Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'મારા જેવી ભૂલ તમે ન કરતા' જૂહી પરમારે બાર્બી મુવી જોયા અત્યંત નિરાશ થઇ દરેક માતા-પિતાને આપી સલાહ

માર્ગોટ રોબી અને રેયાન ગોસલિંગ સ્ટારર 'બાર્બી' 21 જુલાઈ, 2023 ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી અને વિશ્વભરમાં તેની ચર્ચા થઈ રહી છે. બાર્બીની સુંદર દુનિયા પર આધારિત આ ફિલ્મે ભારતમાં પણ ધૂમ મચાવી છે. ઘણા સેલેબ્સ પણ પોતાના બાળકોને...
 મારા જેવી ભૂલ તમે ન કરતા  જૂહી પરમારે બાર્બી મુવી જોયા અત્યંત નિરાશ થઇ દરેક માતા પિતાને આપી સલાહ
Advertisement

માર્ગોટ રોબી અને રેયાન ગોસલિંગ સ્ટારર 'બાર્બી' 21 જુલાઈ, 2023 ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી અને વિશ્વભરમાં તેની ચર્ચા થઈ રહી છે. બાર્બીની સુંદર દુનિયા પર આધારિત આ ફિલ્મે ભારતમાં પણ ધૂમ મચાવી છે. ઘણા સેલેબ્સ પણ પોતાના બાળકોને તેમની મનપસંદ 'બાર્બી' બતાવવા માટે થિયેટરોમાં લઇ જઇ રહ્યા છે. ટીવી અભિનેત્રી જુહી પરમાર પણ તેની 10 વર્ષની પુત્રી સમાયરા સાથે બાર્બી જોવા માટે મૂવી ડેટ પર ગઈ હતી. જો કે, ફિલ્મ પર આ અભિનેત્રીની પ્રતિક્રિયા અન્ય કરતા અલગ હતી. વાસ્તવમાં તે આ ફિલ્મથી ખુબજ નિરાશ થઇ છે. તેણે એક ખુલ્લો પત્ર લખ્યો છે જેમાં તેણે આ ફિલ્મ પોતાના બાળકોને બતાવવાનું વિચારી રહેલા માતા-પિતાને સલાહ આપી છે.

જુહી પરમાર 'બાર્બી'થી નિરાશ
જુહી પરમારે તેના ઇન્સ્ટાગ્રામ પર એક મોટી પોસ્ટ શેર કરી અને જણાવ્યું કે તે ગ્રેટા ગેરવિગની 'બાર્બી'થી કેટલી નિરાશ છે. તેણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું, “આજે હું જે પણ શેયર કરી રહી છું તે ઘણા લોકોને નહીં ગમે અને તમારામાંથી કેટલાક મારા પર ગુસ્સે પણ થઈ શકે છે પરંતુ હું આ નોટ શેયર કરી રહી છું માતાપિતા મને ખોટું ન સમજે. મેં કરેલી ભૂલ ન કરે અને કૃપા કરીને તમારા બાળકને મૂવીમાં લઈ જતા પહેલા ચેક કરો.

Advertisement

જુહીને 'બાર્બી'ની ભાષા અને કન્ટેન્ટ પસંદ નહોતું
જૂહીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, “પ્રિય બાર્બી, હું મારી ભૂલ સ્વીકારીને શરૂઆત કરી રહી છું. હું મારી 10 વર્ષની દીકરી સમાયરાને એ ચેક કર્યા વગર જ તમારી ફિલ્મ જોવા લઇ ગઇ કે તે પીજી-14 મુવી છે, તે મારી ભૂલ હતી.10 મિનિટ સુધી ફિલ્મમાં યોગ્ય ભાષા નહોતી અને વાંધાજનક દ્રશ્યો પણ હતા. છેલ્લે પરેશાન થઈને, મેં મારી દીકરીને આ શું બતાવ્યું તે વિચારીને હું બહાર આવી ગઇ. તે ક્યારેથી તારી ફિલ્મ જોવાની રાહ જોઈ રહી હતી. મેં મારી દીકરીને જે બતાવ્યું તે જોઈને હું ચોંકી ગઇ, નિરાશ થઇ અને દિલ તૂટી ગયું."

Advertisement

જુહી પરમાર તેની પુત્રીને ફિલ્મ અધવચ્ચે છોડીને ભાગી ગઈ હતી
જુહી પરમારે આગળ લખ્યું, “હું પહેલી વ્યક્તિ હતી જે 10-15 મિનિટ પછી ફિલ્મને વચ્ચે છોડીને બહાર આવી. જો કે, પાછળથી મેં જોયું કે કેટલાક અન્ય માતા-પિતા પણ ફિલ્મ અધવચ્ચે છોડીને બહાર આવ્યા હતા અને તેમના બાળકો રડી રહ્યા હતા. જ્યારે કેટલાકે આખી ફિલ્મ જોઈ હતી. હું ખુશ છું કે હું 10 થી 15 મિનિટમાં હોલમાંથી બહાર આવી ગઇ. હું કહીશ કે તમારી ફિલ્મ બાર્બી ભાષા અને સામગ્રીને કારણે 13 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે પણ યોગ્ય નથી.

'બાર્બી' ભારતમાં ધૂમ મચાવી રહી છે
મહત્વપૂર્ણ છે કે માર્ગોટ રોબી-રેયાન ગોસલિંગની 'બાર્બી' અને ક્રિસ્ટોફર નોલાનની 'ઓપેનહેઇમર' બંને 21 જુલાઈના રોજ ટકરાઈ હતી. વેરાયટીના અહેવાલ મુજબ, 'બાર્બી'એ સપ્તાહના અંતે આંતરરાષ્ટ્રીય બોક્સ ઓફિસ પર $182 મિલિયનનું કલેક્શન કર્યું હતું, જ્યારે વિશ્વભરમાં તેની કુલ કમાણી $337 મિલિયન (રૂ. 276.39 કરોડ) થઈ હતી. મહિલા દ્વારા નિર્દેશિત ફિલ્મ માટે આ અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ છે. જ્યારે ભારતમાં 'બાર્બી'એ શરૂઆતના સપ્તાહમાં 868 સ્ક્રીન્સ પર 21 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જે અંગ્રેજી વર્ઝનની ફિલ્મ માટે સૌથી મોટી રિલીઝ છે.

Tags :
Advertisement

.

×