Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AFG vs SA : કોને મળશે ફાઈનલની ટિકિટ ? જાણો પિચ રિપોર્ટ

AFG vs SA: દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાનની (AFG vs SA)ટીમો ટી20 વર્લ્ડકપ 2024 પહેલા સેમિફાઇનલમાં આમને સામને ટકરાશે. આફ્રિકાએ એકપણ મેચ હાર્યા વિના સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.બીજીબાજુ અફઘાનિસ્તાન પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચ્યું છે. પ્રથમ વખત સેમિફાઇનલ રમી...
09:06 PM Jun 26, 2024 IST | Hiren Dave

AFG vs SA: દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાનની (AFG vs SA)ટીમો ટી20 વર્લ્ડકપ 2024 પહેલા સેમિફાઇનલમાં આમને સામને ટકરાશે. આફ્રિકાએ એકપણ મેચ હાર્યા વિના સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.બીજીબાજુ અફઘાનિસ્તાન પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચ્યું છે. પ્રથમ વખત સેમિફાઇનલ રમી રહેલા અફઘાનિસ્તાન માટે જીત આસાન નહીં હોય, પરંતુ દક્ષિણ આફ્રિકાના રેકોર્ડે તેમની મુશ્કેલીઓ ઓછી કરી છે.

નોકઆઉટમાં દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ ખૂબ જ ખરાબ

વર્લ્ડકપ નોકઆઉટમાં દક્ષિણ આફ્રિકાનો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. આફ્રિકાએ ODI અને T20 વર્લ્ડકપમાં અત્યાર સુધી 10 નૉકઆઉટ મેચ રમી છે, જેમાં તે માત્ર 1 જીતી શકી છે. તેની એકમાત્ર જીત 2015 ODI વર્લ્ડકપમાં શ્રીલંકા સામે ક્વાર્ટર ફાઈનલ રમતી વખતે મળી હતી.આફ્રિકાનો આ ખરાબ રેકોર્ડ અફઘાનિસ્તાન માટે સારો સાબિત થઈ શકે છે.આફ્રિકાએ 10માંથી 2 વખત ટી20 વર્લ્ડકપની નૉકઆઉટ મેચ રમી છે.જેમાં બંને વખત તેને સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.આફ્રિકા એક વખત પણ ટી-20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચી શકી નથી. નોકઆઉટમાં ખરાબ રેકોર્ડને કારણે આફ્રિકાને 'ચોકર્સ' પણ કહેવામાં આવે છે.

બોલરોને મદદ મળી શકે છે

T20 વર્લ્ડ કપ 2024માં અત્યાર સુધી તમામ ટીમોને રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે. ત્રિનિદાદની પીચ પર બોલરોને ફાયદો છે. પરંતુ શરૂઆતમાં બેટ્સમેન ઘણા રન બનાવી શકે છે. વર્તમાન T20 વર્લ્ડ કપમાં ત્રિનિદાદના મેદાન પર કુલ ચાર મેચ રમાઈ છે. જ્યાં બિલકુલ મોટા સ્કોર જોવા મળ્યા નથી. કોઈપણ ટીમ 150થી વધુ રન બનાવી શકી નથી. અહીં અફઘાન ટીમે એવી મેચ રમી જેનો તેને ફાયદો થઈ શકે. અફઘાનિસ્તાને પાપુઆ ન્યુ ગિનીને 7 વિકેટે હરાવ્યું છે.

જો પીચ સ્પિનરોને થોડી પણ મદદ કરે તો અફઘાન ટીમ દક્ષિણ આફ્રિકાને પછાડી શકે છે, કારણ કે અફઘાનિસ્તાનમાં રાશિદ ખાન, મોહમ્મદ નબી અને નૂર અહેમદ જેવા સ્ટાર સ્પિનરો છે. જ્યારે દક્ષિણ આફ્રિકાએ 10 વર્ષ બાદ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ત્રિનિદાદના મેદાન પર અત્યાર સુધીમાં કુલ 11 મેચ રમાઈ છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમે 4માં જીત મેળવી છે. 7 કેસમાં, ટીમ બોલિંગ બાદમાં જીતી છે.

વર્લ્ડકપ નૉકઆઉટમાં દક્ષિણ આફ્રિકાનું પ્રદર્શન

આ વર્લ્ડકપમાં આવું રહ્યું બન્ને ટીમોનું પ્રદર્શન

અફઘાનિસ્તાન: 
અફઘાનિસ્તાને ગ્રુપ સ્ટેજમાં 4માંથી 3 મેચ જીતી હતી. રાશિદ ખાનની આગેવાની હેઠળની અફઘાન ટીમે યુગાન્ડા, ન્યૂઝીલેન્ડ અને પાપુઆ ન્યુ ગીની સામે ગ્રુપ સ્ટેજની ત્રણ મેચ જીતી હતી. તેમને વેસ્ટ ઈન્ડિઝ સામે ગ્રુપ સ્ટેજમાં એકમાત્ર હારનો સામનો કરવો પડ્યો હતો.

સાઉથ આફ્રિકાઃ 
સાઉથ આફ્રિકાએ એકપણ મેચ હાર્યા વિના સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમે શ્રીલંકા, નેધરલેન્ડ, બાંગ્લાદેશ અને નેપાળ સામે ગ્રુપ સ્ટેજની ચારેય મેચ જીતી હતી. આ પછી સુપર-8માં આફ્રિકાની ટીમે અમેરિકા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણેય મેચ જીતી હતી.

આ પણ  વાંચો  - Paris Olympics2024: ભારતીય હોકી ટીમની જાહેરાત, આ 16 ખેલાડીઓને મળ્યું સ્થાન

આ પણ  વાંચો  - ASIA CUP 2024 : એશિયા કપના શેડ્યૂલમાં થયો મોટો ફેરફાર, હવે આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે મેચ

આ પણ  વાંચો  - Cricket :DLS મેથડના પિતા ફ્રેન્ક ડકવર્થનું 84 વર્ષ ઉંમરે થયું નિધન

Tags :
AFG vs SA Pitch Reportafghanistan national cricket teamAfghanistan teamAfghanistan Vs South AfricaCricket World CupIndiaSouth Africa national cricket teamSouth Africa TeamT20T20 World CupT20 World Cup 2024 Semi-final 1T20 WORLD CUP LIVET20 World Cup NewsT20-World-Cup-2024
Next Article