ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

WORLD CUP ના કારણે ICC ને થયું 167 કરોડ કરતા પણ વધારેનું નુકશાન, જાણો શું છે કારણ

વર્ષ 2024 ન વિશ્વકપમાં ભારતની ટીમની શાનદાર વીજય થઈ હતી. લગભગ 13 વર્ષ બાદ ભારત કોઈ વર્લ્ડ કપ જીતવામાં સફળ થયું હતું. ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપ 2024 આ વખતે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં આયોજિત કરવામાં આવ્યો હતો. ICC...
02:20 PM Jul 18, 2024 IST | Harsh Bhatt
featuredImage featuredImage

વર્ષ 2024 ન વિશ્વકપમાં ભારતની ટીમની શાનદાર વીજય થઈ હતી. લગભગ 13 વર્ષ બાદ ભારત કોઈ વર્લ્ડ કપ જીતવામાં સફળ થયું હતું. ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપ 2024 આ વખતે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં આયોજિત કરવામાં આવ્યો હતો. ICC દ્વારા આ ટુર્નામેન્ટ પાછળ ઘણા રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત અમેરિકામાં આઈસીસી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ICCને ટૂર્નામેન્ટ હિટ થવાની પૂરી આશા હતી, પરંતુ ICCની વાર્ષિક બેઠક પહેલા T20 વર્લ્ડ કપ સાથે જોડાયેલો એક મોટો ખુલાસો સામે આવ્યો છે. હકીકતમાં અમેરિકામાં રમાયેલી વર્લ્ડ કપ મેચમાં ICCને કરોડોનું નુકસાન થયું છે. જી હા ક્રિકેટની લોકપ્રિયતા અને ભારતના ચેમ્પિયન બન્યા બાદ પણ ICC ને આ ટુર્નામેન્ટથી ઘણું નુકશાન થયું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

ICC ને થયું મોટું નુકશાન

કોલમ્બોમાં આ વર્ષે ICC તેની વાર્ષિક બેઠકનું આયોજન કરી રહ્યું છે. આ અગત્યની બેઠક 19 જુલાઈથી 22 જુલાઈ દરમિયાન યોજાશે. તમને જણાવી દઈએ કે આ બેઠક દરમિયાન ઘણા મોટા મુદ્દાઓ પર ચર્ચા થશે. જેના પર ક્રિકેટ ચાહકોની નજર ટકેલી છે. શુક્રવારે બોર્ડ મીટિંગ સાથે શરૂ થનારી ICC કોન્ફરન્સમાં યુએસમાં T20 વર્લ્ડ કપ મેચોની યજમાનીમાં સંસ્થા દ્વારા થયેલા US$20 મિલિયનથી વધુના નુકસાન અંગે ચર્ચા થવાની અપેક્ષા છે. US$20 ને રૂપિયામાં કરીએ તો તે રકમ 167 કરોડ રૂપિયાથી વધુ છે.

શા માટે થયું નુકશાન

હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે આ નુકશાન થયું કેવી રીતે ? ક્રિકેટની લોકપ્રિયતા પણ આ નુકશાન થતું કેમ ન રોકી શકી ? તો અહી બાબત એમ છે કે, વધુમાં તે બાબત પણ સામે આવી રહી છે કે, ICCએ કરોડો રૂપિયા ખર્ચીને અમેરિકામાં નવું સ્ટેડિયમ પણ બનાવ્યું હતું, પરંતુ ભારતની મેચ સિવાય તે સ્ટેડિયમ અન્ય કોઈ મેચમાં ભરેલું જોવા મળ્યું ન હતું. આમ આ કારણોસર વર્લ્ડકપના કારણે ICC ને ભારે નુકશાન વેઠવું પડયું હતું.

આ પણ વાંચો : JAMES ANDERSON નિવૃત્તિ બાદ પણ રહેશે TEAM ENGLAND સાથે, સંભાળશે આ ખાસ પદ!

Tags :
AmericaCOLAMBOICCICC MEETINGicc worldcuplossSri LankaUSAWorld Cup 2024