Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Asian Games 2023 : ભારતીય ક્રિકેટ ટીમ ગોલ્ડથી એક ડગલું દૂર

ભારતીય ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2023ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 9 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 96 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 9.2 ઓવરમાં એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારતીય...
asian games 2023   ભારતીય ક્રિકેટ ટીમ ગોલ્ડથી એક ડગલું  દૂર
Advertisement

ભારતીય ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2023ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 9 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 96 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 9.2 ઓવરમાં એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારતીય ટીમ તરફથી તિલક વર્માએ અણનમ 55 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે અણનમ 40 રન બનાવ્યા હતા. સાઈ કિશોરે 3 વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદરે 2 વિકેટ લીધી હતી. હવે ભારતીય ટીમ શનિવારે ફાઇનલ મેચ રમશે.

Advertisement

રુતુરાજ ગાયકવાડની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ક્વાર્ટર ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ નેપાળને અને બાંગ્લાદેશે મલેશિયાને હરાવ્યું હતું. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે નવ વિકેટે 96 રન બનાવ્યા હતા.

Advertisement

તિલક વર્માએ તોફાની અડધી સદી ફટકારી હતી

તિલક વર્માએ તોફાની બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. 26 બોલનો સામનો કરીને તેણે 6 સિક્સર અને 2 ફોર ફટકારી હતી. તિલક 55 રન બનાવીને અણનમ રહ્યો હતો.

બાંગ્લાદેશે 96 રન બનાવ્યા
એશિયન ગેમ્સની સેમીફાઈનલ મેચમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે ભારતને 97 રનનો ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે નવ વિકેટે 96 રન બનાવ્યા હતા.

ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી
ભારતીય કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો હતો. ભારતીય કેપ્ટન રૂતુરાજે પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. આવેશ ખાનની જગ્યાએ ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શાહબાઝ ડાબોડી સ્પિનર ​​હોવાની સાથે સાથે લોઅર ઓર્ડરનો સારો બેટ્સમેન છે. શાહબાઝ ભારત માટે T20 ક્રિકેટમાં ડેબ્યૂ કરી રહ્યો છે. તે ત્રણ વનડે રમી ચૂક્યો છે. શાહબાઝના આગમન સાથે જ ટીમ ઈન્ડિયા માત્ર એક વિશેષજ્ઞ પેસ બોલર સાથે મેદાનમાં ઉતરી છે.

ભારત: રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, શિવમ દુબે, શાહબાઝ અહેમદ, વોશિંગ્ટન સુંદર, રવિ શ્રીનિવાસન સાઈ કિશોર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ.

બાંગ્લાદેશ જાકર અલી (વિકેટકીપર), પરવેઝ હુસૈન ઈમોન, ઝાકિર હસન, સૈફ હસન (કેપ્ટન), મહમુદુલ હસન જોય, અફીફ હુસૈન, શહાદત હુસૈન, મૃત્યુંજય ચૌધરી, હસન મુરાદ, રકીબુલ હસન, રિપન મંડલ.

આ  પણ  વાંચો -

Tags :
Advertisement

Related News

featured-img
ક્રાઈમ

Surat : સચિન વિસ્તારના તળાવમાંથી ધો. 9 નાં વિદ્યાર્થીનો મૃતદેહ મળવાનો મામલો, તપાસ કમિટીની રચના

featured-img
Top News

ISRO NISAR Satellite: પૃથ્વીની સપાટી પર નજર રાખવા 'શક્તિશાળી' ઉપગ્રહ લોન્ચ કરાશે, જાણો તેની વિશેષતા

featured-img
Top News

VADODARA : જૂની અદાવતે મૂર્તિઓ તોડીને નુકશાન પહોંચાડ્યું, એક ઝબ્બે

featured-img
રાષ્ટ્રીય

Madhya Pradesh : બાગેશ્વર ધામમાં ટેન્ટ તૂટી પડ્યો, એક ભક્તનું મૃત્યુ થતાં ચકચાર મચી ગઈ

featured-img
Top News

Gujarat Heavy Rain: હવામાન નિષ્ણાંત Ambalal Patel એ કરી ભુક્કા બોલાવતી આગાહી

featured-img
સુરત

Surat : ધો. 10-12 ની પૂરક પરીક્ષા ન આપી શકનાર વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનાં સમાચાર

×

Live Tv

Trending News

.

×