Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીની કેબિનેટમાં C.R.PATIL નો થઇ શકે છે સમાવેશ, આ મંત્રીઓના કપાઇ શકે છે પત્તા

મોદી કેબિનેટમાં ફેરબદલની નવી યાદી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જેપી નડ્ડા વચ્ચે 29 જૂને વડા પ્રધાનના આવાસ પર 4 કલાકની બેઠક બાદથી કેબિનેટ વિસ્તરણને લઈને અટકળો ચાલી રહી છે. છેલ્લી વખત 2021માં મોદી...
pm મોદીની કેબિનેટમાં c r patil નો થઇ શકે છે સમાવેશ  આ મંત્રીઓના કપાઇ શકે છે પત્તા

મોદી કેબિનેટમાં ફેરબદલની નવી યાદી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જેપી નડ્ડા વચ્ચે 29 જૂને વડા પ્રધાનના આવાસ પર 4 કલાકની બેઠક બાદથી કેબિનેટ વિસ્તરણને લઈને અટકળો ચાલી રહી છે. છેલ્લી વખત 2021માં મોદી કેબિનેટમાં ફેરબદલ કરવામાં આવ્યો હતો. તે સમયે 43 મંત્રીઓએ શપથ લીધા હતા. વડાપ્રધાન મોદીએ 3જી જુલાઈએ કેબિનેટની બેઠક બોલાવી છે. મોદી કેબિનેટના સંભવિત ચિત્ર અને નામોને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. કોની વિકેટ પડશે અને કોને એન્ટ્રી મળશે તે અંગે અનેક અટકળો ચાલી રહી છે. રવિશંકર પ્રસાદ, હર્ષવર્ધન અને પ્રકાશ જાવડેકર જેવા પ્રધાનોને છેલ્લા વિસ્તરણમાં પડતા મૂકવામાં આવ્યા હતા. જ્યારે અનુરાગ ઠાકુર, કિરેન રિજિજુ અને પુરૂષોત્તમ રૂપાલાને પ્રમોટ કરવામાં આવ્યા હતા. આવા સંજોગોમાં આ વખતે કોણ બોટમાંથી ઉતરશે અને કોની બોટ પાર કરશે તેવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ચાલો જાણીએ એક પછી એક...

Advertisement

માંડવીયા, રૂપાલા અને જરદોસ પર સંકટ, પાટીલની એન્ટ્રી શક્ય

Advertisement

મોદી કેબિનેટ વિસ્તરણની ક્રોનોલોજી પર નજર કરો તો તેમાં એક વાત સ્પષ્ટ થાય છે. વિસ્તરણમાં જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે, ત્યાંના નેતાઓને પ્રાધાન્ય મળે છે, જ્યારે ચૂંટણી સંપન્ન થઇ ગઇ હોય તે રાજ્યના મંત્રીઓનુ પત્તુ કાપી નાખવામાં આવે છે. છેલ્લા વિસ્તરણમાં ગુજરાત-યુપી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. આવા સંભવિત ફેરબદલમાં ગુજરાત ક્વોટાના કેટલાક મંત્રીઓને હટાવવામાં આવે તેવું માનવામાં આવે છે. હાલમાં મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા, દર્શના જરદોસ, દેવુસિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુંજપરા મંત્રી છે. જો ગુજરાત ક્વોટાના મંત્રીઓની છટણી કરવામાં આવે તો મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા અને દર્શના જરદોશની ખુરશી પર વધુ જોખમ હોવાનું મનાય છે. માંડવીયા પાસે આરોગ્ય, રૂપાલા પાસે પશુપાલન અને ડેરી અને જરદોશ પાસે રેલ્વે (રાજ્યમંત્રી)વિભાગ છે. મોદી કેબિનેટમાં છેલ્લા 9 વર્ષમાં 2 સ્વાસ્થ્ય મંત્રીઓને હટાવવામાં આવ્યા છે.

કેબિનેટમાં સીઆર પાટીલના સમાવેશની સંભાવના 

Advertisement

ગુજરાતમાંથી મોદી કેબિનેટમાં સીઆર પાટીલના સમાવેશને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. પાટીલે તાજેતરની ગુજરાત ચૂંટણીમાં ભાજપની બમ્પર જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. 2020માં ભાજપ દ્વારા નવસારીના સાંસદ પાટીલને પ્રદેશ અધ્યક્ષની કમાન સોંપવામાં આવી હતી.

