Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

EURO-2024:સ્પેને ચોથી વખત યુરો કપ જીત્યો, ઈંગ્લેન્ડનું સપનું ફરી થયું ચકનાચૂર

EURO-2024: સ્પેને (Spain )યુરો કપની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને 2-1થી હરાવી રેકોર્ડ ચોથી વખત યુરોપિયન ચેમ્પિયનશિપ જીતવામાં સફળતા મેળવી હતી. જર્મનીના બર્લિનમાં રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં સ્પેનના ખેલાડી મિકેલ ઓયારઝાબાલે 87મી મિનિટે ગોલ ફટકાર્યો હતો. ફાઈનલ મેચની થોડી મિનિટો પહેલા આવેલા...
08:44 AM Jul 15, 2024 IST | Hiren Dave

EURO-2024: સ્પેને (Spain )યુરો કપની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને 2-1થી હરાવી રેકોર્ડ ચોથી વખત યુરોપિયન ચેમ્પિયનશિપ જીતવામાં સફળતા મેળવી હતી. જર્મનીના બર્લિનમાં રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં સ્પેનના ખેલાડી મિકેલ ઓયારઝાબાલે 87મી મિનિટે ગોલ ફટકાર્યો હતો. ફાઈનલ મેચની થોડી મિનિટો પહેલા આવેલા તેના ગોલને કારણે સ્પેનિશ ટીમ ફરી એકવાર ચેમ્પિયન બનીને ઉભરી હતી. સ્પેનિશ ટીમ 1964, 2008 અને 2012માં પણ યુરો કપનો ટાઇટલ જીતી ચૂકી છે.

ઈંગ્લેન્ડે સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ફાઇનલમાં પરાજય થયો

બર્લિનના ઓલિમ્પિયાસ્ટેડિયન (1936 ઓલિમ્પિક માટે બનાવવામાં આવેલ સ્ટેડિયમ) ખાતે રમાયેલા યુરો કપની ફાઈનલની અંતિમ ક્ષણોમાં ઓયારઝાબલે માર્ક કુકુરેલાના ક્રોસને ગોલ કર્યો હતો. આ ગોલ વિજયી સાબિત થયો હતો. આ વર્ષે સમગ્ર ટુર્નામેન્ટમાં ઈંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને એક સમયે તેમની જીત લગભગ નિશ્ચિત જણાતી હતી. યુરો કપમાં પીડાદાયક હાર બાદ ઈંગ્લેન્ડ વિશ્વની સૌથી ખરાબ પ્રદર્શન કરનારી રાષ્ટ્રીય ટીમ બની ગઈ છે.

ફાઈનલ મેચના પ્રથમ ગોલમાં 17 વર્ષના ખેલાડીનું યોગદાન

જોકે, સ્પેને ઈંગ્લેન્ડની આશાઓ પર પાણી ફરી વળ્યું અને રેકોર્ડ ચોથું યુરોપિયન ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યું. આ સાથે 2-1થી હારી ગયેલી ઈંગ્લેન્ડની ટીમ માટે દાયકાઓથી ચાલી રહેલી પીડાદાયક રાહ ચાલુ રહેશે. એક સમયે શૂન્યથી એક ગોલથી પાછળ રહેલા ઈંગ્લેન્ડના અવેજી ખેલાડી કોલ પામરે 73મી મિનિટે બરાબરીનો ગોલ કર્યો હતો. આ પહેલા 47મી મિનિટે સ્પેનના 17 વર્ષના પ્રતિભાશાળી ફૂટબોલર લેમિન યામલના શાનદાર પાસ પર નિકો વિલિયમ્સે ફાઈનલ મેચનો પ્રથમ ગોલ કર્યો હતો.

ઈંગ્લેન્ડ છેલ્લા 58 વર્ષમાં કોઈ ટાઈટલ જીત્યા નથી

ઇંગ્લેન્ડની પુરૂષ ટીમ યુરો કપની સતત બે સીઝનમાં અંતિમ મેચ હારી છે. 1966માં વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યા બાદ ઈંગ્લેન્ડ છેલ્લા 58 વર્ષમાં કોઈ મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ કે ટાઈટલ જીતી શક્યું નથી. યૂરો કપ 2024માં શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ઈંગ્લેન્ડની ટીમ ફાઇનલમાં પહોંચ્યા બાદ બ્રિટિશ શાહી પરિવારના પ્રિન્સ વિલિયમ પણ મેચ જોવા આવ્યા હતા, પરંતુ તેઓ પણ નિરાશ થયા હતા. ફાઈનલ મેચમાં સ્પેનના રાજા ફેલિપ પણ હાજર રહ્યા હતા.

આ પણ  વાંચો  - India-A Women Team Squad: ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીયની ટીમ જાહેરાત

આ પણ  વાંચો  - જુઓ..વિવ રિચર્ડ્સ અને નીના ગુપ્તાનો આ થ્રો બેક VIDEO

આ પણ  વાંચો  - ગૌતમની ‘ગંભીર’ માંગોને ઠુકરાવતી BCCI

Tags :
beatsBerlinEnglandEngland national football teamEURO Cup FinalFootballhighlightskaty perryMikelOyarzabalNicoWilliamsspainSpain national football teamSportsThe UEFA European Football ChampionshipUEFA European Football Championship Final
Next Article