Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

DC Vs MI : મુંબઈ ઈન્ડિયન્સનો ઘબડકો, દિલ્હી કેપિટલ્સની સતત ત્રીજી જીત

DC Vs MI: દિલ્હી કેપિટલ્સે શાનદાર પ્રદર્શન કરતા IPL 2024 ની 43મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 10 રને પરાજય આપી પાંચમી જીત મેળવી છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીમાં રમાયેલી આ મેચમાં પણ રનનો વરસાદ થયો...
08:14 PM Apr 27, 2024 IST | Hiren Dave
Delhi Capitals

DC Vs MI: દિલ્હી કેપિટલ્સે શાનદાર પ્રદર્શન કરતા IPL 2024 ની 43મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 10 રને પરાજય આપી પાંચમી જીત મેળવી છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીમાં રમાયેલી આ મેચમાં પણ રનનો વરસાદ થયો હતો. દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 257 રન ફટકારી દીધા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટે 247 રન બનાવ્યા હતા.

મુંબઈએ પાવરપ્લેમાં ગુમાવી 3 વિકેટ

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે પાવરપ્લેમાં જ પોતાની ત્રણ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા 8 બોલમાં 8 રન બનાવી ખલીલ અહમદનો શિકાર બન્યો હતો. ઈશાન કિશન 14 બોલમાં 4 ચોગ્ગા સાથે 20 રન બનાવી આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવે આક્રમક શરૂઆત કરી પણ તે માત્ર 26 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. મુંબઈએ પાવરપ્લેમાં 3 વિકેટે 65 રન બનાવ્યા હતા.

હાર્દિક પંડ્યા જૂની લયમાં જોવા મળ્યો

કેપ્ટન હાર્દિક પંડ્યા આજે પોતાની જૂની લયમાં જોવા મળ્યો હતો. પંડ્યાએ 24 બોલમાં 4 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 46 રન બનાવ્યા હતા. નેહલ વઢેરા માત્ર 2 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે ટિમ ડેવિડે 17 બોલમાં 37 રન બનાવ્યા હતા. મોહમ્મદ નબી પણ 7 રન બનાવી આઉટ થયો હતો. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી તિલક વર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તિલક 32 બોલમાં 4 ફોર અને 4 સિક્સ સાથે 63 રન બનાવી રનઆઉટ થયો હતો. પીયુષ ચાવલા 10 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે લ્યુક વુડે અણનમ 9 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી રશિખ ડેર અને મુકેશ કુમારને ત્રણ-ત્રણ સફળતા મળી હતી.

પાવરપ્લેમાં જેક ફ્રેઝર-મેકગર્કનું વાવાઝોડું

ઓસ્ટ્રેલિયાના 22 વર્ષીય ફ્રેઝર-મેકગર્કે આઈપીએલમાં ધમાલ મચાવી છે. મેકગર્કે પોતાની વિસ્ફોટક બેટિંગથી લોકોને પોતાના દીવાના બનાવી લીધા છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે પણ પ્રથમ ઓવરથી મેકગર્કે આક્રમક શરૂઆત કરી હતી. મેકગર્કે આઈપીએલ-2024માં બીજીવાર 15 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. મેકગર્ક 27 બોલમાં 11 ચોગ્ગા અને 6 સિક્સ સાથે 84 રન બનાવી આઉટ થયો હતો.

 

સારી શરૂઆતનો ઉઠાવ્યો ફાયદો

મેકગર્કની આક્રમક શરૂઆતનો ફાયદો દિલ્હી કેપિટલ્સના અન્ય બેટરોએ પણ ઉઠાવ્યો હતો. અભિષેક પોરેલ 27 બોલમાં 36 રન બનાવી આઉટ થયો હતો. શાઈ હોપએ 17 બોલમાં 5 સિક્સ સાથે 41 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ રિષભ પંતે 19 બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સ સાથે 29 રન બનાવ્યા હતા. ટ્રિસ્ટન સ્ટબ્સ 25 બોલમાં 6 ચોગ્ગા અને બે સિક્સ સાથે 48 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે અક્ષર પટેલ 11 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. મુંબઈ તરફથી લ્યુક વુડ, જસપ્રીત બુમરાહ, પીયુષ ચાવલા અને મોહમ્મદ નબીને એક-એક વિકેટ મળી હતી.

 

 

આ  પણ  વાંચો - KKR vs PBKS : T20 ક્રિકેટના ઇતિહાસમાં જે ક્યારેય ન બન્યું તે પંજાબે કરી બતાવ્યું

આ  પણ  વાંચો - Dubai : જીત બાદ પાકિસ્તાની એથ્લેટે લહેરાવ્યો ભારતીય તિરંગો, Video જોઈને દરેક વ્યક્તિ દિવાના થઈ ગયા…

આ  પણ  વાંચો - SRH vs RCB : 6 મેચ હાર્યા બાદ RCB ની જીતનો સુરજ ઉગ્યો

Tags :
Abishek PorelAxar Patelcapitals vs indianscapitals vs titansdc vs gtdc vs midelhi capitals vs mumbai indians match scorecardindians vs royalsJake Fraser McGurkkumar kushagraLizaad Williamslsg vs rrluke woodmi vs dcMI Vs RRnuwan thusharaPIYUSH CHAWLAPrithvi Shawrasikh salamrishabh pantRR vs MIShai Hopesunrisers vs capitalstristan stubbswest ham vs liverpool
Next Article