ખુરશીમાંથી પડી કેટી પેરી, હોસ્ટે ઉઠાવીને ખુરશીમાં બેસાડી
ફેમસ અમેરિકન સિંગર કેટી પેરી તેના વોર્ડરોબ માલફંક્શનને લઈને ચર્ચામાં છે. કેટી ફરી એકવાર સમાચારમાં છે પરંતુ આ વખતે તેની અફસોસની ક્ષણ નથી..ફરી એકવાર કેટી સમાચારમાં છે, પરંતુ આ વખતે તેનો વીડિયો મીટિંગમાં ખુરશી પરથી પડી જવાને કારણે વાયરલ થઈ રહ્યો છે. કેટીનો આ પડી જવાનો વિડિયો અમેરિકન આઈડલના સેટનો છે જ્યાં તે એક ખુરશી પરથી પડી જાય છે. આ વીડિયો કેટીએ તેના ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો છà
Advertisement
ફેમસ અમેરિકન સિંગર કેટી પેરી તેના વોર્ડરોબ માલફંક્શનને લઈને ચર્ચામાં છે. કેટી ફરી એકવાર સમાચારમાં છે પરંતુ આ વખતે તેની અફસોસની ક્ષણ નથી..ફરી એકવાર કેટી સમાચારમાં છે, પરંતુ આ વખતે તેનો વીડિયો મીટિંગમાં ખુરશી પરથી પડી જવાને કારણે વાયરલ થઈ રહ્યો છે.
કેટીનો આ પડી જવાનો વિડિયો અમેરિકન આઈડલના સેટનો છે જ્યાં તે એક ખુરશી પરથી પડી જાય છે. આ વીડિયો કેટીએ તેના ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અમેરિકન આઈડોલના આ એપિસોડમાં કેટીએ મરીનમેઈડનો ગેટઅપ કર્યો છે.
ફિન શેપના ગેટઅપ લુકમાં તે ખુરશી પર બેઠી છે. અહીં શોના હોસ્ટ ટોપ 10 સ્પર્ધકો વિશે વાત કરી રહ્યા છે. અચાનક જ જજની પેનલમાં બેઠેલી કેટી તેની ખુરશી પરથી પડી ગઈ. તેને જોઈને હોસ્ટ તેની તરફ દોડે છે. ખુરશી પરથી પડ્યા પછી, કેટી સાથે બેઠેલા કો- જજીસ તેને સંભાળે છે અને તેને ઉઠાવીને બેસાડવાનો પ્રયાસ કરે છે. કેટી અને તેના સાથી જજ માટે આ મૂબમેન્ટ હાસ્યાસ્પદ છે. કેટી પોતે જ તેના પડવા પર જોરથી હસી પડે છે.
હોસ્ટ તેને ઊંચકીને ફરીથી ખુરશી પર બેસાડે છે. આ ઘટના કેટી સાથે બની ત્યારે ત્યાં ઘણાં લોકો પણ હાજર હોય છે. આ ઘટના બાદ લોકો પોતાનું હસવાનું નથી રોકતા. આ પહેલા પણ એક શોમાં તેનું પેન્ટ ફાટી ગયું હતું. પરંતુ કેટીએ કપડાના આ માલફંક્શનને હળવાશથી લીધું અને સ્પોટ બોય પાસેથી ટેપ મેળવીને તેને ચોંટાડી દીધું હતું. સાથે જ તે આખો શો ટેપ ચોંટાડેલા પેન્ટ સાથે કરતી જોવા મળી હતી. તેનો આ ફની વીડિયો ઘણો છવાયો હતો. અને હવે કેટી ફરીથી હાસ્યનો પાત્ર બની છે.
Advertisement