Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

World Cup Final ને લઈ અમદાવાદની હોટલો થઈ હાઉસફુલ,જાણો શું છે એક દિવસનું ભાડું

ભારત ઈતિહાસ રચવાથી હવે માત્ર એક ડગલું જ દૂર છે. ગુજરાત બનશે ભારતની ભવ્ય જીતનું સૌથી મોટું સાક્ષી...અને અમદાવાદની ધરતી પર રચાશે ઈતિહાસ. આગામી 19 નવેમ્બરના રોજ અમદાવાદમાં આવેલાં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલેકે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ક્રિકેટ...
05:52 PM Nov 16, 2023 IST | Hiren Dave

ભારત ઈતિહાસ રચવાથી હવે માત્ર એક ડગલું જ દૂર છે. ગુજરાત બનશે ભારતની ભવ્ય જીતનું સૌથી મોટું સાક્ષી...અને અમદાવાદની ધરતી પર રચાશે ઈતિહાસ. આગામી 19 નવેમ્બરના રોજ અમદાવાદમાં આવેલાં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલેકે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ રમાશે . ત્યારે આ સ્થિતિમાં હાલ વર્લ્ડ કપ ફાઈનલન લઈને અમદાવાદનો હોટલ ઉદ્યોગ તેજીમાં આવી ગયો છે. એટલું જ નહીં ફાઈનલ મેચને કારણે અમદાવાદ આવતી ફ્લાઈટના એર ફેરમાં પણ ધરખમ વધારો થયો છે.

 

 

અમદાવાદની  હોટલ થઈ  હાઉસફુલ 
પહેલાં વાત કરીએ હોટલોની તો ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ અમદાવાદમાં હોવાથી હાલ અમદાવાદનો હોટલ ઉદ્યોગ તેજીમાં આવી ગયો છે. અમદાવાદમાં યોજાનારી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલના કારણે હોટલના ભાડામાં ધરખમ વધારો થયો છે. ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલને પગલે હાલ અમદાવાદની હોટલોના એક દિવસના ભાડા 50 હજારને પાર પહોંચી ગયા છે. જે રૂમનું ભાડુ સામાન્ય દિવસોમાં 4 થી 5 હજાર રૂપિયા હતું લોકો એ રૂમ 50 હજાર રૂપિયા આપીને પણ બુક કરાવી રહ્યાં છે. જાણીને નવાઈ લાગશે પણ અમદાવાદમાં એવી પણ કેટલીક હોટલો છે જેમાં એક રાત રોકાવવાનું એક રૂમનું ભાડું એક લાખ રૂપિયા કરતા પણ વધારે છે. વર્લ્ડ કપ ફાઈનલના કારણે આવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ITC WELCOMEનું ભાડુ 1 લાખ રૂપિયા.હોટેલ વિવાન્તાના 90 હજાર રૂપિયા..કોટયાર્ડ મેરીયોટના 60 હજાર રૂપિયા.રેનીસન્સ 55 હજાર રૂપિા.હોટલ હિલ્લોક 63 હજાર રૂપિયા

 

 મુંબઈ-અમદાવાદની ફ્લાઈટ ભાડાંમાં ધરખમ  વધારો 

હોટલોની સાથે ફ્લાઈટના પણ ભાડા વધી ગયા છે. મુંબઈ-અમદાવાદની ફ્લાઈટનું ભાડું 28 હજાર રૂપિયા થઈ ગયું છે. સામાન્ય દિવસોમાં 3 હજારની આસપાસ જે ભાડુ હોય છે હાલ એનો ભાવ 30 હજાર રૂપિયા થઈ ગયો છે. આર.કે.વેકેશનના ડીરેક્ટર પ્રણવ પટેલે જણાવ્યું હતુંકે, ક્રિકેટ મેચની ફાઈનલ અમદાવાદમાં હોવાથી એરફેરમાં પણ ધરખમ વધારો થયો છે. એના કારણે ભાડામાં પણ ધરખમ વધારો થયો છે. વર્લ્ડ કપ ફાઇનલને લઇ અમદાવાદ આવતી ફ્લાઇટના એર ફેરમાં ધરખમ વધારો થયો છે. એક નજર કરીએ અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડા પર...

 

વર્લ્ડ કપ ફાઈનલને કારણે વિમાનના ભાડા વધ્યાં 

આ  પણ  વાંચો -ફાઈલન મેચને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ, ઠેર ઠેર બિગ સ્ક્રીનની કરાઇ વ્યવસ્થા

 

Tags :
AhmedabadairplaneCricketfinal matchHotelWorld Cupworld cup 2023
Next Article