Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

WORLD CUP : ઓસ્ટ્રેલિયાને વધુ એક ઝટકો, વર્લ્ડ કપની વચ્ચે ખેલાડી સ્વદેશ પરત ફર્યો

હાલ વર્લ્ડ કપનો ખુમાર જોર પર છે. તેની વચ્ચે ઓસ્ટ્રેલિયન ટીમને બીજો મોટો ઝટકો મળ્યો છે. 1 નવેમ્બરના રોજ ગ્લેન મેક્સવેલ ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ હવે ટીમનો બીજો ઓલરાઉન્ડર ખેલાડી પણ ટીમમાંથી બહાર થયો છે.     ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ...
world cup   ઓસ્ટ્રેલિયાને વધુ એક ઝટકો  વર્લ્ડ કપની વચ્ચે ખેલાડી સ્વદેશ પરત ફર્યો

હાલ વર્લ્ડ કપનો ખુમાર જોર પર છે. તેની વચ્ચે ઓસ્ટ્રેલિયન ટીમને બીજો મોટો ઝટકો મળ્યો છે. 1 નવેમ્બરના રોજ ગ્લેન મેક્સવેલ ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ હવે ટીમનો બીજો ઓલરાઉન્ડર ખેલાડી પણ ટીમમાંથી બહાર થયો છે.

Advertisement

Advertisement

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મિશેલ માર્શ વિશે માહિતી આપી હતી. આઈસીસીની વેબસાઈટ પર પ્રકાશિત સમાચાર અનુસાર માર્શની વાપસીને લઈને કોઈ અપડેટ પ્રાપ્ત થઈ નથી. તે અંગત કારણોસર ઓસ્ટ્રેલિયા પરત ફરી રહ્યો છે. માર્શે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી વિકેટ લેવાની સાથે 225 રન બનાવ્યા છે. તેણે લખનૌમાં શ્રીલંકા સામે અડધી સદી ફટકારી હતી. જ્યારે આ પછી તેણે પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. તેણે 121 રન બનાવ્યા હતા. માર્શ ઓસ્ટ્રેલિયન ટીમનો મહત્વનો હિસ્સો છે અને સેમીફાઈનલ પહેલા તેની વિદાય ટીમ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

Advertisement

ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી સ્વદેશ પરત ફર્યો

ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. ટીમે 6 મેચ રમી છે અને 4માં જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાના 8 પોઈન્ટ છે અને તે ત્રીજા સ્થાને છે. પરંતુ વર્લ્ડકપની વચ્ચે તેને ઝટકો લાગ્યો હતો. ટીમનો અનુભવી ઓલરાઉન્ડર મિશલ માર્શ સ્વદેશ પરત ફરી રહ્યો છે. અંગત કારણોસર તે વર્લ્ડ કપની વચ્ચે ઘરે જઈ રહ્યો છે. આ પહેલા ગ્લેન મેક્સવેલ ઈજાગ્રસ્ત થયો હતો. ઓસ્ટ્રેલિયાની આગામી મેચ ઈંગ્લેન્ડ સામે છે. તે આ મેચ માટે એલેક્સ કેરી, માર્કસ સ્ટોઈનીસ અથવા સીન એબોટમાંથી કોઈ એકને તક આપી શકે છે.

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ તરફથી માહિતી મળી છે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મિશેલ માર્શ વિશે માહિતી આપી હતી. ICCની વેબસાઈટ પર પ્રકાશિત માહિતી અનુસાર માર્શની વાપસીને લઈને કોઈ અપડેટ પ્રાપ્ત થઈ નથી. તે અંગત કારણોસર ઓસ્ટ્રેલિયા પરત ફરી રહ્યો છે. માર્શે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી વિકેટ લેવાની સાથે 225 રન બનાવ્યા છે. તેણે લખનૌમાં શ્રીલંકા સામે ફિફ્ટી ફટકારી હતી. જ્યારે આ પછી તેમણે પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. તેમણે 121 રન બનાવ્યા હતા. માર્શ ઓસ્ટ્રેલિયન ટીમનો મહત્વનો હિસ્સો છે અને સેમીફાઈનલ પહેલા તેની વિદાય ટીમ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ડેવિડ વોર્નરનું શાનદાર પ્રદર્શન

ડેવિડ વોર્નરે આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે 6 મેચમાં 413 રન બનાવ્યા છે. વોર્નર આ વર્લ્ડ કપમાં ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. જો બોલિંગની વાત કરીએ તો એડમ ઝમ્પાએ અસરકારક પ્રદર્શન કર્યું છે. ઝમ્પાએ 6 મેચમાં 16 વિકેટ લીધી છે. સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં તે હાલમાં સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે.તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી 6 મેચ રમી છે અને 4 મેચ જીતી છે. સેમીફાઈનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડ બાદ અફઘાનિસ્તાનને હરાવવું પડશે. આ પછી તેનો સામનો બાંગ્લાદેશ સામે થશે.

આ  પણ  વાંચો -WORLD CUP 2023 : મુંબઈમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર,જાણો સંભવિત ખેલાડીઓ

Tags :
Advertisement

.