Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Asia Cup 2023 : એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત,જાણો કોને મળ્યું સ્થાન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એશિયા કપ 2023 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. અજીત અગરકરે 21 ઓગસ્ટ (સોમવાર)ના રોજ દિલ્હીમાં ટીમની જાહેરાત કરી હતી. આ દરમિયાન રોહિત શર્મા પણ હાજર હતો. 17 સભ્યોની ટીમની કમાન રોહિત શર્માના હાથમાં...
asia cup 2023   એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત જાણો કોને મળ્યું સ્થાન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એશિયા કપ 2023 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. અજીત અગરકરે 21 ઓગસ્ટ (સોમવાર)ના રોજ દિલ્હીમાં ટીમની જાહેરાત કરી હતી. આ દરમિયાન રોહિત શર્મા પણ હાજર હતો. 17 સભ્યોની ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ અને શ્રેયસ અય્યર ભારતીય ટીમમાં પરત ફર્યા છે. યુવા બેટ્સમેન તિલક વર્માને પણ ટીમમાં તક મળી છે. જ્યારે સંજુ સેમસનને ટીમમાં સ્થાન મળ્યું નથી. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પર સવાલો ઉઠી રહ્યા હતા, પરંતુ તેને વાઈસ કેપ્ટન તરીકે યથાવત રાખવામાં આવ્યો છે.

Advertisement

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ એશિયા કપમાં પહેલી મેચ 2 સપ્ટેમ્બરના રોજ રમશે. આ મેચ પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકાના કેન્ડીમાં થશે. ત્યારબાદ ભારતીય ટીમ બીજી ગ્રુપ મેચ નેપાળ વિરુદ્ધ 4 સપ્ટેમ્બરના રોજ મરશે. એશિયા કપમાં ભારત, પાકિસ્તાન, અને નેપાળ એક જ ગ્રુપમાં છે. અત્રે જણાવવાનું કે એશિયા કપ પાકિસ્તાનની મેજબાનીમાં હાઈબ્રિડ મોડલના આધારે રમાઈ રહ્યો છે.

Advertisement

એશિયા કપ માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કે એલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રૃષ્ણા, જ્યારે સંજુ સેમસનને સ્ટેન્ડ બાય પ્લેયર તરીકે રાખવામાં આવ્યો છે.

Advertisement

આ ખેલાડીઓની ટીમમાં વાપસી
ટીમ ઈન્ડિયામાં લાંબા સમય બાદ જસપ્રીત બુમરાહ, કે એલ રાહુલ અને શ્રેયસ ઐય્યરની વાપસી થઈ છે. આ ત્રણેય ખેલાડીઓ ઈજાગ્રસ્ત હતા. બુમરાહે આયરલેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝમાં વાપસી કરી હતી. જ્યારે કે એલ રાહુલ અને શ્રેયસ ઐય્યર એશિયા કપમાં રમતા જોવા મળશે.

આ સિલેક્શન કમિટીએ પસંદ કરી ટીમ
પૂર્વ ભારતીય ક્રિકેટર અજીત આગરકરના નેતૃત્વમાં શિવ સુંદર દાસ, સુબ્રતો બેનર્જી, સલીલ અંકોલા, અને શ્રીધરન શરથની કમિટીએ ટીમ પસંદ કરી છે. સિલેક્શન મીટિંગમાં કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ પણ સામેલ થયા હતા.

ભારતે ક્યારે ક્યારે જીત્યો એશિયાકપ
  • 1984: વનડે ફોર્મેટ
  • 1988: વનડે ફોર્મેટ
  • 1990: વનડે ફોર્મેટ
  • 1995: વનડે ફોર્મેટ
  • 2010: વનડે ફોર્મેટ
  • 2016: ટી 20 ફોર્મેટ
  • 2018: વનડે ફોર્મેટ

શ્રીલંકા બીજા નંબરે છે. જે 6 વખત એશિયા કપ જીત્યું છે. શ્રીલંકાએ 1986, 1997, 2004, 2008, 2014, 2022 માં જીત મેળવી હતી. પાકિસ્તાન બે વાર એશિયા કપ જીત્યું છે. 2000 અને 2012માં.

એશિયા કપનું શિડ્યુલ
  • 30 ઓગસ્ટ- પાકિસ્તાન વિરુદ્ધ નેપાળ- મુલ્તાન
  • 31 ઓગસ્ટ- બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા- કેન્ડી
  • 2 સપ્ટેમ્બર- ભારત વિરુદ્ધ પાકિસ્તાન- કેન્ડી
  • 3 સપ્ટેમ્બર- બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન- લાહોર
  • 4 સપ્ટેમ્બર- ભારત વિરુદ્ધ નેપાળૃ કેન્ડી
  • 5 સપ્ટેમ્બર- શ્રીલંકા વિરુદ્ધ અફઘાનિસ્તાન - લાહોર
  • 6 સપ્ટેમ્બર - A1 Vs B2 - લાહોર
  • 9 સપ્ટેમ્બર - B1 vs B2 કોલંબો
  •  10. સપ્ટેમ્બર- A1 vs A2 - કોલંબો
  • 12 સપ્ટેમ્બર- A2 vs B1 - કોલંબો
  • 14 સપ્ટેમ્બર- A1 vs B1 - કોલંબો
  • 15 સપ્ટેમ્બર- A2 vs B2 - કોલંબો
  • 17 સપ્ટેમ્બર- ફાઈનલ- કોલંબો

આ  પણ  વાંચો-WORLD BADMINTON CHAMPIONSHIP નો આજથી થશે પ્રારંભ,આ ભારતીયો ખેલાડીઓ પર રહેશે નજર

Tags :
Advertisement

.