ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Australia Squad : T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા ટીમની જાહેરાત, આ ખેલાડી બન્યો કેપ્ટન

Australia Squad : મંગળવારે સાંજે BCCI મેન્સ T20 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે ઓસ્ટ્રેલિયાની ટીમે (Australia Squad) પણ પોતાના ટીમની જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વનડે વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન પેટ કમિન્સની...
11:29 AM May 01, 2024 IST | Hiren Dave
Australia Squad

Australia Squad : મંગળવારે સાંજે BCCI મેન્સ T20 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે ઓસ્ટ્રેલિયાની ટીમે (Australia Squad) પણ પોતાના ટીમની જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વનડે વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન પેટ કમિન્સની જગ્યાએ મિચેલ માર્શને (MitchellMarsh)કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.

 

 

આ સ્ટાર ખેલાડીની બાદબાકી

આ વર્ષે જૂન મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ (ICC Men's T20 world cup 2024)નું આયોજન થવાનું છે. આઈસીસી ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમનું તાજેતરનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. જ્યાં ઓસ્ટ્રેલિયન ટીમે વર્ષ 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ODI વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારે હવે ઓસ્ટ્રેલિયના ટીમે પણ પોતાના સ્ક્વૉડની જાહેરાત કરી છે. જેમાં ચોંકાવનારી વાત એ છે કે ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી સ્ટીવ સ્મિથની વર્લ્ડ કપ માટે ટીમમાં પસંદગી કરવામાં આવી નથી.

કેપ્ટન માર્શે શું કહ્યું

બુધવારે જ્યારે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે માર્શને વર્લ્ડ કપ માટે ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. કેપ્ટન બનવા પર માર્શે કહ્યું હતું કે 'મારા દેશ માટે રમવું મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે અને હવે વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કરવું એ તેનાથી પણ મોટું સન્માન છે. અમને હાલના સમયમાં કેટલીક મજબૂત સફળતા મળી છે અને મને આશા છે કે તે આ રીતે ચાલુ રહેશે.' ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ કપમાં તેની પ્રથમ મેચ 6 જૂને ઓમાન સામે રમશે.

 

T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ

મિશેલ માર્શ (C), એશ્ટન અગર, પેટ કમિન્સ, ટિમ ડેવિડ, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.

 

વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનું શેડ્યૂલ

6 જૂન: વિ ઓમાન, કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસ

9 જૂન: વિરુદ્ધ ઈંગ્લેન્ડ, કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસ

12 જૂન: વિ નામિબિયા, સર વિવ રિચર્ડ્સ સ્ટેડિયમ, એન્ટિગુઆ

16 જૂન: વિ સ્કોટલેન્ડ, ડેરેન સેમી સ્ટેડિયમ, સેન્ટ લુસિયા

 

આ પણ  વાંચો -AFGHANISTAN Squad: T20 વર્લ્ડ કપ માટે અફઘાનિસ્તાન ટીમની જાહેરાત, આ સ્ટાર ખેલાડી બહાર

આ પણ  વાંચો -England T20 WC Squad : ઈંગ્લેન્ડે ટી20 વર્લ્ડ કપ માટે ટીમની કરી જાહેરાત,આ ઘાતક બોલરની થઈ એન્ટ્રી

 

Tags :
AndrewSymondsAustraliaAustralia Squadicct20worldcupMitchellMarsh
Next Article