Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Controversy: ભારતીય ટીમના આ ભૂતપૂર્વ ખેલાડીઓ સામે નોંધાઈ FIR

Controversy: હુસ્ન તેરા તૌબા... તૌબા... સોન્ગ વાગી રહ્યું છે અને સ્ક્રીન પર એક પછી એક ત્રણ લિજેન્ડ પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, યુવરાજ સિંહ અને સુરેશ રૈના દેખાય છે. આ ત્રણેય ક્રિકેટર જાણે લંગડા ચાલી રહ્યા હોય તેવી એક્ટિંગ કરતા જોવા...
07:24 PM Jul 17, 2024 IST | Hiren Dave

Controversy: હુસ્ન તેરા તૌબા... તૌબા... સોન્ગ વાગી રહ્યું છે અને સ્ક્રીન પર એક પછી એક ત્રણ લિજેન્ડ પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, યુવરાજ સિંહ અને સુરેશ રૈના દેખાય છે. આ ત્રણેય ક્રિકેટર જાણે લંગડા ચાલી રહ્યા હોય તેવી એક્ટિંગ કરતા જોવા મળે છે. હરભજન સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ જાય છે અને આ વીડિયોને લઈને યુઝર્સમાં ઘણો રોષ ફેલાય છે. વધતા વિવાદ(controversy)ને જોઈને હરભજન સિંહે આ વીડિયોને હટાવવાની ફરજ પડે છે. વીડિયોને લઈને કેમ થયો વિવાદ આગળ જાણો...

 

આ વીડિયોને લઈને ત્રણ પૂર્વ ભારતીય ક્રિકેટરો વિરુદ્ધ અમર કોલોની પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવાની માગ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક NGO દ્વારા આપવામાં આવેલી ફરિયાદમાં ખેલાડીઓ પર દિવ્યાંગોની મજાક અને અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

 

ભારતીય ટીમે તાજેતરમાં ઈંગ્લેન્ડમાં પૂર્ણ થયેલી લિજેન્ડ ક્રિકેટ ચેમ્પિયનશિપમાં જીત નોંધાવી છે. આ પછી હરભજને ઈન્ટરનેટ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો. આમાં આ ત્રણેય પૂર્વ ક્રિકેટર દિવ્યાંગોની જેમ ચાલી રહ્યા છે. આના પર દિલ્હીમાં દિવ્યાંગો માટે કામ કરતી એક NGOએ ત્રણેય ક્રિકેટરો વિરુદ્ધ અમર કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. NGOએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે વીડિયોમાં ત્રણેય ખેલાડીઓ દિવ્યાંગ લોકોનું અપમાન કરતા જોવા મળે છે, તેથી ત્રણેય વિરુદ્ધ કેસ નોંધવો જોઈએ. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

 

શું હતો સમગ્ર મામલો

લિજેન્ડ ક્રિકેટ ચેમ્પિયન જીત્યા બાદ યુવરાજ, રૈના અને ભજ્જીએ તૌબા-તૌબા ગીત પર વીડિયો બનાવ્યો હતો. ભજ્જીએ ઈન્ટરનેટ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે 15 દિવસ સુધી સતત રમ્યા બાદ આખા શરીરની તૌબા-તૌબા થઈ ગઈ છે. થોડી જ વારમાં આ વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો. આ પછી યુઝર્સ ત્રણેય સામે પોતાનો વિરોધ વ્યક્ત કરવા લાગ્યા અને વીડિયોને દિવ્યાંગોનું અપમાન ગણાવ્યું.

આ પણ  વાંચો  - ICC Rankings: યશસ્વી જયસ્વાલે લગાવી છલાંગ, આ સ્ટાર ખેલાડીને થયું નુકસના

આ પણ  વાંચો  - Andrea Jaeger: લોકર રૂમમાં થયું યૌન શોષણ, સ્ટાર ખેલાડીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

આ પણ  વાંચો  - ક્રિકેટ જગતમાંથી આવ્યા Bad News, પરિવારની સામે જ આ પૂર્વ ક્રિકેટરની હત્યા કરવામાં આવી

Tags :
against reelcontroversyCricketformer playerharbhajan singhPolice complaintSportssuresh rainaYuvraj Singh
Next Article