Bishan singh bedi : ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર બિશન સિંહ બેદીનું 77 વર્ષની વયે નિધન
ભારતની મેજબાનીમાં રમાઈ રહેલી વનડે વર્લ્ડકપ 2023 વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. 77 વર્ષની ઉંમરમાં ભારતના પૂર્વ દિગ્ગજ સ્પિનર બિશન સિંહ બેદીનું અવસાન થયું છે. બેદીએ વર્ષ 1970ના દાયકામાં સ્પિન બોલિંગની પ્રસિદ્ધ ચોકડી(બેદી, પ્રસન્ના, ચંદ્રશેખર, રાઘવન) સાથે ક્રિકેટ રમ્યું હતું .
મોટા-મોટા દિગ્ગજ રન લેવા કરતા હતા સંઘર્ષ
ભારતના પૂર્વ દિગ્ગજ સ્પિનર બેદી ભારતીય ક્રિકેટનો તે ચહેરો હતા, જેમણે મેદાન પર પોતાનું પ્રદર્શન કરવા સાથે પોતાના નૈતૃત્વથી પોતાના વિચાર રાખવામાં સંકોચ કર્યો નહતો. બેદી 1960-70ના દાયકામાં બેટ્સમેન માટે મુસીબત બન્યા હતા. ભારતીય જમીનથી લઈને તેમણે વિદેશમાં પણ પોતાની ફ્લાઈટેડ લેગ બ્રેકના ઝાળમાં મોટા-મોટા દિગ્ગજોને ફસાવ્યા હતા.
બેદીનું આંતરરાષ્ટ્રીય કરિયર અંદાજે 12 વર્ષ રહ્યું
પંજાબ માટે ક્રિકેટ કરિયરની શરૂઆત કરનારા બિશન સિંહ બેદીએ પોતાનો મોટાભાગનો સમય ભારતીય ટીમ ઉપરાંત દિલ્લીની રણજી ટીમ સાથે વિતાવ્યો હતો. બિશન સિંહ બેદીનું આંતરરાષ્ટ્રીય કરિયર અંદાજે 12 વર્ષ રહ્યું છે. તેમણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ કોલકાતા ટેસ્ટ મેચથી ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતું.
પ્રથથ મેચમાં 2 વિકેટ લીધી
કિશન સિંહની ડેબ્યૂ મેચ 31 ડિસેમ્બર 1966થી 5 જાન્યુઆરી 1967 સુધી રમવામાં આવી હતી. આ સમયે બેદીને માત્ર 1 ઈનિંગમાં બોલિંગ કરવાની તક મળી હતી. જેમાં તેમણે 2 વિકેટ પોતાના નામે કરી હતી. જે બાદ તેમે પ્રથમ વનડે મેચ 13 જુલાઈ 1974ના રોજ ઈંગ્લેન્ડ વિરુદ્ધ લીડ્સમાં રમા હતી. પૂર્વ ભારતીય કેપ્ટન બિશન સિંહ બેદીએ પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ લંડન ટેસ્ટ મેચ રમી હતી. આ મેચ 30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 1979 સુધી ચાલી હતી.
આ પણ વાંચો-IND VS NZ : ગૌતમનો બફાટ, કહ્યું – ‘વિરાટ કોહલી નથી ફિનિશર’