ગોયલ-પ્રધાનને સંગઠનમાં મોકલવાની ચર્ચા

પીયૂષ ગોયલ અને ધર્મેન્દ્ર પ્રધાનને પણ કેબિનેટમાંથી દૂર કરવામાં આવી શકે છે. રાજકીય ગલિયારામાં બંનેને સંગઠનમાં મોકલવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ગોયલ પાસે ખાદ્ય અને પુરવઠાની જવાબદારી છે અને ધર્મેન્દ્ર પ્રધાન પાસે શિક્ષણ વિભાગની જવાબદારી છે.જો પીયૂષ ગોયલને કેબિનેટમાંથી હટાવવામાં આવે છે તો તેમને રાજસ્થાન બીજેપીની કમાન મળી શકે છે. ગોયલે છેલ્લા 15 દિવસમાં ત્રણ વખત રાજસ્થાનની મુલાકાત લીધી છે. રાજસ્થાનના પ્રભારી અરુણ સિંહ પાસે મુખ્યાલયનો હવાલો પણ છે.બીજી બાજુ ધર્મેન્દ્ર પ્રધાનને કેબિનેટમાંથી છૂટા કરવામાં આવે તો તેમને યુપી ભાજપના પ્રભારી બનાવવામાં આવી શકે છે. યુપીનો હવાલો હાલ રાધા મોહન સિંહ પાસે છે. પ્રધાન 2022ની ચૂંટણીમાં યુપીના ચૂંટણી પ્રભારી હતા.

બિહાર-યુપીના આ મંત્રીઓના કપાઇ શકે છે પત્તા 

મોદી કેબિનેટમાં ફેરબદલમાં બિહાર-યુપીના મંત્રીઓને પણ પડતા મુકવામાં આવી શકે છે. કેન્દ્રીય કેબિનેટમાં બિહાર અને યુપીના 20 મંત્રીઓ છે. બિહારમાંથી અશ્વિની ચૌબે, પશુપતિ પારસ અને આરકે સિંહની ખુરશી જોખમમાં છે.ત્રણમાંથી ઓછામાં ઓછા 2 મંત્રીઓને હટાવી શકાય છે. છેલ્લી કેબિનેટ વિસ્તરણમાં જ ચૌબેને હટાવવાની વાત થઈ હતી, પરંતુ છેલ્લી ઘડીએ માત્ર તેમના વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

ઉર્જા મંત્રી આરકે સિંહની ખુરશી પર પણ સંકટ

ઉર્જા મંત્રી આરકે સિંહની ખુરશી પર પણ સંકટ છે. ફેબ્રુઆરી 2023માં સિંહનો એક કથિત વીડિયો વાયરલ થયો હતો, જેમાં સિંહ ફાઈલ રોકવામાં આવે તો તેઓ વડાપ્રધાનને રાજીનામું સોંપી દેશે તેમ કહેતા જોવા મળ્યા હતા. બિહારના ચિરાગ પાસવાન કેબિનેટમાં પ્રવેશ કરી શકે છે, જ્યારે ભાજપના સંજય જયસ્વાલ, અજય નિષાદ અને રામ કૃપાલ યાદવમાંથી એકને મંત્રી બનાવવામાં આવી શકે છે. ઉત્તર પ્રદેશના મહેન્દ્ર નાથ પાંડે, અજય મિશ્રા ટેની સહિત 4 મંત્રીઓની ખુરશી પર જોખમ છે. જો પાંડે અને ટેનીના પત્તા કપાય તો તેમની જગ્યાએ બ્રાહ્મણોને મદદ કરવા લક્ષ્મીકાંત વાજપેયી કે હરીશ દ્વિવેદીને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. વાજપેયી અને દ્વિવેદી બંને હાલમાં રાષ્ટ્રીય સંગઠનમાં કાર્યરત છે.

મહારાષ્ટ્ર-કર્ણાટક ક્વોટાના મંત્રીઓ પણ મુશ્કેલીમાં

મોદી કેબિનેટમાં હાલ મહારાષ્ટ્રમાંથી 8 મંત્રીઓ છે. આમાં નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, નારાયણ રાણે અને રામદાસ આઠવલેના નામ મોખરે છે. મહારાષ્ટ્રના શિંદે જૂથે 3 મંત્રીઓને કેબિનેટમાં સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો આ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવે તો ભાજપ કેટલાક મંત્રીઓને પોતાના ક્વોટામાંથી બહાર કરી શકે છે.

હાલમાં 78 મંત્રીઓ કેબિનેટમાં સામેલ છે

ભાજપના નવા સમીકરણમાં ભારતી પવાર, રાવસાહેબ દાનવે અને નારાયણ રાણેની ખુરશી પણ જઈ શકે છે. મહારાષ્ટ્રમાં શિંદે જૂથમાંથી રાહુલ સેવાલે અને ક્રિપાલ તુમાને કેબિનેટમાં પ્રવેશ કરી શકે છે. નિયમ મુજબ કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન સહિત કુલ 81 મંત્રી બનાવી શકાય છે. હાલમાં 78 મંત્રીઓ કેબિનેટમાં સામેલ છે. માત્ર 3 જગ્યાઓ ખાલી છે. ગત વખતે કેબિનેટ વિસ્તરણમાં 12 મંત્રીઓએ રાજીનામું આપ્યું હતું, જ્યારે 36 નવા મંત્રીઓએ શપથ લીધા હતા, જ્યારે 7 મંત્રીઓને પ્રમોટ કરાયા છે.

Tags :
Advertisement

.