Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Asia Cup 2023 : એશિયા કપ 2023 પર કોરોનાનું સંકટ, આ 2 ખેલાડીયો થયા કોરોના પોઝિટિવ

પાકિસ્તાનની મેજબાનીમાં યોજાઈ રહેલો એશિયા કપ 2023 (Asia Cup 2023) 30 ઓગસ્ટથી શરૂ થશે અને ફાઇનલ 17 સપ્ટેમ્બરે રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની પ્રખ્યાત મેચ શ્રીલંકામાં યોજાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 30 ઓગસ્ટના રોજ મુલ્તાનમાં પાકિસ્તાન અને નેપાળ વચ્ચે...
asia cup 2023   એશિયા કપ 2023 પર કોરોનાનું સંકટ  આ 2 ખેલાડીયો થયા કોરોના પોઝિટિવ

પાકિસ્તાનની મેજબાનીમાં યોજાઈ રહેલો એશિયા કપ 2023 (Asia Cup 2023) 30 ઓગસ્ટથી શરૂ થશે અને ફાઇનલ 17 સપ્ટેમ્બરે રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની પ્રખ્યાત મેચ શ્રીલંકામાં યોજાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 30 ઓગસ્ટના રોજ મુલ્તાનમાં પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. આ ટૂર્નામેન્ટ પહેલાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. એશિયા કપ 2023 પર કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે.

Advertisement

એશિયા કપ શરૂ થવાના 5 દિવસ પહેલા શ્રીલંકાના કેમ્પમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. માહિતિ અનુસાર શ્રીલંકાના બે ખેલાડીઓ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ ખેલાડીઓ છે ઓપનર અવિષ્કા ફર્નાન્ડિસ અને ટીમનો વિકેટકીપર બેટ્સમેન કુસલ પરેરા. બંને ખેલાડીઓનો રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Advertisement

શ્રીલંકાએ હજુ સુધી ટીમની જાહેરાત કરી નથી

શ્રીલંકાએ હજુ એશિયા કપ 2023 માટે તેની ટીમની જાહેરાત કરી નથી. તે જ સમયે, ભારત, પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશની ટીમોએ તેમની ટીમની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ પર રમાશે. એશિયા કપની 4 મેચ પાકિસ્તાનમાં રમાશે અને બાકીની મેચો શ્રીલંકામાં રમાશે. એશિયા કપ 2023માં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળની ટીમો મેદાનમાં ઉતરી રહી છે.

Advertisement

બંને ખેલાડીઓ અગાઉ પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા

આવિષ્કા ફર્નાન્ડોને (Avishka Fernando)અગાઉ ગયા વર્ષે શ્રીલંકા અને ઝિમ્બાબ્વેની વનડે શ્રેણી પહેલા કોવિડ પોઝિટિવ જોવા મળ્યો હતો. પછી બૂસ્ટર ડોઝ લીધા પછી પણ તેને ચેપ લાગ્યો. તે જ સમયે, કુસલ પરેરા પણ બીજી વખત કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. કુસલ પરેરા આફ્રિકા સામેની સીરીઝ પહેલા 2 વર્ષ પહેલા કોવિડ પોઝીટીવ થઇ ગયો હતો.

આ પણ  વાંચો-નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઈનલમાં એન્ટ્રી, પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું

Tags :
Advertisement

.