Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World Cup Final ને લઈ અમદાવાદની હોટલો થઈ હાઉસફુલ,જાણો શું છે એક દિવસનું ભાડું

ભારત ઈતિહાસ રચવાથી હવે માત્ર એક ડગલું જ દૂર છે. ગુજરાત બનશે ભારતની ભવ્ય જીતનું સૌથી મોટું સાક્ષી...અને અમદાવાદની ધરતી પર રચાશે ઈતિહાસ. આગામી 19 નવેમ્બરના રોજ અમદાવાદમાં આવેલાં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલેકે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ક્રિકેટ...
world cup final ને લઈ અમદાવાદની હોટલો થઈ હાઉસફુલ જાણો શું છે એક દિવસનું ભાડું

ભારત ઈતિહાસ રચવાથી હવે માત્ર એક ડગલું જ દૂર છે. ગુજરાત બનશે ભારતની ભવ્ય જીતનું સૌથી મોટું સાક્ષી...અને અમદાવાદની ધરતી પર રચાશે ઈતિહાસ. આગામી 19 નવેમ્બરના રોજ અમદાવાદમાં આવેલાં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલેકે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ રમાશે . ત્યારે આ સ્થિતિમાં હાલ વર્લ્ડ કપ ફાઈનલન લઈને અમદાવાદનો હોટલ ઉદ્યોગ તેજીમાં આવી ગયો છે. એટલું જ નહીં ફાઈનલ મેચને કારણે અમદાવાદ આવતી ફ્લાઈટના એર ફેરમાં પણ ધરખમ વધારો થયો છે.

Advertisement

Advertisement

અમદાવાદની  હોટલ થઈ  હાઉસફુલ 
પહેલાં વાત કરીએ હોટલોની તો ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ અમદાવાદમાં હોવાથી હાલ અમદાવાદનો હોટલ ઉદ્યોગ તેજીમાં આવી ગયો છે. અમદાવાદમાં યોજાનારી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલના કારણે હોટલના ભાડામાં ધરખમ વધારો થયો છે. ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલને પગલે હાલ અમદાવાદની હોટલોના એક દિવસના ભાડા 50 હજારને પાર પહોંચી ગયા છે. જે રૂમનું ભાડુ સામાન્ય દિવસોમાં 4 થી 5 હજાર રૂપિયા હતું લોકો એ રૂમ 50 હજાર રૂપિયા આપીને પણ બુક કરાવી રહ્યાં છે. જાણીને નવાઈ લાગશે પણ અમદાવાદમાં એવી પણ કેટલીક હોટલો છે જેમાં એક રાત રોકાવવાનું એક રૂમનું ભાડું એક લાખ રૂપિયા કરતા પણ વધારે છે. વર્લ્ડ કપ ફાઈનલના કારણે આવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ITC WELCOMEનું ભાડુ 1 લાખ રૂપિયા.હોટેલ વિવાન્તાના 90 હજાર રૂપિયા..કોટયાર્ડ મેરીયોટના 60 હજાર રૂપિયા.રેનીસન્સ 55 હજાર રૂપિા.હોટલ હિલ્લોક 63 હજાર રૂપિયા

Advertisement

 મુંબઈ-અમદાવાદની ફ્લાઈટ ભાડાંમાં ધરખમ  વધારો 

હોટલોની સાથે ફ્લાઈટના પણ ભાડા વધી ગયા છે. મુંબઈ-અમદાવાદની ફ્લાઈટનું ભાડું 28 હજાર રૂપિયા થઈ ગયું છે. સામાન્ય દિવસોમાં 3 હજારની આસપાસ જે ભાડુ હોય છે હાલ એનો ભાવ 30 હજાર રૂપિયા થઈ ગયો છે. આર.કે.વેકેશનના ડીરેક્ટર પ્રણવ પટેલે જણાવ્યું હતુંકે, ક્રિકેટ મેચની ફાઈનલ અમદાવાદમાં હોવાથી એરફેરમાં પણ ધરખમ વધારો થયો છે. એના કારણે ભાડામાં પણ ધરખમ વધારો થયો છે. વર્લ્ડ કપ ફાઇનલને લઇ અમદાવાદ આવતી ફ્લાઇટના એર ફેરમાં ધરખમ વધારો થયો છે. એક નજર કરીએ અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડા પર...

વર્લ્ડ કપ ફાઈનલને કારણે વિમાનના ભાડા વધ્યાં 

  • ૩૫૦૦ થી ૫૦૦૦ ના દરની ટીકીટના ભાવ ૨૫ થી ૩૦ હજાર સુધી પહોંચ્યા
  • દિવાળી ના વેકેશન દરમિયાન કે પ્રવાસન સીઝન દરમ્યાન પણ આટલો ભાવ વધારો થતો નથી
  • ફેસ્ટીવ સીઝનમાં પણ માંડ બે ગણો ભાવ થાય છે
  • વર્લ્ડકપ ફાઇનલને પગલે સીંગલ એર ફેર ચાર થી પાંચ ગણું વધ્યું
  • ૧૮ નવેમ્બર અમદાવાદ આવતી કેટલીક ફ્લાઇટની જુજ ટીકીટ ઉપલબ્ધ
  • ૧૯ તારીખની અમદાવાદ આવતી તમામ ફ્લાઇટની ટીકીટ લગભગ વેચાઇ ગઇ
  • દિલ્હી અમદાવાદનો સીંગલ એરફેર સામાન્ય ભાવ ૩૫૦૦ રૂપિયા
  • જો ૧૮ તારીખ પ્રમાણે વધીને ૨૩૦૦૦ સુધી પહોંચ્યો
  • મુંબઇ અમદાવાદ સીંગલ એરફેર ૩૫૦૦ થી વધી ૨૮૦૦૦
  • કોલકત્તા થી અમદાવાદ સીંગલ એરફેર ૭૦૦૦ થી વધી ૩૬૦૦૦
  • ચેનન્નઇ અમદાવાદ ૫૦૦૦ થી ૨૪૦૦૦ થયુ

આ  પણ  વાંચો -ફાઈલન મેચને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ, ઠેર ઠેર બિગ સ્ક્રીનની કરાઇ વ્યવસ્થા

Tags :
Advertisement

.