Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એસટી બસની મહિલા કંડક્ટરે ડ્રાઈવરના ત્રાસથી આપઘાત કર્યો, પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલ S. T. ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતી મૂળ માંગરોળની યુવતિએ ડ્રાઈવરના ત્રાસથી કંટાળી જઈ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ દવા પીધા પછી તેને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેનું...
એસટી બસની મહિલા કંડક્ટરે  ડ્રાઈવરના ત્રાસથી આપઘાત કર્યો  પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 
ગોંડલ S. T. ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતી મૂળ માંગરોળની યુવતિએ ડ્રાઈવરના ત્રાસથી કંટાળી જઈ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ દવા પીધા પછી તેને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. મહત્ત્વનું છે કે, આ બનાવ અંગે પોલીસે યુવતિના પિતાની ફરિયાદ પરથી S. T.ના ડ્રાઈવર સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ, જૂનાગઢના માંગરોળ ખાતે રહેતા જગદીશભાઈ હીરાભાઈ માલમે ગોંડલ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે માંગરોળ S. T. ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં રવજી નાથાભાઈ પરમારનું નામ આપ્યું છે.
મોબાઇલના વોટ્સએપમાં ડ્રાઇવર રવજી પરમારના અનેક મેસેજીસ અને ઓડિયો મળ્યા 
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની મોટી પુત્રી અલ્પાબેન છેલ્લાં દોઢ વર્ષથી ગોંડલ S. T. ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતી હતી. ગત તારીખ 17-9-23ના રોજ પુત્રી અલ્પાબેને ગોંડલ ખાતે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ બનાવની ફરિયાદીને જણ થતા પુત્રી અલ્પાને સારવાર અર્થે માંગરોળ ત્યાંથી જૂનાગઢ અને બાદમાં અમદાવાદ ખાતે લઈ ગયા હતા. જ્યાં તારીખ 24-9-23ના રાત્રીના અલ્પાબેનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. અલ્પાબેને તેના પિતાને માંગરોળ S. T.ના ડ્રાઈવર રવજી નાથાભાઈ પરમારના ત્રાસથી દવા પી લીધી હોવાનું જણાવ્યું હતું. જ્યારે અલ્પાબેનનો મોબાઈલ ફોન ચેક કરતા વોટ્સએપમાં રવજી પરમારના અનેક મેસેજ અને ઓડિયો જોવા મળ્યા હતા.
ડ્રાઇવર રવજી યુવતીની જેની સાથે સગાઇ થઇ હતી, તેને ખોટા મેસેજ મોકલી યુવતીને બદનામ કરતો હતો 
વધુમાં જણાવ્યા પ્રમાણે અલ્પાબેનની ગાંધીનગર ખાતે રહેતા તરૂણ સાથે એકાદ મહિના પહેલા સગાઈ થઈ હોય જેની જાણ ડ્રાઈવર રવજી પરમારને થતા આરોપી ગાંધીનગર તરૂણને પણ ખોટા મેસેજ મોકલી અલ્પાને બદનામ કરતો હતો. S.T.માં કંડક્ટર તરીકે ફરજ બજાવતી અલ્પાબેને એસટીના ડ્રાઈવરના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાનું જાણવા મળતા પોલીસે આપઘાતની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી આરોપી S.T.ના ડ્રાઈવરની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે
Advertisement
Tags :
Advertisement

.