Gondal Harrycup - 2024 ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન : એકતા ઈલેવન ચેમ્પિયન, મેચ પહેલા રાજકોટ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ
સૌરાષ્ટ્રનો મીની વર્લ્ડકપ ગણાતા હેરીકપ-2024 (Gondal Harrycup - 2024) ક્રિકેટ ટુર્નામેન્ટનું ટીમ ગણેશ તેમ જ હેરી ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. હરદીપસિંહ કિશોરસિંહ રાણાના (ચોરડી) સ્મરણાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોંડલ શહેરના ઐતિહાસિક સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં (Sangramji High School ground) રાત્રિપ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓલ ઇન્ડિયામાંથી કુલ 64 ટીમોએ ભાગ લીધો હતો.
બાલાજી કલબ એ - એકતા ઈલેવન વચ્ચે ફાઇનલ રમાઈ
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ
ગોંડલ કોલેજ ચોક સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં ગતરોજ સૌ પ્રથમ બે સેમિફાઇનલ મેચ રમાયા હતા, જેમાં બાલાજી કલબ એ (Balaji Club) - તેમ જ એકતા ઈલેવન એ વિજય મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેમ જ મોડી રાત્રીની ફાઈનલ મેચ પહેલા બન્ને ટીમનાં ખેલાડીની ગ્રાઉન્ડમાં એન્ટ્રી ફટાકડા તેમ જ ઢોલ નગારા સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના મૃતકોની આત્માની શાંતિ માટે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ત્યારબાદ રાષ્ટ્રગાન ગાઈને ફાઈનલ મેચની શરૂઆત થઈ હતી.
ગ્રાઉન્ડમાં ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
રોમાંચક મેચમાં એકતા ઈલેવન ચેમ્પિયન
ગોંડલના સંગ્રામજી હાઈસ્કૂલના ઐતિહાસિક ક્રિકેટ મેદાનમાં 8 સુંદર લાઈટિંગ ટાવર વચ્ચે ફાઈનલ મેચ રમાડવામાં આવી હતી, જેમાં બાલાજી કલબ - એ ટોસ જીતી સૌ પ્રથમ ફિલ્ડિંગ કરી હતી. એકતા ઈલેવન એ 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 118 રન બનાવી બાલાજી કલબ - એને જીતવા માટે 119 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રન ચેસ કરવા ઉતરેલી બાલાજી કલબ - એ 10 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 97 રન બનાવી શકી હતી. રોમાંચક ફાઇનલ મેચમાં એકતા ઈલેવન (Ekta XI champions) 21 રને વિજય મેળવી ચેમ્પિયન બની હતી.
સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં ફાઇનલ રમાઈ
ટીમ ગણેશ તેમ જ હેરી ગ્રુપ દ્વારા આયોજન
વિજેતા અને રનર્સઅપ ટીમના ખેલાડીઓ પર ઈનામોની વણઝાર
હેરીકપ - 2024 (HarryCup-2024) ઓલ ઇન્ડિયા રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટના (Cricket Tournament) ફાઈનલ મેચમાં વિજેતા બનેલ એકતા ઈલેવનને ચેમ્પિયન ટ્રોફી ઉપરાંત રૂપિયા 2 લાખનું રોકડ પુરસ્કાર તેમ જ રનર્સઅપ થયેલ બાલાજી કલબ - એને રનર્સઅપ ટ્રોફી અને રૂપિયા 70 હજાર રોકડ પુસ્કાર ઉપસ્થિત મહાનુભાવો હસ્તે આપવામાં આવ્યા હતા. તેમ જ બેસ્ટ બેસ્ટમેન, બેસ્ટ બોલર અને મેન ઓફ ધ સિરીઝ થેયેલ ખેલાડીઓને રોકડ પુરસ્કાર તેમ જ આકર્ષક ઇનામ આપવામાં આવ્યા હતા. ગતરોજ રમાયેલ રોમાંચક ફાઈનલ મેચમાં ગોંડલની ક્રિકેટ પ્રેમી જનતાએ મોડીરાત સુધી આનંદ ઉઠાવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા હેરી ગ્રૂપના સભ્યો દ્વારા છેલ્લા 1 મહિનાથી જહેમત ઉઠાવી હતી.
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો - T20 World Cup : કેમ ભારતને મળ્યા વધારાના 5 રન..?
આ પણ વાંચો - ફ્લોરિડામાં ભારે વરસાદ સાથે પૂરનો કહેર, T20 World Cup થશે રદ્દ?
આ પણ વાંચો - ARSHDEEP SINGH : અર્શદીપ સિંહે T20 વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ,આ રેકોર્ડ પોતાના નામે કર્યો