Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Asia Cup 2023 : બાંગ્લાદેશનો સ્ટાર ખેલાડી એશિયા કપમાંથી થયો બહાર

બાંગ્લાદેશ અને પાકિસ્તાન આજે 2023 એશિયા કપમાં ટકરાશે. સુપર-4 તબક્કાની આ પહેલી મેચ છે. પાકિસ્તાન સામેની મેચ પહેલા બાંગ્લાદેશને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર બેટ્સમેન ઈજાના કારણે 2023ના એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે.   બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)...
asia cup 2023   બાંગ્લાદેશનો સ્ટાર ખેલાડી એશિયા કપમાંથી  થયો બહાર

બાંગ્લાદેશ અને પાકિસ્તાન આજે 2023 એશિયા કપમાં ટકરાશે. સુપર-4 તબક્કાની આ પહેલી મેચ છે. પાકિસ્તાન સામેની મેચ પહેલા બાંગ્લાદેશને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર બેટ્સમેન ઈજાના કારણે 2023ના એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે.

Advertisement

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અનુસાર, નજમુલ હુસેન શાંતો બાંગ્લાદેશ પરત ફરશે અને ભારતમાં આવતા મહિને શરૂ થનારા ICC 2023 ODI વર્લ્ડ કપ પહેલા પુનર્વસનમાંથી પસાર થશે. બાંગ્લાદેશ ટીમના ફિઝિયો બૈજેદુલ ઈસ્લામ ખાને જણાવ્યું કે અફઘાનિસ્તાન સામેની મેચ દરમિયાન શાંતોને ઈજા થઈ હતી. તમને જણાવી દઈએ કે શાંતોએ આ મેચમાં સદી ફટકારી હતી.

Advertisement

શાંતોની જગ્યાએ આ દિગ્ગજ ખેલાડી પરત ફર્યો

બાંગ્લાદેશે પણ નજમુલ હુસૈન શાંતોને બદલવાની જાહેરાત કરી છે. શાંતોના સ્થાને વિકેટકીપર બેટ્સમેન લિટન દાસ ટીમમાં સામેલ થયો છે. લિટન પાકિસ્તાન સામેની મેચમાં પ્લેઈંગ ઈલેવનનો પણ ભાગ બની શકે છે. માહિતી મુજબ, અફઘાનિસ્તાન સામેની મેચમાં નઝમુલ હુસૈન શાંતોને સ્નાયુમાં ખેંચાણની સમસ્યા હતી. આ કારણોસર તે મેદાનમાં ઉતર્યો ન હતો.

Advertisement

શાંતો 96.50ની એવરેજથી રન બનાવી રહ્યો હતો

2023ના એશિયા કપમાં નઝમુલ હુસૈન શાંતોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ટુર્નામેન્ટની બે મેચમાં 96.50ની એવરેજથી 193 રન બનાવ્યા હતા. શાંતોએ પહેલી મેચમાં 89 રનની ઇનિંગ રમી હતી. બીજી મેચમાં 104 રન બનાવ્યા હતા.

બાંગ્લાદેશ સુપર-4 માટે ક્વોલિફાય થયું છે

અફઘાનિસ્તાનને મોટા અંતરથી હરાવીને બાંગ્લાદેશની ટીમે સુપર-4માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 89 રને જીત મેળવી હતી. શાંતોએ તે મેચમાં 104 રનની ઇનિંગ રમી હતી. આ પહેલા તેણે શ્રીલંકા સામે 89 રન બનાવ્યા હતા.

આ  પણ  વાંચો -WORLD CUP 2023 : INDIA VS PAKISTAN મેચની એક ટિકિટ વેચાઈ રહી છે 57 લાખ રૂપિયામાં

Tags :
Advertisement

.