Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવામાનની સચોટ આગાહી કરનારા અંબાલાલ પટેલ કોણ છે

વરસાદનો વરતારો હોય કે ગરમીનું એલર્ટ, વારંવાર એક વાક્ય આપણને સાંભળવા મળે છે 'અંબાલાલ પટેલની આગાહી મુજબ', તો આવો જાણીએ કે આ અંબાલાલ પટેલ કોણ છે અને આટલી સટીક આગાહી કેવી રીતે કરી શકે છે?  અંબાલાલ પટેલ ગુજરાતના ગાંધીનગરમાં રહે...
વરસાદનો વરતારો હોય કે ગરમીનું એલર્ટ, વારંવાર એક વાક્ય આપણને સાંભળવા મળે છે 'અંબાલાલ પટેલની આગાહી મુજબ', તો આવો જાણીએ કે આ અંબાલાલ પટેલ કોણ છે અને આટલી સટીક આગાહી કેવી રીતે કરી શકે છે?
 અંબાલાલ પટેલ ગુજરાતના ગાંધીનગરમાં રહે છે. તેમણે આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી B.sc એગ્રીકલ્ચર કર્યું છે. તેમના પરિવારમાં બે દિકરા અને એક દિકરી છે. 1972માં તેઓ ગુજરાત રાજ્યમાં ઍગ્રિકલ્ચર સુપરવાઈઝર તરીકે જોડાયા હતા. બીજના યોગ્ય વિકાસમાં વરસાદનો સિંહફાળો હોવાથી તેમને વરસાદ બાબતે સંશોધન કરવાનો વિચાર આવેલો. સંશોધન માટે તેમણે પ્રાચીન વર્ષા વિજ્ઞાન, ખેતી, જૈનસાહિત્ય તેમજ જ્યોતિષ વગેરેનાં પુસ્તકો જેવાં કે વારાહીસંહિતા, બૃહદસંહિતા, મેઘમહોદય, જ્યોતિષશાસ્ત્ર વગેરેનો ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. અંબાલાલના કહેવા પ્રમાણે તેમણે 1980થી વરસાદની આગાહી કરવાનું શરૂ કરેલું.  જે માટે તેઓ પંચાંગ અને અન્ય પુસ્તકોનો સહારો લેતા.
Advertisement
Tags :
Advertisement

.