ગુજરાત ટાઇટન્સ : રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, રાશિદ ખાન, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, નૂર અહેમદ, મોહિત શર્મા: સંદીપ વોરિયર

આ પણ  વાંચો - શું ISHAN KISHAN એ દિલ્હી સામેની મેચમાં કરી હતી તોડફોડ? BCCI એ ફટકાર્યો આ મોટો દંડ

આ પણ  વાંચો - LSG vs RR: રાજસ્થાને લખનૌને 7 વિકેટે હરાવ્યું, સેમસન-ધ્રુવની વિસ્ફોટક પારી

આ પણ  વાંચો - DC Vs MI : મુંબઈ ઈન્ડિયન્સનો ઘબડકો, દિલ્હી કેપિટલ્સની સતત ત્રીજી જીત

Tags :
Advertisement

.