Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

David Warner : PAK સાથે ટેસ્ટ મેચ પહેલા વોર્નરની કિંમતી વસ્તુ ખોવાઈ, Video પોસ્ટ કરી કહી આ વાત

ઓસ્ટ્રેલિયાના ઘાતક ઓપનર બેટ્સમેન ડેવિડ વૉર્નરે (David Warner) તાજેતરમાં વનડે ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. ત્યારે હવે ડેવિડ વૉર્નરને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ કરી છે, જેમાં તે ખૂબ જ નિરાશ નજરે આવી રહ્યો છે. કથિત...
david warner   pak સાથે ટેસ્ટ મેચ પહેલા વોર્નરની કિંમતી વસ્તુ ખોવાઈ  video પોસ્ટ કરી કહી આ વાત

ઓસ્ટ્રેલિયાના ઘાતક ઓપનર બેટ્સમેન ડેવિડ વૉર્નરે (David Warner) તાજેતરમાં વનડે ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. ત્યારે હવે ડેવિડ વૉર્નરને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ કરી છે, જેમાં તે ખૂબ જ નિરાશ નજરે આવી રહ્યો છે. કથિત રીતે ડેવિડ વૉર્નરની ટેસ્ટ કેપ ન મળતા તેને આ પોસ્ટ કરી છે. વોર્નરની ટેસ્ટ કેપ (Baggy green cap) ચોરી થઈ હોવાના અહેવાલ છે.

Advertisement

જણાવી દઈએ કે, હાલ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ તેના ઓસ્ટ્રેલિયાના (AUS vs PAK) પ્રવાસે છે. બુધવારથી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે સિડની (Sydney) ખાતે સિરીઝની ત્રીજા ટેસ્ટ મેચ રમાશે. આ વોર્નરની વિદાય ટેસ્ટ મેચ છે. જો કે, આ પહેલા વોર્નર સાથે એક મોટો બનાવ બન્યો છે, જેની માહિતી ખેલાડીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફેન્સને આપી છે. ડેવિડ વોર્નરે (David Warner) તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરીને માહિતી આપી કે, સિડની જતી વખતે તેની મુલ્યવાન વસ્તુઓ ચોરાઈ છે. તેણે કહ્યું કે, ફેન્સથી અપીલ કરવી તેના માટે અંતિમ વિકલ્પ છે. કારણ કે, તેની ટીમે હોટેલ અને એરલાઇન્સના સીસીટીવી ફૂટેજ ચેક કરી લીધા છે. પરંતુ, સામાન મળ્યો નથી.

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)

Advertisement

વોર્નરની બેગી ગ્રીન કેપ ખોવાઈ

ડેવિડ વોર્નરે તેની બેગી ગ્રીન કેપ (Baggy green cap) પાછી મેળવવા માટે લોકો પાસેથી મદદ માગી અને કહ્યું કે, જે પણ તેને પરત કરશે તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે એ વ્યક્તિને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અથવા એરલાઇનનો સંપર્ક કરવા વિનંતી કરી હતી. વોર્નરે એમ પણ કહ્યું કે, જે વ્યક્તિ કેપ પરત કરશે તેને તે બેકપેક ગિફ્ટ કરશે. ઉલ્લેખનીય છે કે, ડેવિડ વોર્નરે (David Warner) તાજેતરમાં વન ડે ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. વોર્નરને અપેક્ષા છે કે જ્યારે તે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમવા માટે ઉતરશે તે પહેલા તેની પાસે તેની બેગી ગ્રીન કેપ હશે.

Advertisement

આ પણ વાંચો - IND vs SA TEST : નવા વર્ષમાં રોહિત શર્મા લેશે કડક નિર્ણય, ટીમમાંથી આ ખેલાડીને કરશે બહાર !

Tags :
Advertisement

.