Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Asia Cup 2023 : બાંગ્લાદેશે ભારતને 6 રને હરાવ્યું, ગીલ-અક્ષરનું શ્રેષ્ઠ પ્રદર્શન

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી સુપર-4ની અંતિમ મેચમાં ભારતની 6 રને હાર થઈ છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પહેલાં બેટિંગ કરવા આવેલા બાંગ્લાદેશની ટીમે 50 ઓવર બાદ 8 વિકેટના...
11:25 PM Sep 15, 2023 IST | Hiren Dave

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી સુપર-4ની અંતિમ મેચમાં ભારતની 6 રને હાર થઈ છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પહેલાં બેટિંગ કરવા આવેલા બાંગ્લાદેશની ટીમે 50 ઓવર બાદ 8 વિકેટના નુકસાને 265 રન બનાવ્યા હતા. જેથી ભારતને 266 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમમાં સૌથી વધુ 133 બોલ પર 122 રન શુભમન ગિલે બનાવ્યા હતા. જે બાદ અક્ષર પટેલે 33 બોલ પર 42 રન બનાવ્યા હતા. ભારત માટે સૌથી વધુ 3 વિકેટ શાર્દુલ ઠાકુરે અને બાંગ્લાદેશ માટે મુસ્તફીઝુર રહેમાને 3 વિકેટ લીધી હતી.

 

 

શુભમન ગિલની દમદાર સદી

આ દરમિયાન ગિલે પોતાની અડધી સદી પૂરી કરી અને ટીમને 100 રનથી આગળ લઈ ગઈ. ODIમાં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહેલા સૂર્યકુમાર યાદવ પાસે સારી તક હતી પરંતુ તે તેનો ફાયદો ઉઠાવવામાં ચૂકી ગયો. તેણે કેટલીક સારી બાઉન્ડ્રી ફટકારી પરંતુ જરૂરી કરતાં વધુ સ્વીપ રમવાનો પ્રયાસ કરતા તે શાકિબ અલ હસનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. એક તરફ ગિલ સતત રન બનાવી રહ્યો હતો, બીજી તરફ વિકેટો પડી રહી હતી. રવિન્દ્ર જાડેજા પણ લાંબો સમય ટકી શક્યો નહીં. ટીમની 6 વિકેટ 170 રન પર પડી ગઈ હતી, પરંતુ ગિલ સ્થિર રહ્યો અને તેણે વનડેમાં તેની પાંચમી સદી પૂરી કરી હતી.

મુઝફ્ફીર રહેમાનની 3 વિકેટ

બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ મુજફ્ફીર રહેમાને 3 વિકેટ, જ્યારે તનજીમ હસન સાકીબ અને મહેંદી હસનની 2-2 વિકેટ, શાદિબ અલ હસન અને એમ.હસન મિરજાની 1-1 વિકેટ

 

શાર્દુલ ઠાકુરની 3 વિકેટ

ભારત તરફથી સૌથી વધુ શાર્દુલ ઠાકુરની 3 વિકેટ, મોહમ્મદ શામીની 2 વિકેટ, જ્યારે પ્રસિદ્ધ ક્રિશ્ના, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાની 1-1 વિકેટ

ભારતે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો હતો

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમમાં 5 ફેરફાર કરવામાં આવ્યા હતા, જેમાં વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવને આરામ આપવામાં આવ્યો હતો, જ્યારે તેના સ્થાને તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, શાર્દુલ ઠાકુર તેમજ મોહમ્મદ શમીને લેવાયા હતા.

 

એશિયા કપની ફાઈનલમાં ભારત

ભારતની ટીમે ટુર્નામેન્ટની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. એશિયા કપ-2023માં ભારતની આ પાંચમી મેચ છે, જેનામાં ભારતને 6 રને પરાજય થયો છે. આ પહેલા ભારતે નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવ્યું હતું, જ્યારે પાકિસ્તાન સામેની પહેલી મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી.

ભારત અન બાંગ્લાદેશ વચ્ચે હેડ ટુ હેડ ટક્કર

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજની વન-ડેમાં સહિત અત્યાર સુધીમાં કુલ 41 મેચ રમાઈ હતી, જેમાં ભારતનો 31 વન-ડેમાં વિજય થયો છે જ્યારે બાંગ્લાદેશનો 8 મેચમાં વિજય થયો છે, જ્યારે બે મેચ અનિર્ણિત રહી છે. એશિયા કપની વાત કરવામાં આવે તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં 13 મેચ રમાઈ છે જેમાં ભારતનો 11માં જ્યારે બાંગ્લાદેશનો 2 મેચમાં વિજય થયો છે.

આ  પણ  વાંચો-ASIA CUP : શ્રીલંકાએ રોમાંચક મુકાબલામાં પાકિસ્તાનને 2 વિકેટે હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો

Tags :
asia cup 2023IND Vs BANShubman Gill
Next Article